SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર न ज्ञायते भवेद वृष्टि-रथवा नाब्दमुन्नतं । वीक्ष्य प्रस्फोटयेः कुभं, कथं त्वं जलपूरितं ॥१९॥ एवं पितुः परेषां च, निशम्य स्नेहिलं वचः ।प्रद्युम्नोऽभ्यदधत्स्नेह-वजितः स्फूजितद्युतिः ।२०। त्वयाषि ज्ञायते ताता-स्ति राज्यं नरकप्रद । भोगा रोगविधातारो, विलासाः स्वप्नसन्निभाः। कमला चपला विद्यु-त्झात्कार इव वर्तते। यौवनं वनवच्छुष्ये-दायुःपानीयमंतरा ॥२२॥ भवंतोऽपि च शृण्वंतु, भो भूपा वचनं मम । स्याद्वादोऽपि न यष्माभि-विज्ञेयो जिनभाषिते ॥ प्राचीतः पश्चिमायांचे- दुदेति गगनध्वजः। तथापि नो विभोर्नेमेः, कथितं विफलं भवेत्॥ अस्मादसारतो देहात्, कैवल्यं यदि साध्यते । तद वायं प्रमाणं स्या-दन्यथा कि प्रयोजनं ।२५। शुद्धं प्रद्युम्नवैराग्य-मिति ज्ञात्वा सभासदः। चमत्कृता दधुस्तेषु, केऽपि वैराग्यमुत्कटं ॥२६।। पुत्रं विज्ञाय बिभ्राणं, भवसौख्यविरक्ततां । पितापि मौनमाधाय, संस्थितो दुःखपूरितः ।२७। એક વખત બલભદ્ર, વિદ્યાધરે, રાજાઓ અને યાદવોથી પરિપૂર્ણ રાજસભામાં સિંહાસન ઉપર શ્રીકૃષ્ણ બેઠા હતા. બંદીજને સ્તુતિ કરતા હતા અને સેવકે ચામરો વીંજતા હતા. ઈન્દ્રની જેમ કૃષ્ણ શોભી રહ્યા હતા, ત્યાં રાજકુમારની સાથે પ્રદ્યુમ્નકુમારે રાજસભામાં આવી પિતાને નમસ્કાર કરીને અવસરને પામી વિજ્ઞપ્તિ કરી :- “પિતાજી, સંસારની અનિત્યતાને સમજાવનારી ભગવાન નેમિનાથની દેશના સાંભળીને મારું મન વૈરાગી બન્યું છે. સંયમ ગ્રહણ કરવા માટે ઉત્સુક બન્યું છે. પિતાજી, આપની કૃપાથી મેં બધી જાતના ભોગે ભગવ્યા, હવે તે ભોગોને નાશવંત જાણું મારું મન ભેગોથી ઉભગી ગયું છે. આથી આ૫ મને દીક્ષા ગ્રહણ કરવા માટે આજ્ઞા આપો. જેથી હું ચારિત્ર ગ્રહણ કરીને ભગવંતની દેશના નિરંતર સાંભળું.” પ્રદ્યુમ્નના વેરાગ્યપૂર્ણ વચન સાંભળીને શ્રીકૃષ્ણ અત્યંત દુઃખી થયાબલદેવ આદિ રાજાએ પણ પ્રદ્યુમ્નને વૈરાગી જાણી દુ:ખી થયા, છતાં આશ્ચર્ય પામ્યા. મુકુંદે કહ્યું – “પવિત્રબુદ્ધિવાળા, હે પુત્ર, હમણ શું તારે દીક્ષા લેવાના અવસર છે ? ધીરપુરૂષોમાં ધીર, વીરપુરૂમાં વીર. ભેગી પુરૂષોમાં ઉદાર ભેગી, અને તેજસ્વીઓમાં તું અત્યંત તેજસ્વી છે. તારા આ યૌવનકાળમાં રાજ્યભોગ અને વિલાસના દિવસો છે, એને તું ભોગવટો કર. હાલ તારા માટે ચારિત્ર ગ્રહણ કરવું જરા પણ યોગ્ય નથી. તેથી હે પુત્ર, હમણાં તું સામ્રાજ્યને ગ્રહણ કર અને અનેક પ્રકારના ઉદાર ભેગોને ભગવ, વૃદ્ધાવસ્થામાં સંયમ લેજે. આ પ્રમાણે કૃષ્ણ પ્રદ્યુમ્નને સમજાવ્યા બાદ, એ વાતને જ પુષ્ટ કરતા બીજા રાજાઓએ પણ પ્રદ્યુમ્નને કહ્યું – “પ્રદ્યુમ્ન, તારા જેવા ૌર્યવાન અને પરાક્રમી પુત્ર, દ્વારિકાને ક્ષય થવાને છે, એ જાણીને પહેલેથી જ ડરી જાય છે? “ગગનમંડલમાં મેઘ ચઢયો છે તેથી વૃષ્ટિ થશે, એવું માનીને જલથી ભરેલા કુંભને શું કઈ પહેલેથી ફાડી નાખે ખરા?' તેમ દ્વારિકાને ક્ષય થવાના છે એટલે શું પહેલેથી ડરીને ભાગી જવાનું હોય એ તે જે કાળે જે બનવાનું હશે તે બનશે. માટે પ્રદ્યુમ્ન, હમણાં તું દીક્ષા લેવાની વાત કરીશ નહી.” આ પ્રમાણે પિતાના અને બીજા રાજાઓનાં સ્નેહપૂર્ણ વચન સાંભળીને વિરાગી બનેલા તેજસ્વી એવા પ્રદ્યુમ્ન કહ્યું: “પિતાજી, આપ પણ જાણે છે કે રાજ્ય નરકને આપનારૂં છે. ભેગે રોગને કરનારા છે. વિલાસ સ્વપ્ન સમાન છે. લક્ષમી વિજળીના ચમકારા સમાન ચંચળ
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy