SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૨ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર કરૂં ?' એમ કહીને દેવે પોતાના બે હાથે કૃષ્ણના શરીરને ઉપાડયું, કે તરત જ બલભદ્રદેવના હાથના સ્પર્શથી કૃષ્ણનું શરીર વિખરાઈને છૂટું છૂટું પડી ગયું. ત્યારબાદ છૂટા પડેલા અવયવો તરત જ ભેગા થઈ ગયા. અવયવ શરીરરૂપે બન્યા પછી કૃષ્ણના આત્માએ બલભદ્રને ઓળખી નમસ્કાર કરીને કહ્યું : “બંધુ, ભગવાન નેમિનાથે તને સ્વર્ગગામી કહેલો અને મને નરકગામી કહેલે. ભગવંતનું તે વચન યથાર્થ બન્યું. તું પુણ્યશાલી સ્વર્ગમાં દેવપણે ઉત્પન્ન થયો અને વિષયાસક્ત પાપાત્મા એવો હું નરકનો અતિથિ બન્યા. તેથી તું દેવલેકના દિવ્યસુખને ભગવ અને હું નરકની ઘર વેદના ભોગવીશ. ખરેખર, ભગવાને કહેલું તે બધું સત્ય બન્યું છે. હવે તેને શોક કરવાથી શું ? જીવે જેવાં કર્મો બાંધ્યા હોય, તેવા તેને કટુ વિપાક ભોગવવા જ પડે છે. તેમ જાણવા છતાં બંધુ, મારાથી નરકની આ ઘર વેદનાઓ સહન નથી થતી. જે તારૂં સામર્થ્ય હોય તે આ નરકથી મારે ઉદ્ધાર કર.” દેવે કહ્યું : “ભાઈ, નરકમાંથી ઉદ્ધાર કરવાનું મારું સામર્થ્ય નથી. પરંતુ બીજુ કંઈ તને જે ઈચ્છિત હોય તે કરી શકું. તું કહે તે તારા સ્નેહની ખાતર તારી પાસે રહું. તારાથી વધીને મારે સ્વર્ગના સુખનું કઈ પ્રયોજન નથી.” કૃષ્ણ કહ્યું :- ‘ભાઈ, તું મારી પાસે રહે તો પણ મારા કરેલા કામ તો મારે જ ભો છે. તારા રહેવાથી નરકના દુખ ઓછા થવાનાં નથી. અહીં હું એકલો રહીને કર્મનાં ફળો ભેગવીને જ છૂટકારે પામીશ. આપ સ્વર્ગમાં પધારે. મારા માટે આપ શા માટે દુઃખી થાઓ છો ? હા, એક વાત છેઃ ભરતક્ષેત્રમાં આપણું દુશ્મને દ્વારિકાના દાહથી અને મારા મરણથી ખુશી થઈ રહેલા છે. તો તમે ભરતક્ષેત્રમાં જઈને શંખ, ચક્ર, ગદાધારી, પીતાંબર અને ગરૂડના ચિહ્નથી યુક્ત મારૂ સ્વરૂપ (મારી મૂર્તિ) વિમાનમાં સ્થાપન કરી, મારી પાસે નીલવસ્ત્રધારી, તાલાંક અને લાંગલ આયુધ (શસ્ત્રોથી યુક્ત એવું તમારૂ સ્વરૂપ બનાવી, મનુષ્ય લોકમાં જઈને, આકાશમાં વિમાનને રાખી, લોકોને જણાવો કે “અમે બળરામ અને કૃષ્ણ આકાશગામી છીએ. વૃન્દાવનમાં રહીએ છીએ, અને સ્વેચ્છાપૂર્વક કીડા કરતા, લોકોનાં ઈચ્છિત પૂર્ણ કરીએ છીએ. દ્વારિકાને દાહ કરનાર કેઈ બીજે દેવ નથી, અમે જ દ્વારિકાનું સર્જન કર્યું અને અમે જ દ્વારિકાનું વિસર્જન કર્યું છે. માટે સૃષ્ટિ સર્જનાર કે સંહાર કરનાર જગતમાં બળરામ અને કૃષ્ણ સિવાય બીજા કેઈ દેવ નથી. માટે જેને જેને પુત્ર, પરિવાર, સંપત્તિ અને સુખની ચાહના હોય તે બળરામ અને કૃષ્ણની મૂર્તિ બનાવી મંદિરમાં પધરાવી, તેની પૂજા-ઉપાસના કરે. તેનાં બધા જ મનવાંછિત ફળશે.” આ પ્રમાણે બંધુ, મનુષ્યલોકમાં જઈને ઉદ્દઘષણ કરો. જેથી મારૂં નરકગમન કઈ જાણે નહીં, અને દુશ્મનોના મુ ખ શ્યામ બની જાય. કૃષ્ણના ઉપર્યુક્ત વચન સાંભળી, ભાઈને આશ્વાસન આપી શકાતુર બનેલા બલભદ્રદેવ નરકમાંથી નીકળીને મનુષ્યલોકમાં આવ્યા. બંધુપ્રેમથી પ્રેરાઈને જે પ્રમાણે કૃષ્ણ કહેલું તે પ્રમાણે દેવે બળરામ અને કૃષ્ણની મૂર્તિને બનાવી આકાશમાં વિમાનમાં સ્થાપના કરી, લેકીને આકાશવાણીથી કહ્યું કે- જે કઈ આ બળરામ અને કૃષ્ણની મૂર્તિની પૂજા-ઉપાસના કરશે, તેને પુત્ર–પરિવાર આદિ સર્વ ઈચ્છિત ફળ મલશે. અને જે કોઈ મનુષ્ય દેવાધિદેવની બુદ્ધિથી બળરામ અને કૃષ્ણની મૂર્તિની પૂજા-ઉપાસનાભક્તિ નહી કરે તેના ધન ધાન્ય, અને કુટુંબની હાનિ થશે.” આ પ્રમાણે લેકેને કહીને દેવે લેકે પાસે મંદિર બંધાવી કૃષ્ણની ઉપાસના શરૂ કરાવી. જે લોકે રામ-કૃષ્ણની ભક્તિ કરતા, તરત જ દેવ તેના મનવાંછિત પૂર્ણ કરતા, આથી સુખના અભિલાષી લોકે વિષ્ણુની ઉપાસના કરતા થઈ ગયા. અને જે કઈ દુશમન બળરામ અને કૃષ્ણની હેલન કરે કે નિંદા કરે, તેને
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy