SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ સ-૧૩ ૨૦૭ -- 6 થી પિરવરેલા રાજુમતી પણ ગવાક્ષમાંથી જાન લઇ ને આવતા નિમકુમારને અનિમેષ નયને જોઇ જોઈને આનંદ માણી રહી છે. ત્યાં જાનૈયાઓના ભેાજન માટે હરણીયાં, બકરા આદિ પશુપક્ષીને વાડામાં રાખેલા, તે ભયભીત થયેલા જીવાના કરૂણ સ્વર – આ નાદ નૈમિકુમારે સાંભન્યા. તેટલામાં ઉગ્રસેન રાજાના મહેલમાંથી સુહાગણ સ્ત્રીએ મહગલ કલશે! લઈ ને ગાતી ગાતી આવી. જમણી અને ડાબી બાજુ રહેલાં મૃગલાં અને સસલા આદિ પશુઓના આનાદ સાંભળીને કરૂણાના ભંડાર નૈમિકુમારે સારથીને પૂછ્યુ ‘ સારથિ, આ કરૂણ સ્વર કયાંથી આવે છે?” સારથિએ કહ્યું ઃતમારા વિવાહ માટે લાવેલા પશુઓના આ આનાદ છે. આપના પાણિગ્રહણ પછી આ પશુઓના વધ કરી સ્વજનાને તેનું ભેાજન કરાવવામાં આવશે.’ સારથીનું વચન સાંભળીને કરૂણાર્દ્ર હૃદયવાળા નેમિકુમાર વિચારવા લાગ્યા :– પ્રાણીઓને પીડા કરવી એ પાપનું કારણ છે. અહા, દુરાચારી લેાકેા પાપથી જરાયે ડરતા નથી. પેાતાના સુખને માટે અનેક જીવાની હત્યા કરે છે. અજ્ઞાની લેાકેા અજ્ઞાનવશ દયામય ધર્મોને સમજતા નથી. એમ પણ નથી જાણતા કે આ જીવિતના નાશ પછી નરકની કેવી ભય'કર વેદના ભાગવવી પડશે. એ તા ઠીક, પણ એટલા તેા વિચાર કરવા જોઇએ કે આ બિચારા પશુએ તૃણુ અને ઘાસ ખાનારા, ઝરણાના પાણી પીનારા, અને જગલમાં રહેનારા, તેમને એક માત્ર રસના સ્વાદ ખાતર શા માટે મારવા જોઇએ ? જેવું આપણું જીંવત આપણને વ્હાલું છે, તેવું પશુઓને પણ પાતાનુ જીવિત વ્હાલુ હાય છે. એક કાંટા આપણા પગમાં લાગવાથી શરીરમાં કેવી પીડા થાય છે ? તેા આ બિચારા પશુઆને શસ્ત્રના ઘાતથી કેવી પીડા થતી હશે? કેવું દુઃખ થતું હશે? અરે, એક બાજુ મોંગલકાર્ય કરે છે, જ્યારે ખીજી બાજુ પશુઆના ઘાતથી અપમ’ગલ કરે છે, તા એ પેાતાનું મહાન મંગલ કયાં રહ્યું ? જો હું મારા જ્ઞાનથી આ જીવાની હિંસાનું નિવારણ ના કરૂ' તેા અજ્ઞાની પાપી જીવામાં અને મારામાં ફરક શું?' આ પ્રમાણે વિચારીને નૈમિકુમારે સારથીને કહ્યું :• રથ પશુઓના વાડા પાસે લઇ જા.' પ્રભુની આજ્ઞાથી સારથી રથને વાડા પાસે લાવ્યા. રથમાંથી ઉતરીને કરૂણાવત ભગવંતે વાડામાં રહેલા સર્વે જીવાને મુક્ત કર્યા. તારણથી (લગ્નમ`ડપથી) રથને પાછા વાળી પશુઓના વાડા તરફ લઈ જવામાં આવ્યા ત્યારે કોલાહલ થઈ ગયા. કૃષ્ણ આદિ યાદવાએ પગ પકડીને નમસ્કાર કરવા છતાં, ઘણું ઘણુ· સમજાવવા છતાં અને સ્ત્રીઆએ કરૂણ રૂદન કરવા છતાં, સાંસારિક સુખની અનિત્યતાને ભાવતા અને મનમાં ચારિત્રગ્રહણના સંકલ્પ દ્રઢ કરીને, ભગવાન નેમિકુમારે દ્વારકા નગરી તરફ પ્રયાણ કર્યું.. અને પેાતાના આવાસમાં આવ્યા. ત્યારે ચારિત્રકાળને જણાવનારા લેાકાંતિકદેવાએ અવસર પામીને નૈમિકુમારને ચારિત્રગ્રહણ માટે વિજ્ઞપ્તિ કરી. પ્રભુને ચારિત્રગ્રહણની ઇચ્છાવાળા જાણીને કૃષ્ણે કહ્યું :− · હે ભ્રાતા, મારી એક વિનતિ સ્વીકારો. આપ એક વખત પાણિગ્રહણ કરી વધૂનુ' મુખ મને અને માતા શિવાદેવીને બતાવા. જેથી અમને ઘણી શાંતિ અને સંતાષ થશે. અને મારા માથે કલંક ના આવે.’ એ પ્રમાણે સમુદ્રવિજયથી માંડીને વસુદેવ સુધીના દશે દશાર્ઘાએ, ખીજા રાજાઓએ, યાદવાએ અન કૃષ્ણના પિતા, પિતામહે પણ ઘણા ઘણા આગ્રહ કર્યો, છતાં નેમિકુમાર કાઈ રીતે લગ્ન કરવા માટે સ`મત થયા નહી. પરંતુ બધાના આગ્રહથી એક વર્ષે ઘરવાસમાં રહી યાચકાને ઇપ્સિત ધન આપી લોકોની દરિદ્રતા દૂર કરી. तिर्यग्लोकाद्वशायुक्ता, नरेंद्राश्च नरा अपि । तदाजग्मुचतुःषष्टि- सुरेंद्रा भूरिभक्तयः ॥९०॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy