SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ મહાન સૈન્ય જોઈને પ્રદ્યુમ્ન કંઈક હસીને, ઈષ્ટદેવતાનું ધ્યાન કરી, મન્મત્ત હસ્તિસેના, વેગવંત અશ્વસેના, મહાન રથસેના તેમજ હજારોની સંખ્યાની પાયદળ સેના –આ પ્રમાણે ચતુરંગી સેના વિમુવી. બંદીજને વડે ગવાતી બિરદાવલીથી તેમજ રણુવાજિંત્રોથી સુભટે યુદ્ધ કરવા માટે થનગની રહ્યા ! સેનાપતિઓ સેનાપતિઓની સાથે, ઉપસેનાપતિઓ ઉપસેનાપતિઓની સાથે, સામાન્ય સૈનિકો સામાન્ય સૈનિકની સાથે, મધ્યમ કક્ષાના સૈનિકે મધ્યમોની સાથે, ઘોડેસ્વારો ઘોડેસ્વારની સાથે, હસ્તિસેના હરિતસેનાની સાથે, રથિકે રથિકોની સાથે અને પદાતિઓ પદાતિ (પાયદળ) એની સાથે પરસ્પર ભયંકર યુદ્ધ કરવા લાગ્યા. પ્રદ્યુમ્ન પૂજ્ય હોવાથી પિતાના સૈન્યથી પિતાના સૈન્યને નાશભાગ કરતું બતાવ્યું. પરંતુ દશે દિશામાં પિતાના સૈન્યને નાશભાગ કરતુ જોઈને ક્રોધે ભરાયેલા પ્રદ્યુમ્ન વિચાર્યું: “સંગ્રામમાં કેણ પિતા અને કોણ પુત્ર? પિતા વૈરી બનીને મારો વધ કરવા તૈયાર થયા છે, તે પછી મારે એવી લાગણીવેડા શા કામનાં? એમ વિચારી ચતુરંગી સેના સાથે સૈન્યના મેખરે આવીને ઊભું રહ્યો. પ્રદ્યુમ્નના સૈન્યના ધસારાથી ક્ષણમાત્રમાં રાજાનું સૈન્ય ત્રાસી ગયું અને પીછેહઠ કરવા લાગ્યું. રાજાએ મંત્રીને કહ્યું : “આ દુરાત્મા દુર્જાય છે તે કોઈપણ રીતે આપણું સૈન્યની રક્ષા કરવી જોઈએ. મંત્રીશ્વર, હું રાણુ પાસેથી શત્રુનો નાશ કરનારી રેહિણ અને પ્રજ્ઞપ્તિ વિદ્યા લઈને આવું, ત્યાં સુધી તમારે સૈન્યનું રક્ષણ કરવું. મંત્રીએ કહ્યું : “સ્વામિન, આપ જલદી વિદ્યા લઈને આવો. ત્યાં સુધી હું બનતા પ્રયત્ન સૈન્યને રક્ષીશ, એ માટેની આપ જરાયે ચિંતા કરશે નહીં. કાલસંવર રાજાએ રણભૂમિમાંથી રાત્રિના સમયે જઈને પટરાણું કનકમાલા પાસે બે વિદ્યાની માગણી કરી ત્યારે તેણી સ્ત્રીચરિત્ર કરીને રૂદન કરવા લાગી. રાજાએ તેણીના ચિહ્ન ઉપરથી જાણી લીધુ કે “નક્કી આ જ વ્યભિચારિણી છે. એના જ આ બધા ચરિત્ર છે. દુષ્ટબુદ્ધિથી વિદ્યાઓ પ્રદ્યુમ્નને આપીને હવે સ્ત્રીચરિત્ર કરે છે. આ પ્રમાણે વિચારતા રાજાએ કહ્યું: “અરે સુભુ, તું રૂદન કેમ કરે છે ? અત્યારે રાવાની વેળા છે? જલ્દી મને વિદ્યા આપ.” ત્યારે જાણે પોતાનું સર્વસ્વ લૂંટાઈ ગયું હોય તેમ ગદ્ગદ્ સ્વરે રાજાને કહ્યું : “હે નાથ, આ પાપીએ મને એક રીતે નથી ઠગી ! હું અનેક રીતે ઠગાઈ ગઈ છું. એ પાપીના પાપને શું કહેવું ? હે પ્રાણનાથ, મેં તેનું બાળપણમાં લાલનપાલન કર્યું તે એટલા માટે કે વૃદ્ધાવસ્થામાં તે આપણા સુખને માટે થશે. એક દિવસ તે નાનો હતો ત્યારે ખેાળામાં લઈને તેને રમાડતી હતી ત્યારે તેના પ્રત્યેના વાત્સલ્યભાવથી મેં ભળીએ તેને બને વિદ્યાઓ શીખડાવી, ત્યારે ભેળપણમાં મેં ના જાણ્યું કે એ યુવાન થશે ત્યારે આ કૃતત બનશે. અરેરે નાથ, એ પાપીએ મને બધી રીતે ઠગી. તેના દુશ્ચરિત્રને હું આપની આગળ શું કહું ?” આ પ્રમાણે કહીને તે વિલાપ કરવા લાગી. રાજાએ જાણ્યું: “વિદ્યાઓ આપીને આ નકકી સ્ત્રીચરિત્ર કરે છે. સ્ત્રીચરિત્રને બ્રહ્મા પણ જાણી શકતા નથી. મારી વિદ્યાઓને નાશ કરાવીને હવે પુત્રને વિલાપ કરે છે. ખેર, બીજું તે ઠીક પરંતુ મારા મહત્ત્વને હું કેવી રીતે ટકાવી શકીશ ? જેને મેં પાળીપોષીને મોટો કર્યો, પ્રેમ આપે એના હાથે જ મારે મરવું પડશે ? મૂઢ એવા મેં પણ તેણીની માયાજાળમાં ફસાઈને પુત્રને દુશ્મન બનાવ્યા. હવે જે રણસંગ્રામમાં ના જઉં તે મારી શોભા શી ? અરે ભગવાન, તું મારા મહત્વનું રક્ષણ કરજે.' આ પ્રમાણે વિષાદને ધરતા, મસ્તકને ધૂણાવતા રાજા મનની ડામાડોળ સ્થિતિમાં રણભૂમિમાં આવ્યા.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy