SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ સ-૯ તું સાંભળ જીવાને સંચાગ અને વિયેાગ થવામાં પણ પૂર્વાંસ`ચિત ક જ કારણ છે, જગતમાં દીપ સમાન જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મગધ નામના મહાન દેશ છે. તે મગધ દેશમાં લક્ષ્મીથી પરિપૂર્ણ લક્ષ્મીપુર નામનું નગર છે. ત્યાં હમેશા યજ્ઞ-યાગ કરનારા, જપ-ધ્યાન કરનારી, ષટક માં રક્ત, બ્રહ્મા, વિષ્ણુ અને ઇશ્વરની પૂજા કરનારા નીતિવાન ‘સેામશર્મા’ નામના બ્રાહ્મણ પુરાહિત રહે છે. તેની કમલા નામની પતિવ્રતા સ્ત્રી છે. તેની લક્ષ્મીવતી નામની પુત્રી હતી. રૂપમાં દેવકન્યા સમાન લક્ષ્મીવતી પેાતાના રૂપ અને સૌંદર્યાંથી ઉન્મત્ત થયેલી એવી તે બીજી સ્ત્રીઓને તુચ્છ ગણતી અને ખીજીશ્રીએની સામે મુખ મચકેાડતી. એક દિવસ મલીન વધારી સાધુભગવ‘ત માસક્ષમણને પારણે તેના ઘેર ભિક્ષા લેવા માટે આવ્યા. પેાતાના તપ તેજ વડે જગતને પ્રકાશી રહેલા, ધર્મ ધ્યાનમાં તત્પર, શાસ્ત્રાભ્યાસી અને શત્રુ-મિત્ર પ્રત્યે સમભાવ રાખનારા એવા મુનિવરે જ્યારે તેના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યારે લક્ષ્મીવતી વસ્ત્રાલ કાર વડે શરીરને સુશેાભિત કરતી પેાતાના રૂપને દર્પણમાં જોઇને આનંદ પામી રહી હતી. ત્યારે દર્પણમાં મુનિવરનુ રૂપ પ્રતિબિંબિત થયેલું જોઇને મદાંધ બનેલી લક્ષ્મીવતી અહંકારથી ખાલી : ‘આહા, મનુષ્યેામાં ભય કરમાં ભયંકર કાં આ બિભત્સ રૂપ અને મન-નયનને આનંદદાયી કથાં મારૂ` અદ્ભુત રૂપ ! શૂ .....આવા ખેડાળ માણસા જગતમાં જન્મતા કેમ હશે ?” આ પ્રમાણે વારંવાર મુનિના રૂપની નિંદા કરતી અને પેાતાના રૂપની પ્રશંસા કરતી લક્ષ્મીવતીએ ધાર પાપક ઉપાર્જન કર્યું. તે કમ થી તેણીના શરીરમાં ઘેાડા જ દિવસોમાં કુષ્ટરોગ ઉત્પન્ન થયા. ખરેખર, સાધુની નિંદા મહાદુ:ખદાયી હોય છે. ખમાવ્યા વિનાના મહાક્રાધ જેમ પરસ્પર વધે છે તેમ લક્ષ્મીવતીના શરીરના રાગ દિનપ્રતિદિન વધતા ગયેા. મહાકુષ્ટના રાગથી દુ:ખી થયેલી લક્ષ્મીવતીએ સાતમે દિવસે અગ્નિમાં પ્રવેશ કર્યાં. ભડભડતી આગમાં ભસ્મીભૂત થયેલી લક્ષ્મીવતી આ ધ્યાનથી મરીને ઘણા ભારને વહન કરનારી ગધેડી બની. ત્યાંથી મરીને ભૂંડણ થઈ. ત્યાં તેને કોટવાલે મારી નાખી. ત્યાંથી તે કૂતરી થઇ. એક દિવસે કૂતરી હેમંત ઋતુમાં પેાતાના બચ્ચાંને લઈને ઉદ્યાનની વાડમાં બખેાલ કરીને રહી હતી ત્યાં દાવાગ્નિ ઉત્પન્ન થયા, પરંતુ બાળકાના માહથી ત્યાંથી ખસી નહિ. અગ્નિમાં બળીને ખાખ થઈ ગઈ. ત્યાંથી મરીને માછીમાર નાવિકને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. સાધુનિ’દાનું થાડુ' કમ બાકી રહેવાથી જન્મતાંની સાથે જ દુર્ગ ધ શરીરવાળી થઈ. તેના શરીરની ઉત્કટ દુ°ધને સહન નહિ થવાથી સ્વજનાએ તેને ઘરમાંથી બહાર કાઢી મૂકી. લેાકેામાં દુર્ગંધા તરીકે પ્રસિદ્ધ થઇ. ખરેખર, નિંઢા એ મોટામાં માટુ પાપ છે. દુર્ગંધા ગંગા નદીના કિનારે ઝુપડી બાંધીને રહો. નાવમાં બેસાડીને લેાકેાને નદી પાર કરાવતી. તેનાથી પેાતાની આજીવિકા ચલાવતી હતી. તેમાંથી પણ થાડી બચત થાય તે પેાતાના પિતાને ઘેર મેાકલતી હતી. આ પ્રમાણે દુગંધા પેાતાના સમય પસાર કરી રહી હતી, એવામાં શિશિર કાળમાં એક જ્ઞાની મુનિ (કે તેણે લક્ષ્મીવતીના ભવમાં જેમની નિંદા કરી હતી તે) નદીના કિનારે કાયાત્સગ ધ્યાને ઊભા રહ્યા હતા. મુનિને જોઈને પૂર્વકના ક્ષયથી વિચારે છે: ‘અરે, આ મહામુનિ રાત્રિના સમયે આવી કડકડતી ઠંડી કેવી રીતે સહન કરશે ? મારી પાસે ઘાસની ઝુંપડી છે, એઢવા માટે કંખલ છે, છતાં પણ મારાથી ઠંઠંડી સહન થતી નથી તા આ સાધુ તા ખુલ્લા શરીરે છે. કાઇ એઢવાનુ` વસ્ર નથી. ઠંડી કેવી રીતે સહન કરશે ?” એમ વિચારીને ભક્તિભાવથી મુનિની પાસે તાપણુ કર્યું". ‘બહુ 'ડી, બહુ ઠંડી....' એમ વિચારતી આખી રાત્રિ અગ્નિ અને વસથી ઠંડીનું નિવારણ કરતી બેસી રહી. મુનિરાજે પ્રભાતે કાઉસ્સગ્ગ પારીને ‘લક્ષ્મીવતી–પ્રીતિમતિ તને કુશલ છેને? સામશર્મા બ્રાહ્મણની પુત્રી તુ કુશલક્ષેમ છે ને ?” આ પ્રમાણે લ્યા. આવું અજ્ઞાત નામ સાંભળીને દુર્ગંધા વિચારવા લાગી : ‘સાધુ આવું અસત્ય ૩૫
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy