SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ શરણાગત છું. સત્પુરુષા પરોપકારના કાર્ય માં વિલંબ કરતા નથી.' વિદ્યાધરની વાત સાંભળીને પ્રદ્યુમ્ને કહ્યું : ‘તુ' જરાયે ચિંતા કરીશ નહીં. હું તને મુક્ત કરીશ.' આ પ્રમાણે કહીને અને તેને અતિ ના થાય, ભય ના રહે તે માટે અને પેાતાના વચનની પ્રતીતિ કરાવવા માટે તરત જ તેના ખધનો તોડી નાખ્યાં. જેવા બંધનથી મુક્ત થયા કે તરત જ મનોજવ પેાતાના ઉપકારી પ્રદ્યુમ્નને પૂછ્યા વિના શત્રુને મારવા માટે તેની પાછળ દોડ્યો. નાસતા એવા મનોજવને પકડીને વસંત વિદ્યાધર વિનયપૂર્ણાંક પ્રદ્યુમ્નની પાસે લાવીને ખેલ્યા : ‘અરે સત્પુરુષ, આ કેવા કૃતઘ્ન અને નિષ્ઠુર છે કે જે પેાતાનો ઉપકાર કરનાર એવા મહાપુરુષને પૂછ્યા વિના જ દોડી ગયા ? હુ એની રાહ જોઈને જ બેઠા હતા. મારા શત્રુને પકડીને આપની પાસે લાવ્યા છું. આપની મહેરબાનીથી જ એને જતા કરૂ છું, નહીંતર એનું જીવિત હમણાં જ પૂરું થઈ જાત. તેા મનોજવ, જરા વિચાર કર અને મનમાં કૃતજ્ઞભાવ ધારણ કર.' વસંતના વચનથી મનોજવે નમ્ર નીને પ્રદ્યુમ્નની માફી માગી અને કુમારને એ વિદ્યા, સુંદર હાર અને ઈન્દ્રજાલની વિદ્યા આપી. વસંતકે પણ પેાતાની રૂપ–લાવણ્યમતી અતિસુંદરી નામની કન્યા પ્રદ્યુમ્નને આપી. પ્રદ્યુમ્નના વચનથી મનેાજવ અને વસ'તક એકબીજાનુ' વેર ભૂલીને મિત્ર થઇને રહ્યા. ૧૯ ततो वसंतकेनापि, निजा सुतातिसुंदरी । कन्या धन्या सलावण्या, मदनाय समर्पिता । २५। ततोऽपि लाभतं दृष्ट्वा सर्वेऽपि खेचराः । खेदात्कालवनं निन्यु-स्तं च वक्रस्वरुपकाः । २६। तस्य दूरे स्थितो वज्र - मुखोऽभाषिष्ट बांधवान् । निःशंकमत्र यो गच्छे - त्स लाभं लभते शुभं ॥ लाभलुब्धस्तदीयेन वचसा सदनो ययौ । तेन ध्वस्तेन दैत्येना-स्येषुपौष्यं धनुर्ददे ॥ २८ ॥ उन्मादनं शोषणं च तापनं मदनं हृदि । मोहनं मानिनीनां च पौष्याः पंच शरा अमी । २९॥ मोहनेन मृगाक्षीणा - मुन्मादनेन देहिनां । प्राग्जन्म पुण्यपुण्येन, यथार्थो मदनोऽभवत् । ३० । આ પ્રમાણે લાભ લઈને આવતા પ્રદ્યુમ્નને જોઈને સર્વે વિદ્યાધરકુમારો વક્રર્મુખવાળા થઈને કાલવનની સમીપે ગયા. દૂર રહીને વજ્રમુખે કહ્યું : ‘આ વનમાં નિઃશંકપણે જે જાય તેને શુભ લાભની પ્રાપ્તિ થાય.' તેના વચનથી લાભમાં લેાભી બનેલેા પ્રદ્યુમ્ન કાલવનમાં ગયા. ત્યાં રહેલા દૈત્યની સાથે યુદ્ધ કરીને દૈત્યને પરારત કર્યા. પ્રસન્ન થયેલા દૈત્યે પાંચ પુષ્પ ધનુષ્ય આપ્યાં. ઉન્માદ, શાષણ, તાપન, મદન અને સ્ત્રીઓના ચિત્તનું હરણ કરનાર માહન નામનું ધનુષ્ય, આ પ્રમાણે સ્ત્રી-પુરુષાને ઉન્માદ પેદા કરવાથી, શાષણ અને સંતાપ કરાવવાથી, હૃદયમાં વિકાર પેદા કરાવવાથી તેમજ મેાહિત કરાવવાથી પૂર્વજન્મના પુણ્યયેાગે પ્રદ્યુમ્ન જગતમાં મદન (કામદેવ) નામથી પ્રસિદ્ધ થયા. क्षेमेण लाभसंपूर्ण, तं दृष्ट्वा मत्सरात्खगाः । कातराणां महाभीति - मगच्छन् भीमकंदरां ॥ गत्वाचे वजदंष्ट्रेण, यो गच्छत्यत्र मानवः । कामरुपकरीं शक्ति, स संप्राप्नोत्यनारतं ॥३२॥ तद्वाक्यान्मदनः शूरो, जनयन्न विचारणां । गतवांस्तत्र यावत्स, तावत्तत्पतिरागतः ॥३३॥ युद्धेन स जितो यावत्तावत्तेन समर्पितं । दिव्या सुमनसां शय्या, छत्रं च कुसुमोत्तमं । ३४।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy