SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૨ ૪૭ ફિગટ प्रद्युम्नस्य महादुःख-वाक्यमाकर्ण्यनारदः। जगाद मा कृथा दुःखं, तव पुण्यं विजृम्भते ।२९। प्राज्यास्ते स्वजनाः संति, स्कंधोध्धुराः सहोदराः। हरिवंशसमुत्पन्न, यादवा बलशालिनः ।३०। द्वारिकानगरीनाथः, केशवो नवमो बली। कृष्ण इत्यभिधस्तेऽस्ति, पिता गर्जन गजेंद्रवत् ।३१॥ स्वप्राणेभ्योऽप्यभीष्टास्ति, वल्लभा तस्य रुक्मिणी। शीलादिभिर्गुणैर्वर्या,त्वदीया जननी च सा॥ सपत्नी वर्तते तस्याः, सत्यभामाऽभिमानिनी। विडंबयति मात्सर्या-न्मृदुलां तव मातरं ।३३। त्वदीयाकारणार्थ त-दहं संप्रेषितस्तया । मया सह त्वमागच्छ, वत्स स्वच्छमना द्रुतं ।३४॥ स्वरूपं निजवंशस्य, शस्यं निशम्य मन्मथः । मुमुदे कस्य न स्यात्स्व-वंशदीप्तिश्रुतिर्मुदे ।३५। હતાશ થયેલા રાજાએ પ્રભાતે સંગ્રામભૂમિમાં આવીને પ્રદ્યુમ્નને પડકાર આપ્યો : “રે મૂઢ, બાણોને શા માટે રમાડે છે ? હમણાં જ તને શસ્ત્રવિદ્યા શિખવાડી છે, તે તું પ્રથમ મારા પર બાવર્ષા કર, મેં તને બચપણથી મોટો કર્યો છે તો મારાથી તારો વધ કેમ થઈ શકે ? માટે પહેલે ઘા તું કર.” મનુષ્યોના પ્રાણ ક્ષણભંગુર હોય છે. નાશવંત હોય છે. એમ વિચારીને ક્ષત્રિયપુત્ર મરવા માટે તૈયાર થાય, પરંતુ પોતાના અહંકારને છોડતું નથી. પિતાનું વચન સાંભળી કંઈક હસીને પ્રદ્યુમ્ન કહ્યું : “પિતાજી, મૂઢ એ જ કહેવાય કે જે સ્ત્રીના વચનને અનુસરે છે. સ્ત્રીના વાયથી પોતે મોટો કર્યો અને હવે એ જ નિરપરાધી બાળકનો વધ કરવા માટે તૈયાર થયા છે. લોકમાં પણ કહેવાય છે કે : “પૂજ્ય હોવાથી પ્રથમ વૃદ્ધે કાર્ય કરવું જોઈએ. પછીથી બાળક કરે.” આથી આપ વૃદ્ધ હોવાથી પહેલો ઘા આ૫ કરો.” યુદ્ધભૂમિમાં આ રીતે કલ્પનાઓ કરવાની હેય નહીં, એમ જાણીને ક્રોધાતુર બનેલા કાલસંવર રાજાએ પ્રદ્યુમ્ન ઉપર બાણુવર્ષા કરીને પ્રદ્યુમ્નના રથને ક્ષણમાત્રમાં ભાંગી નાખ્યું. તો પણ પ્રદ્યુમ્ન પિતાની સાથે કીડાયુદ્ધ કરે છે. પ્રદ્યુમ્નના પ્રાણને હણવા માટે કાલસંવરે જ્યારે તીક્ષ્ણ શસ્ત્ર છેડવાની તૈયારી કરી ત્યારે ચપલ એવા પ્રદ્યુમ્ન “સુગ” નામનું બાણ છેડીને તેના શક્તિ નામના શસ્ત્રને છેદી નાખ્યું. ત્યાર બાદ નાગાસ્ત્ર મૂકીને રાજાને નાગપાશથી બાંધી પિતાની પાસે લાવ્યા. તે પણ તેના મનમાં જરાયે અહંકાર નથી. પરંતુ લજાથી નીચુ મુખ રાખીને ઉભો રહ્યો અને મોટે સ્વરે બોલ્યો : “જે કઈ શક્તિશાળી પુરૂષ હોય તે પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માટે બંધનમાં પડેલા મારા પિતાને બંધનમુક્ત કરે.” એ જ સમયે નૃત્ય કરતા પવિત્ર હદયવાળા નારદજી આકાશમાંથી નીચે ઉતર્યા. ત્યારે પ્રદ્યુમ્નની પાસે નાગપાશથી બંધાયેલા કાલસંવર રાજાને જોઈને નારદજી ખુશ થયા : “સારૂં થયુ. આ બંનેને પરસ્પર વિરોધ થયો, તે સારા માટે છે, તે જ મારો મનોરથ સફળ થશે.” એમ માનીને નારદજીએ જાણતા હોવા છતાં અજાણ્યા થઈને પ્રદ્યુમ્નને પૂછયું : “વત્સ, તમારે પિતા-પુત્રને ઘણે પ્રેમ હતો, તે આમ એકાએક યુદ્ધ કરવાનું શું કારણ?” પ્રદ્યુમ્ન કહ્યું : “સ્વામિન, અમારે પિતા-પુત્રને ઘણું સ્નેહ હતું, પરંતુ માતાએ મારી વિરૂદ્ધ પિતાના કાનમાં વિષ રેડયું. અવિચારી અને અસત્યભાષી એવો સ્ત્રીઓને સ્વભાવ જાણવા છતાં માતાના કહેવાથી પિતા મારો વધ કરવા તૈયાર થયા. નિરપરાધી એવા મારે વધ કરવા માટે પિતાજી મેટું સૈન્ય લઈને આવ્યા. આ પ્રમાણે કહીને કલંકના ભયથી માતા સાથે જે ઘટના બની તેની આદિથી અંત સુધી બધી વાત નારદજીને કહી, ત્યારે નારદઋષિ બે કાન ઢાંકી, આંખ બંધ કરીને મસ્તક ધૂણાવતા બોલ્યા : “વત્સ, સ્ત્રીચરિત્ર સાંભળવા લાયક નથી. હવે વધારે મને ના સંભળાવ. તું હજુ બાળક છે. તે સ્ત્રીચરિત્રને જોયું નથી
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy