SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ સમ-૧૦ ૫૩ विधायेति विमानं त-नारदं च नयान्वित । प्रद्युम्नो मुनिमाघख्यौ, योग्यं जानासि चेदिदं ।५१॥ समारोह तदेतत्त्वं, विलंबेन विना विभो । अदृष्टां रचनां दृष्ट्वा, मुनिरप्याह संमदात् ॥५२॥ समारोह त्वमप्येतत्, कालक्षेपं करोषि किं । वरिवति वियोगार्ता, जननी दुःखिनी लव ॥५३॥ इत्युक्लेऽपि स लीलातो, मंद मंदमचालयत् । तदर्षिः पुनरप्याख्य-द्वत्सतच्चालय द्रुतं ।५४। वियोगवह्निना दग्धा, रुक्मिणीवदनद्युतिः । त्वद्वक्त्रसुधया सिक्त्वा, तां नवपल्लवां कुरु ।५५। जनन्या यदि मान्याया-स्त्वत्तो दुःखं न यास्यति । त्वया शक्तियुतेनापि, पुत्रेण कि प्रयोजनं ॥ નારદજીને નમસ્કાર કરીને પ્રદ્યુને કહ્યું : “સ્વામિન, દ્વારિકા નગરી ક્યાં છે ? ત્યારે નારદ કહ્યું : “વત્સ, આ તો વૈતાઢય પર્વત છે. અહીયાં તે વિદ્યાધરો જ વસે. ભૂચરે (ભૂમિ ઉપર ચાલનારા) કૈઇ આવી શકે નહીં. અહીંથી ધરતી બહુ દૂર છે. કેટલીય પૃથ્વીનું ઉલ્લંઘન કરીશુ ત્યારે દ્વારિકા નગરી આવશે. પ્રદ્યુને કહ્યું: “ત્યારે આપણે પગે ચાલીને કેવી રીતે જઈ શકીશું ?' પ્રદ્યુમ્નને સંતોષ આપવા માટે નારદે કહ્યું : “સુકુમાર, તું ચિંતા કરીશ નહીં. વેગથી આકાશમાર્ગે ચાલી શકે તેવું સુંદર વિમાન હું બનાવીશ. તેમાં બેસીને આપણે ત્વરાથી દ્વારિકા પહોંચી જઈશું.” ત્યારે પ્રદ્યુમ્ન હસીને કહ્યું : “સ્વામિન્, આપ વિમાન બનાવો. હું પણ તમારી રચના અને કલાને જોઉં.' ત્યારે નારદે વિશેષ પ્રકારની રચનાવાળું, ઘૂઘરીઓવાળું અને અનેક પ્રકારના ચિવાળું સુંદર વિમાન બનાવ્યું. તે જોઈને પ્રદ્યુમ્ન કહ્યું : “સ્વામિન્, આ વિમાન આપણું બંનેને ભાર કેવી રીતે સહન કરશે ?? હસીને નારદે કહ્યું : “અરે બાળક, આ વિમાનના સ્વરૂપને તું જાણતો નથી. આ વિમાનમાં ભારેમાં ભારે સ્કૂલ વસ્તુઓ મૂકવામાં આવે તો પણ, વિમાનને એક નાનકડો ભાગ પણ તૂટે નહીં. જ્યારે આપણા બંનેને ભાર તે તેની અપેક્ષાએ આકડાના રૂ જે અ૮૫ છે.” પ્રદ્યુને કહ્યું : “વિમાનનું આટલું બધું મહત્વ હોય તે હું જ પહેલાં આરોહણ કરૂં.' નારદે કહ્યું : “ભલે, જલ્દીથી બેસ. પ્રદ્યુમ્ન વિમાનમાં જે પગ મૂક્યો કે તૂર્ત વિમાનના સાંધે સાંધા તૂટી ગયા. ચાળણીની જેમ છિદ્રવાળું બની ગયું વિમાન. ત્યારે હસતાં હસતાં પ્રદ્યુમ્ન કહ્યું : “મુનિ, આવું તમારું વિમાન ? એક પગ મૂકતાની સાથે ત્રર્ ત્રટ કરતું તૂટી ગયું, તે નાથ, મારા શરીરને ભાર કેવી રીતે સહન કરશે ? તમે દેશદેશ ફરીને વિદ્યા તો બહુ સારી શીખી લાવ્યા. વિમાનની રચના કરવાની આવી વિદ્યા ક્યાંથી શીખી લા મુનિશ્વર, તમારું જ્ઞાન, તમારું વિજ્ઞાન, તમારી વિદ્યાની પ્રતીતિ તો મને થોડા સમયમાં થઈ ગઈ.” શરમાઈ ગયેલા નારદે કહ્યું : “એમાં તું હસે છે શું કામ ? જરાથી જર્જરિત થયેલા વૃદ્ધોનું તે આવું જ કામ હય. તું યુવાન અને લાવણ્યશાળી છે. તેમજ સર્વ વિદ્યામાં વિશારદ છે. તો હવે તું જ તીવ્ર ગતિવાળું વિમાન બનાવ.” મુનિના આદેશથી બુદ્ધિશાળી પ્રદ્યુમ્ન પિતાની વિદ્યાશક્તિથી અદ્દભુત વિમાનની રચના કરી. સેળ જાતિના રત્નથી જડિત સુવર્ણનું વિમાન બનાવ્યું. તેમાં મોટી મોટી અને લાંબી ઘટાઓ બનાવી. વાયુથી ફરફરતી અને આકાશમાગને અડીને રહેલી વિવિધ પ્રકારની ધજાઓથી વિમાન સુભિત હતું. વિમાનમાં નદી, વાવ, કુવા, તળાવ અને સરોવર બનાવ્યાં. તેમાં હંસ, સારસ, કાદંબ અને મયૂર આદિ પક્ષીઓ ક્રીડા કરતાં હતાં. તેમાં નાળિયેર, કેળાં આદિ વિવિધ પ્રકારનાં વૃક્ષો હતાં. તેમાં સુંદર ચિત્રોવાળાં થામા હતાં. અનેક પ્રકારના વાજિંત્રોના અવાજ થતા હતા. નાની નાની ઘૂઘરીઓ અને ખેતીની માળાઓથી સુશોભિત ગવાક્ષો (ઝરૂખા) હતા.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy