SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ શાંબ–પ્રદ્યુમ્ન ચારિત્ર जिनः प्रोधाच यावत्ते, ध्यानं पूर्ण भविष्यति । तावत्संरक्षयिष्यामि, तावकीं वाहिनीमिमां ।। इति प्रोक्ते जिनेशेन, कृष्णः संतुष्टमानसः । पवित्रे स्थानके ध्वान-चिकीर्षयैव संस्थितः ॥ जरासंध इतो ज्ञात्वा, जराग्रस्तं हरेर्बलं । चतुरंगबलान्वीत, आगाद्युद्धविधित्सया ॥२०॥ तस्मिन वर्षति बाणौघा-ऽनवच्छिन्नप्रधारया। अंगारान वर्षति चाभ्र,किमित्याशंकितं नरैः ॥ अथ नेम्याज्ञाया दिव्यं, रथं संन्यस्य सर्वतः । मातलिमियामास, जलावर्त्तमिवानिलः ।२२। त्रिजगद्व्यापिना शंख-शब्देनाखिलवैरिणां । त्रासं विधाय शक्रस्या-स्फालयद्भगवान् धनुः ।। टणत्कारः कृतस्तस्य, यदा श्रीनेमिनाहता। तदादधत बाधिर्य,, जरासंधस्य सैनिकाः ॥२४॥ प्रक्षिप्ता धनुषा तेन, यदा जिनेन मार्गणाः । अशृण्वानास्तदा तेऽस्थु-बधिरा इव दूरतः ।२५। बिभ्यंस्ते जरासंध-सैनिका मार्गणौघतः । दूरमेव स्थिताः सर्वे, प्राणरक्षाविधित्सया ॥२६॥ ततस्तेषां जिनेंद्रोऽपि, प्रभूतकरुणावशात् । चिच्छेद वर्मकोदंड-बाणान् पुनर्न जीवितं ॥२७॥ પિતાના પુત્રોની તેમજ સૈન્યની ખુવારીથી રાત્રિમાં નિદ્રા નહીં આવવાથી જરાસંધ વિચારે છે કે “શત્રુઓ શસ્ત્રોથી કોઈ રીતે જીતી શકાય તેમ નથી. એના માટે બીજો કોઈ ઉપાય વિચારવો પડશે.” આમ વિચારતા યાદ આવી ગયુ કે “શત્રુના સમસ્ત સૈન્ય ઉપર કાષ્ઠની જેમ મૃતઃપ્રાયઃ કરી નાખે એવી જાવિદ્યાને મુકું. જેથી શસ્ત્ર વિના જ શત્રુસૈન્ય મરણને શરણ થઈ જશે.” આ પ્રમાણે રાત્રિમાં વિચારીને મગધપતિ જરાસંધે જરાદેવીની આરાધના કરી. પ્રસન્ન થયેલી જરાદેવીએ કૃષ્ણના ચતુરંગી સૈન્ય ઉપર જરાવિદ્યા મૂકી. ભગવાન નેમિનાથ, કૃષ્ણ અને બલભદ્ર આ ત્રણ સિવાય કરોડો સૈનિકોના શરીરમાં શલ્યની જેમ જરાનો પ્રવેશ થયો. જરાવિદ્યાના પ્રભાવથી જરા વિનાનું વૃદ્ધપણું મરણ વિનાનું મરણ અને રોગ વિનાનું રોગીપણું, યાદના શરીરમાં અનુભવાવા લાગ્યું. કેટલાક બાળકની જેમ નિર્વસ્ત્ર બનીને, જમીન ઉપર આળોટવા લાગ્યા, કેટલાક ધૂળમાં જેમ તેમ પડી રહ્યા. કેટલાકના મુખમાંથી રૂધિરનું વમન થયું. કેટલાકના મુખમાંથી લાળ ટપકવા લાગી. કેટલાકને કફની પીડા થઈ તે કેટલાક સૈનિકોને ઝાડા-પેશાબ થવા લાગ્યા, પ્રભાતમાં શૂન્યશૂન્યાકાર એવી સૈન્યની કઈ હિલચાલ નહી જેવાથી ગભરાયેલા કૃષ્ણ છાવણીમાંથી બહાર આવીને સૈન્યનું એકાએક આવું વિપરીત સ્વરૂપ જોઈને, મ્યાનમુખ શ થઈ ગયા. ભગવાન નેમિનાથને કણે કઈ- ભાઈ. આપણા સૈન્યમાં લક્ષયાધિ અને સહસ્ત્રાધિ યોદ્ધા છે. તેઓની પણ કેમ આવી પરીસ્થિતિ થઈ? બલભદ્ર પણ પીડાઈ રહ્યા છે. બાકી સૈન્યમાં રહેલા તમામ સુભટેની આંખ ઉપરથી અને કંઈક ધીરા શ્વાસોશ્વાસ ચાલતા હાવાથી લાગે છે કે આ લેકે જીવિત છે, બાકી આપણા મહાયોદ્ધાઓમાં એક માખી ઉડાડવાની પણ શક્તિ લાગતી નથી. હવે મારાથી તે આ શત્રુ દુઃસાધ્ય લાગે છે. આપ અનંતશક્તિના ધારક છો, તો આપ શત્રુથી આપણા સૈન્યનું રક્ષણ કરે. શત્રુ દંભી લાગે છે. છતાં હું એકલે પણ શત્રુની સાથે યુદ્ધ કરીને, વિજયશ્રીને વરીશ. પરંતુ આપણુ આ સૈન્ય સારૂ કેવી રીતે થશે?' નારાયણના દીન વચન સાંભળીને નેમિકુમારે અવધિજ્ઞાનના પ્રભાવથી “આ જરાવિદ્યાનું કામ છે.” એમ જાણુને કૃષ્ણને કહ્યું- “વિષ્ણુ, તમારા સૈન્ય ઉપર જરાસંધે જરાવિદ્યા મૂકી છે. તેથી સઘળું સૈન્ય વિધુર બની ગયુ છે. તમે કહ્યું કે હું એકલો શત્રુને છતીશ.” એ
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy