SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર સમાન બે હાથ, લાલ કમલ સમાન હાથના તળીયાં, કપાટ સમાન વિશાલ છાતી, સિ`હની કટી સમાન કેડ, કેળના સ્તંભ સમાન છે સાથળ, ગૂઢ જાનુ (ઢીંચણ) યુગ્મ, કાચબા સમાન સુંદર ચરણયુગ્મ, કામલ પલ્લવ સમાન હાથપગની આંગળીએ અને રક્ત કમલ સમાન પગના તળિયાં. આ પ્રમાણે સર્વ લક્ષણ સંપૂર્ણ એવા પ્રદ્યુમ્નકુમારના સુંદર દેહને નીરખી નીરખીને જોતી માતા કનકમાલા મુગ્ધ બની ગઇ. કામદેવના ખાણાથી વી'ધાયેલી તેણીને શ્વાસ-ઉચ્છવાસ લેવાની પણ તાકાત રહી નહિ. શાસ્ત્રકાર કહે છે : ‘રૂપ-લાવણ્ય અને યુવાન એવા ભાઇ, પિતા અને પુત્રને જોઇને સ્રીએ વિષયવાસનાની ઉત્કટતાથી તેને પણ ભેાગવવાની ઈચ્છા કરે છે ! નાક-કાન છેદાયેલી સેા વર્ષની વૃદ્ધા સ્રીના પણ બુદ્ધિમાન પુરૂષાએ વિશ્વાસ કરવા જોઇએ નહી. તેા પછી રૂપ-લાવણ્ય, ચાતુર્ય અને તારૂણ્યથી ચુક્ત એવી સ્ત્રીનેા તા સરલ પુરૂષથી વિશ્વાસ કેમ કરી શકાય ?’ પ્રદ્યુમ્નના રૂપને જોઇને પોતાનું માતૃત્વ વિસારી મનમાં દુષ્ટ વિચારો કરવા લાગી : ‘પહેલાં તે સ્ત્રીના અવતાર જ દુ:ખની પર'પરા રૂપ છે અને તેની ૫૨વશતા એટલી કે તેના મનની ઇચ્છાએ ક્યારે પણ સફળ બનતી નથી. તેમ છતાંયે બધી સ્ત્રીઓમાં હું ખરેખર મંદભાગી છું. અધન્ય અને દુર્ભાગિણી છું. મારા જેવી નિપુણ્ય ખીજી કોઇ સ્ત્રી નહિ હોય. હે પરમેશ્વર, જો મારા ભાગ્યેાદય હાય તા પ્રદ્યુમ્નની સાથે મારા સ ંબંધ થાએ અને મારા ઇષ્ટની પ્રાપ્તિ થાએ. તે બે કાનને ધન્ય છે કે જે હંમેશા પ્રદ્યુમ્નના મુખમાંથી નીકળતી વાણીસુધાનુ પાન કરે છે. મારા મુખ ઉપર રહેલા સુંદર લેાચનયુગ્મને ધન્ય છે કે જે આના સુખરૂપી કમલન પ્રેમપૂર્ણ કટાક્ષથી નીરખે છે. તે નાસિકાને ધન્ય છે કે જે આના શરીરમાંથી નીકળતી ચંદનકપૂરથી મિશ્ર સુગધીને ગ્રહણ કરે છે. તે દાંતને ધન્ય છે કે જે આના મુખે ચાવેલા તાંબૂલને ચાવે છે અને તે રસના (જીભ)ને પણ ધન્ય છે કે આણે ભક્ષણ કરેલા મનેાહર કવળને આરેાગે છે. તે જ શરીર પ્રશ'સા કરવા લાયક છે કે જે પ્રદ્યુમ્નના શરીરની સાથે હમેશા આલિંગન કરે છે. ઘણું પવિત્ર દૂધ આપવાવાળી ગાયના આંચળમાંથી તત્કાલ કાઢેલા દૂધનું પાન હેમંત ઋતુમાં પ્રદ્યુમ્નની સાથે બેસીને કરૂ? હે ભગવાન ! એવા અવસર ક્યારે આવશે ? શિશિર ઋતુમાં પ્રિય એવા આની સાથે શય્યામાં એકબીજાને ગાઢ આલિંગન દઇને સૂઈ રહું, જેથી ઠંડી શરીરને ધ્રુજાવે નહી'. વસ‘ત ઋતુમાં પુષ્પ, પાન, ફૂલા વડે નવપલ્લવિત બનેલા વનમાં પ્રદ્યુમ્નની સાથે સ્વેચ્છાપૂર્ણાંક ક્રીડા કરૂ.... ગ્રીષ્મ ઋતુમાં કપૂર કુંકુમથી મિશ્ર ચંદનના લેપ આની સાથે કરૂ' કે જેથી ગ્રીષ્મના તાપ શરીરને સંતાપે નહી.. વર્ષાઋતુમાં દીપકાથી જળહળતા મહેલમાં બેસીને પ્રદ્યુમ્નની સાથે સાગઠાબાજી રમુ. શરદ ઋતુમાં ઈલાયચી અને સાકર-કપૂરથી યુકત ઢંડાપાણીનું પ્રદ્યુમ્ન સાથે બેસીને પાન કરૂં.-આ પ્રમાણે છએ ઋતુના સુખેા પ્રદ્યુમ્ન સાથે અનુભવું.’ પ્રદ્યુમ્નના રૂપન વારંવાર જોતી કનકમાલા નવી નવી કલ્પનાએ કરવા લાગી. તે ખરેખર, રાવણની બેન સૂર્પણખાની ઉપમાને લાયક ઠરી. તે આ પ્રમાણે-વિદ્યાની સાધના કરવા ગયેલા પેાતાના વિદ્યાસિદ્ધ પુત્રને પ્રીતિથી જોવા માટે આવી, પર`તુ દૈવયેાગે પુત્રનું મસ્તક ધડથી છૂટુ પડેલું જોઇ કરૂણ સ્વરે વિલાપ કરવા લાગી. પોતાના પુત્રના હત્યારાના વધ કરવા માટે ક્રોધથી ધમધમતી પગલાંને અનુસારે રામની પફૂટી આગળ આવીને ઊભી રહી. ત્યાં રામચન્દ્રજીના દર્શનથી તેમના રૂપને જોઇન વિલ બની ગઇ. પુત્રના ઘાતનું દુઃખ ભૂલી કામદેવના ખાણું થી વી'ધાયેલી સૂર્પણખા રામચંદ્રજી પાસે ભેગસુખની પ્રાર્થના કરવા લાગી. વિષયાંધ બનેલી સ્ત્રીએ કૃત્યા-કૃત્યને ભૂલી પોતાની મર્યાદાનું ઉલ્લંધન કરી નાખે છે. તેવી જ રીતે કનકમાલા પણ પુત્રના સંબંધ વિસારીને કામથી પીડાયેલી-વિયેાગથી વ્યાકુળ બની ગઈ.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy