SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર વાનની પાસે જઈને દીક્ષા ગ્રહણ કરી, વસુદેવ વિના સમુદ્રવિજય આદિ દશ દશાë, ભગવતની માતા શિવાદેવી, તેમજ ભગવાનના સાત ભાઈ એ અને શ્રીકૃષ્ણના ઘણા કુમારે એ પણ સંયમ અંગીકાર કર્યું. “મારા હાથ ઉપર હાથ ના આવ્યો, પરંતુ મારા મસ્તક ઉપર ભગવાનને હાથ મૂકાવું.” એમ માનીને રાજિમતીએ પણ ભગવાન નેમિનાથ પાસે દીક્ષા ગ્રહણ કરી. કનકાવતી, દેવકી અને રોહિણી સિવાય વસુદેવની ૭૨ હજાર પત્નીઓમાંથી ઘણી સ્ત્રીઓએ પણ ચારિત્રગ્રહણ કર્યું. રાણી કનકાવતી ગૃહસ્થવાસમાં રહેલી હતી. છતાં શુભ ભાવના ભાવતાં ક્ષપકશ્રેણી ઉપર આરૂઢ થઈને કેવલજ્ઞાન પામી, ત્યારે ભગવાન નેમિનાથે સમવસરણમાં કનકવતીને કૈવલ્યજ્ઞાન પ્રાપ્ત થયાની વાત કરી. તે સાંભળીને દેવોએ ત્યાં જઈને કેવલજ્ઞાનને મહોત્સવ કર્યો. અહ, મારા કેવલજ્ઞાનની પ્રસિદ્ધિ થઈ ગઈ છે, તે હવે ગૃહવાસમાં રહેવું યોગ્ય નથી.” એમ માનીને કનકવતીએ (પૂર્વભવમાં નલરાજાની રાણી દમયંતી હતી, તે આ કનકાવતી) પણ સ્વયં પ્રવજ્યા ગ્રહણ કરીને, ભગવાન નેમિનાથ પાસે જઈને પ્રભુને પૂછીને, ત્રીસ દિવસનું અનશન કર્યું. ત્યાં શુકલધ્યાનમાં લીન બની કનકવતી નિર્વાણ પામી. अथ नेमिनाथस्य, विधाय विनयं स्वभूः । पप्रच्छ देशनाप्रांते, द्वारिकायाः स्वरूपकं ॥१००॥ उत्पत्तिस्थितिनाशाढ्य, स्वरुपं वस्तुनस्त्रिधा । ततः कथं द्वारिकाया, यादवानां च मे क्षयः । स किं भावी स्वभावेन, परेण जनितोऽथवा । परस्मिन्नपि देवेन, मनुष्येण कृतोऽथवा ॥२॥ तदोवाच जिनौ विष्णुं, द्वारवत्याश्च तापसः । बहिः शौर्यपुराख्यस्या-श्रमे तिष्ठति शर्मणा ॥ स चान्यदा नीचकुलां, कांचिदादाप्य कन्यकां । जगाम यमुनाद्वीपं, बुभुजे तत्र तेन सा ॥४॥ तया सूतः सुतस्तस्य, कृतां द्वैपायनाभिधा । ब्रह्मचारी परं तत्र, स तिष्ठेद्यदुसौहृदात् ॥५॥ सांबाद्यास्ताडयिष्यंति, मद्यपानात्तमेकदा । क्रुद्धः सोऽपि पुरीमेनां, सयदून ज्वालयिष्यति ॥ जराकुमारतो भ्रातु-भविष्यति मृतिस्तव । श्रुतं तन्नेमिना प्रोक्तं, समग्रैरपि यादवः ॥७॥ अहो यदुकुलांगारो, वर्ततेऽयं दुराशयः । अन्योन्यं कथयामासु-रिति व्यग्राशयाः समे ॥८॥ द्वारवत्या मनुष्याणां, वदनान्निर्गतं वचः। निशम्य नेमिनाथेन, भाषितं खेदवानभूत् ॥९॥ वसुदेवसुतो भूत्वा-प्यहं चेबंधुघातकः । तमुत्र किमवस्थित्या, वर्तते मे प्रयोजनं ॥१०॥ विमृश्यन्निति चित्ते स, नमस्कृत्य जिनाधिपं । निकेतनं निजं गत्वा, तूणीरद्वयमग्रहीत् ।११। उभयोः पक्षयोरात्म-रक्षायै तूणयुग्ममृत् । हस्ते धनुर्दधत्कृष्ण-रक्षार्थं वनवास्यभूत् ॥१२॥ अदभ्रो द्वारिकालोको द्वैपायनोऽपि तापसः। द्वारिकायदुरक्षार्थ, वनवासमसेवत ।।१३॥ कृष्णोऽप्यनर्थमूलां च, मदिरापाननिमिति । विजानन्नगरीमध्या-त्सर्वत्रापि न्यषेधयत् ॥ कदंबपादपात्पार्श्व-प्रवतिन शिलोच्चये । शिलाकुंडेषु मद्यानि, जोर्णान्याप जहुर्जनाः ॥१५॥ દેશનાના અંતે ભગવાન નેમિનાથને વંદન કરી કૃષ્ણ વિનયપૂર્વક દ્વારિકાનું સ્વરૂપ પૂછ્યું: 'मत, तना पहा उत्पत्ति, स्थिति भने विनाशशील छोय छे. तो शिना, भारे। અને યાદોને ક્ષય કઈ રીતે થશે? તે ક્ષય સ્વાભાવિકપણે થશે કે કેઈના ઉપદ્રવથી થશે?
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy