SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-૧૬ : ર૭ ૯: નિજ રા–ભાવના. સુધા, તૃષા, શીત, આતપ આદિ દુઓનું વેદન કરવાથી ધીમે ધીમે થતે કર્મનો ક્ષય તેને નિર્જરા કહેવાય છે. સર્વજ્ઞ ભગવંતે તે નિર્જરા બે પ્રકારની કહી છે. તેમાં વિપત્તિ, દુઃખ, કષ્ટ, રાગ, સંતાપ કે સંકટ આવી પડે ત્યારે જીવ વિચારે કે “આ બધું મારા પૂર્વે બાંધેલા અશુભ કર્મોનું ફલ છે. તેમાં બીજા કેઈને દોષ નથી. તે કર્મનાં ફળને મારે સમભાવે સહન કરવાં જોઈએ. આ રીતે વિચારીને શેક, સંતાપ, દુ:ખ આદિ સમભાવે સહન કરે, તેને સકામ નિજરા કહેવાય છે. અજ્ઞાની જીવ દુઃખ, કષ્ટ આવે ત્યારે બીજાને દોષ કાઢે છે અને હાયવેય કરીને દુઃખ ભોગવે છે. ક્ષેત્રકૃત કે કાલકૃત વેદનાને અનિચ્છાએ ભેગવે તેને અકામનિજ રા કહેવામાં આવે છે. પૂર્વકૃત કર્મને અનુસાર જે કઈ દુઃખ, કષ્ટ કે રોગ આદિ આવે તેને તે જીવ, તું સમભાવે ભેગવી લઈશ તે કર્મના લેણામાંથી તું મુક્ત થઈશ. માટે ગમે તેવી પરિસ્થિતિમાં તારે તારા આત્મભાવને ચલિત કરે નહી. આ પ્રમાણે નિર્જરાભાવનાને પ્રદ્યુમ્ન મુનિ નિરંતર ભાવતા હતા. ૧૦ : ધર્મ–ભાવના, દુર્ગતિમાં પડતા જીવને ધારણ કરી રાખે અર્થાત્ તેને ઉદ્ધાર કરે તેને જિનેશ્વર ભગવતે ધર્મ' કહ્યા છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન-એમ ત્રણે કાળમાં રહેલા પાપી જીવનો ઉદ્ધાર કરવાનું જે સામર્થ્ય ધરાવે છે તે ધર્મનું અજબ ગજબનું માહામ્ય હોય છે. ભૂતકાળમાં થઈ ગયેલા દ્રઢપ્રહારી આદિ પાપી છે કે જેઓએ જીવનમાં ચેરી, લૂંટફાટ અને ખૂન-ખરાબી સિવાય બીજું કઈ કામ કર્યું નહોતું. અને છેલ્લે છેલે.બધા ધર્મોથી નિંદિત એવી સ્ત્રીહત્યા, બાલહત્યા, બ્રહ્મહત્યા અને ગેહત્યા જેવી ચાર મહાભયંકર હત્યા કરી હાથને લોહીથી ખરડયા હતા, એવા ભયંકર ડાકૂ દ્રઢપ્રહારી જેવાને પણ આ ધર્મો ઉદ્ધાર કરી, શાશ્વસુખને ભોક્તા બનાવ્યો. ભવિષ્યકાલમાં પણ દ્વૈપાયન જેવા ભયંકર તાપસને કે જેણે કરડે મનુષ્યો, પશુ, પક્ષી આદિ જીવને બાળીને ભસ્મ કરી નાખ્યા હતા. ક્રૂર કર્મને કરનારાને પણ આ ધર્મ ઉદ્ધાર કરી, તેને મોક્ષસુખને ભક્તા બનાવશે. વર્તમાનકાલમાં મોક્ષગમન એગ્ય ક્ષેત્રમાંથી હંમેશા ધર્મના પ્રભાવે સેંકડે જીવ કેવલ્ય પ્રાપ્ત કરી અક્ષય, અનંત સુખના ભક્તા બની રહ્યા છે, તેથી પંડિત પુરૂએ ધર્મ જાણવા ગ્ય છે, ધ્યાન કરવા યોગ્ય છે, ઉપાસના કરવા યોગ્ય છે. સર્વકાર્ય સાધક ધર્મથી વાંછિત સુખ પ્રાપ્ત થાય છે, ધર્મથી શરીર નિરોગી બને છે, ધર્મથી કુલની વૃદ્ધિ થાય છે, ધર્મથી શિવ-સંપત્તિ પ્રાપ્ત થાય છે, અને ધર્મ જ સર્વ વસ્તુને સિદ્ધ કરી આપનાર છે. માટે ધર્મને અચિંત્ય પ્રભાવ જાણું, હે જીવ, તારે ધર્મકાર્યમાં નરંતર ઉદ્યમશીલ બનવું જોઈએ. ૧૧ : લોકસ્વરૂપ ભાવના. વૈશાખ (મેટું શરાપ) સંસ્થાનરૂપે રહેલો અને કેડ ઉપર બે હાથ રાખેલા પુરૂષસમાન આકૃતિવાળો આ “લોક’ (ચૌદ રાજલોક) કહેવાય છે. તેમાં ૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, ૩. આકાશાસ્તિકાય, ૪. પુદ્ગગ્લાસ્તિકાય, ૫. જીવાસ્તિકાય અને ૬. કાળ. આ છ દ્રવ્યોથી પરિપૂર્ણ ચૌદ રાજલોક છે. તે લોકમાં રહેલા જડ–ચેતન પદાર્થો ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશ
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy