SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૫ २४३ વિચરી રહ્યા છે. હું દુરાત્મા, બહુલ સંસારી કે જે વિષય સુખમાં લુબ્ધ બની સંસારમાં ચૂંટી રહ્યો છું. મારું મન ચારિત્ર લેવા માટે કેમ તૈયાર થતું નથી ? આ પ્રમાણે ખેદ કરતા કૃષ્ણને જોઈને ભગવાન નેમિનાથે મધુર વચનથી કહ્યું :- ‘કૃષ્ણ, તમે એવું ના કરો. જે વાસુદેવ હોય છે, તે પૂર્વજન્મમાં નિદાન (નિયાણું) કરીને આવ્યા હોય છે. તેથી વાસુદેવના ભવમાં તેઓ સંસાર ત્યાગ કરી શકતા નથી. તેથી તેઓ મરીને અવશ્ય નરકમાં જાય છે. વિષ્ણુ, તમે પણ મરીને “વાલુકાપ્રભા” નામની ત્રીજી નરકમાં જશે.” ભગવંતનું વચન સાંભળીને કૃષ્ણને અત્યંત દુઃખ થયું. ત્યારે ભગવંતે ફરીથી કહ્યું - “કૃષ્ણ, તમે વિષાઢ ના કરે. આ ભરત ક્ષેત્રમાં આવતી ચોવીસીમાં તમે બારમા અમમ નામના તીર્થંકર થશો.’ બલભદ્ર અહીંથી મરીને બ્રહ્મલેક નામના પાંચમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થશે. ત્યાંથી ચ્યવીને મનુષ્ય થશે. ત્યાંથી ભરી દેવલોકમાં દેવરૂપે થશે. અને ત્યાંથી ચ્યવીને મનુષ્યભવ પામી તમારા જ ( બારમા તીર્થંકરના ) તીર્થમાં તપવડે કર્મનો ક્ષય કરી મોક્ષગતિને પામશે.” આ પ્રમાણે કૃષ્ણને ભવિષ્યવાણું કહીને ભગવાન શ્રીનેમિનાથ પરિવાર સહિત અન્યત્ર વિહાર કરી ગયા, અને કૃષ્ણ પણ નમસ્કાર કરીને ઉદાસીનભાવે દ્વારિકા નગરીમાં આવ્યા. जानन्नश्चयिकी वार्ता-मविषादोऽपि माधवः । द्वारवत्यां पुनर्भूत्यै-रुद्घोषणामकारयत् ।। नयत्यान्नगरीदाहो, द्वादशाब्दे भविष्यति । अतो धर्मेककर्त्तव्ये, प्रवर्तव्यं सुखाथिभिः ॥१८॥ तदुद्घोषणमाकयें,लोकाः सुखाभिलाषिणः । आचाम्लादितपोधर्मे प्रावति भयातुराः ॥ ततो द्वैपायनो मृत्वा, बभूवाग्निकुमारकः। विभंगज्ञानतस्तत्र, स्मरन् प्राग्वैरमाययौ ॥२०॥ देवपूजातपोदान-व्रतयात्राक्रियादिषु । धर्मकर्मसु तत्रासौ, निरतं जनमैक्षत ॥२१॥ धर्मकर्तव्यमाहात्म्या-च्छलं विलोकयन्नपि । स दुष्टात्मावकाशं न, कथमप्युपलब्धवान् ॥ द्वादशे हायने पूर्णे, जाते तत्र निवासिनः। अजानन् मनुजाः क्वापि, क्षयं गतः स तापसः ॥ अथ क्रीडां वयं कुर्मो, यथेच्छमिति नागराः । चितयंतोऽभवन्मद्य-पानादिरसिका भृशं ।२४। ततः पातकिना तेना-प्यवाप्यावसरं निजं। उत्पाता विविधा व्यक्ती-चक्रिरे तत्र दुस्सहाः॥ નિયતિ અને ભગવંતની સત્ય વાણીને જાણતા છતાં કૃષ્ણ દ્વારિકા નગરીમાં ફરીથી ઉદ્ઘેષણ કરાવી - “આજથી બારમે વર્ષે દ્વારિકાને દાહ નિશ્ચિત છે, તેથી સુખાથીઓએ ધર્મકાર્યમાં રક્ત બનવું.” આ પ્રમાણેની ઉદ્દષણ સાંભળીને સુખના અભિલાષી અને ભયથી વિહલ બની ગયેલા લોકો આયંબિલ આદિ તપધર્મમાં વિશેષ પ્રવૃત્તિ કરનારા થયા. દ્વૈપાયન નિદાનપૂર્વક ત્યાંથી મરીને અગ્નિકુમાર નિકાયમાં દેવરૂપે ઉત્પન્ન થયો. ઉત્પન્ન થતાની સાથે વિલંગજ્ઞાનથી પોતાના પૂર્વજન્મનું મરણનું કારણ જાણીને પૂર્વને વૈરભાવ જાગ્રત થયો. તે દેવ દ્વારિકા નગરીમાં આવ્યો. ત્યાં તપ, જપ, દેવપૂજા, દાન, વ્રત, પરચખાણ, યાત્રા આદિ ધર્મક્રિયામાં સતત લીન થયેલા દ્વારિકાના લોકોને જોયા. એ છિદ્રને જેતે રહ્યો, પરંતુ ધર્મકાર્યના પ્રભાવથી તે દુષ્ટાત્માને કેઈ અવકાશ મલ્યો નહી. એમ કરતાં અનુક્રમે બાર વર્ષ પૂર્ણ થતાં દ્વારિકાવાસી લોકો અજ્ઞાનતાથી સમજ્યા કે “હવે એ તાપસ તે કયાંય ગય હશે! એને તે નાશ થઈ ગયો. આપણે હવે તપ જપ આદિ ધર્મ કરવાની કંઈ જરૂર નથી. હવે તે ખાવ, પીઓ ને
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy