SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર અમને આ તાપથી દૂર લઈ જાવ.” માતાપિતાના આવા દુઃશ્રાવ્ય અને દુ:ખપૂર્ણ વચન સાંભળીને રામ અને કૃષ્ણ પિતાના રથ ઉપર બંને માતાઓને અને પિતાને બેસાડ્યા. અને અશ્વોને જેતરીને જેવા ચલાવવા જાય છે, ત્યારે અસુરે આવીને મંત્રિત મનુષ્યની જેમ અશ્વોને થંભાવી દીધા, અને એ અશ્વો ઉપર અગ્નિને વરસાદ વરસાવ્યો. ક્ષણમાત્રમાં અશ્વોની રાખ થઈ ગઈ. કૃષ્ણ અને બલભદ્ર પોતે ગર્વથી રથ ઉપાડો કે તુર્ત જ સંગ્રામમાં જેમ ધનુષ્ય ભંગ થાય તેમ રથનું ધાંસરું ભાગી ગયું. તેમ છતાં પણ માતાપિતાની રક્ષા કરવા માટે બંને ભાઈઓ જેમ તેમ કરીને બલપૂર્વક દ્વારિકાના દરવાજા સુધી રથને લાવ્યા. દરવાજા સુધી આવતા રસ્તામાં લોકોને આર્તનાદ સંભળાતે :- “હે કૃષ્ણ, હે બલદેવ, અમારી રક્ષા કરો. અમારી રક્ષા કરે. અમો બળી રહ્યા છીએ. એમાંથી અમને બચાવો.” આ પ્રમાણે લોકોને પોકાર અને રૂ સાંભળતા કૃષ્ણ અને બલભદ્ર દુઃખી દુઃખી થઈ ગયા. દ્વારિકાનગરીના બંધ કરેલા દરવાજાના કમાડને બલભદ્ર જમણા હાથે તેડીને, બે હાથે રથને જ્યાં બહાર કાઢે છે, ત્યાં દુષ્ટ અસુરે સાક્ષાત્ પ્રત્યક્ષ થઈને કહ્યું :- “અરે રામ-કૃષ્ણ, આટલે બધે મોહ શા માટે રાખો છો ? શા માટે આટલી વિડંબના કરો છો ? મેં તમને પહેલાં કહેલું છે કે તમને બે ભાઈઓને છોડીને આખી દ્વારિકાને ભસ્મીભૂત કરીશ. એ માટે તો મેં મારા તપને વેચીને નિદાન (નિયાણું) કર્યું છે. તે એ નિયાણું શું તમારા બલથી ફેગટ જશે? માટે તમે અહીંથી ચાલ્યા જાવ. આ પ્રમાણે પાપાત્મા અસુરના કથનથી દુ:ખી થયેલા માતાપિતાએ કહ્યું – “રામ-કૃષ્ણ, તમે બે જાવ. તમો જીવતા હશે, તે આપણે યદુવંશ જીવિત રહેશે. અમારા માટે તો તમે ઘણો પ્રયત્ન કર્યો, પરંતુ કાળ કેઈને છેડતો નથી. ભવિતવ્યતા દુઃસાધ્ય છે. અમે પહેલા ભગવાન નેમિનાથ પાસે સંયમ લીધું નહીં. તે આ કર્મના ફળ ભેગવવાનો સમય આવ્યો. ખેર, હવે અમે પરમાત્માના ધ્યાનમાં લીન બનીએ છીએ. તમે અહીંથી જાવ.” આ પ્રમાણે માતાપિતાએ કહેવા છતાં આંખમાંથી અશ્રુધારા વહાવતા બંને ભાઈઓ મેહથી ત્યાં ઊભા રહ્યા. વસુદેવ, દેવકી અને રોહિણીએ પ્રથમ ભગવંતની સાક્ષીએ ચારે પ્રકારના આહારના પરચખાણ કર્યા. “સંસારના દુઃખનો નાશ કરનારા એવા શ્રીભગવાન નેમિનાથ આ ભવ અને ભવાંતરમાં અમારા શરણરૂપ હો! અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનપ્રણીત ધર્મ એ ચારેનું અમને શરણ હો.” આ પ્રમાણે સ્વયં આરાધના કરીને જીવિતની આશાથી મૂકાયેલા એ ત્રણે આત્માઓ મુખમાં પંચપરમેષ્ઠિ મંત્રનો જાપ કરતા રહ્યા, ત્યારે દુષ્ટાત્મા અસુરે એ ત્રણે ઉપર અગ્નિને વરસાદ વરસાવ્યો. ત્રણે જીવો શુભ ધ્યાનથી મારીને દેવકમાં ઉત્પન્ન થયા. પિતાની નજર સમક્ષ માતાપિતાના દેહને રાખ(ભસ્મ) થતા જોઈને રોધાર આંસુથી રડતા રામ-કૃષ્ણ નગરીની બહાર જીર્ણ ઉદ્યાનમાં ગયા. गत्वा तत्र स्थितौ याव-त्तौ दुःखै स्फुटदुर्बलौ । ज्वालामालाकुलां दह्य-मानां पुरीमपश्यतां॥ निर्गच्छतो महाज्वाला-हस्तेनैव पराक्रमात् । आकृष्याकृष्य मध्येऽग्नि-रक्षिपन्नागरानिहव ।। रत्नानां भित्तयस्तत्र, बभूवश्छगणोपमाः । गोशीर्षचंदनस्तंभाः, शुष्कंधनानुकारिणः ।६१॥ यथा पर्वत,गाणि, कल्पांतकालमारुतेः । पतंत्यत्र तथा सद्म-कपिशीर्षाण्यपीपतन् । न तो शुश्रुवतुबंधू, हाहाकाररवं विना। ज्वालाधूमान् विना नान्यत्, समैक्षेतां निजेक्षणः ।।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy