SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-૯ ૧૩ तदोभयोः परिज्ञानं, धीराधीरत्वसंभवं । भविष्यति मनुष्यत्व-देवत्वप्रकटीकरं ।।४। वचनेन तदीयेन, सोऽपि प्रादुर्भवत्क्रुधः । योध्धुं साधु कुमारेण, प्रारेभे तेन सोऽपि च ।४५। जयः पुण्यवतो जंतों-रुभयोर्युद्धयमानयोः । कुमारेण ततो लेभे, जयो विस्मयदायकः ।४६। नमेदाक्रांत एवात्र, प्रोद्धतो नान्यथा मदात् । इत्याक्रांतः कुमारेण, वापीपतिस्तमानमत् ॥ स जजल्प नमस्कृत्य, कुमारं किंकरोऽस्मि ते । अथ मेऽनुग्रहाय त्वं, गृहाण मकरध्वजं ॥४८॥ बहुशः कथिते तेन, जगृहे तेन स ध्वजः। मकरध्वज इत्याख्य-स्तदादिमर्दनोऽभवत् ।४९। ततोऽपि लाभसंयुक्तं, वीक्ष्यागतं तमक्षिभिः । खगाः खगा इवाभूवन्, विवेकपरिवर्जिताः ।५०। “મનુષ્યના શરીર ઉપર સ્નાન વિના આભૂષણે શોભતા નથી. તેની જાણ ન હોય તેમ વિદ્યાધરપુત્રે પ્રદ્યુમ્નને દેવાધિષિત વાવ પાસે લઈ ગયા. ત્યાં કઠેર હૃદયવાળા વજમુખે કહ્યું : આ વાવમાં નિઃશંકપણે જે કંઈ સ્નાન કરે, તેના શરીરની સુંદરતામાં ઓર વધારો થાય છે.” આ સાંભળી ભાઈઓને પૂછીને પ્રદ્યુમ્ન વાવમાં ઝંપાપાત કર્યો અને વાવનું પાણી બધું ડહોળી નાંખ્યું. ત્યારે તેને અધિષ્ઠાયક દેવ પ્રત્યક્ષ થઈને રોષપૂર્વક બેલ્યો : “રે પાપી, શું તું નથી જાણો કે આ વાવમાં દેવ અને દેવીઓ સિવાય કઈ પણ માનવ સ્નાન કરી શકતો નથી. તેથી હે દુષ્ટ, મારૂં આ વાવનું જલ કેમ અપવિત્ર કર્યું? જા, અહીંથી તારા પ્રણે લઈને ચાલ્યો જા, નાહક મરણને શરણ થઈશ. વળી મનુષ્યોનું જીવન ક્ષણિક છે, તેથી હે રાંક, તું અહીંથી ચાલ્યો જા. મારા રવર૭ જલને અપવિત્ર ના કર.” ત્યારે ધૈર્યવાન એવા પ્રદ્યુમ્ન કહ્યું : “દૂર રહ્યો રહ્યો છું બકવાસ કરે છે ? જે તે શૂરવીર હોય તે આવી જા મારી સામે યુદ્ધમાં વીરતા અને કાયરતાની પરીક્ષા થશે. ભલે હે માનવ છું, પરંતુ તારા દેવત્વમાં કેટલું સામર્થ્ય છે તે મને બતાવ !” આ પ્રમાણે પ્રદ્યુમ્નના વચનથી ઉશ્કેરાઈને દેવે પ્રદ્યુમ્નની સાથે યુદ્ધનો પ્રારંભ કર્યો. યુદ્ધ કરતા ઉભયપક્ષમાં પુણ્યશાળીને જ જયશ્રી વરે છે. એ રીતે પ્રદ્યુમ્નને આશ્ચર્યકારી વિજય થયો. નમ્ર હોય તે જ દબાય છે. પરંતુ ઉદ્ધત માણસ ક્યારેય પણ દબાતું નથી. તેથી કુમારથી દબાયેલા દેવે પ્રદ્યુમ્નને નમસ્કાર કરીને કહ્યું : “હું આપનો સેવક છું. તે મારા પર અનુગ્રહ કરીને આ “મકરધ્વજને ગ્રહણ કરો.” દેવના આગ્રહથી કુમારે મકરધ્વજ ગ્રહણ કર્યો. ત્યારથી પ્રદ્યુમ્ન-કામદેવનું બીજું નામ “મકરધ્વજ' કહેવાય છે. વાવમાંથી પણ લાભ લઈને આવેલા પ્રદ્યુમ્નને જોઈને વિદ્યાધરકુમારે ખગા = પક્ષીઓની જેમ વિવેકભ્રષ્ટ બન્યા. सुवर्णस्य परीक्षा स्या-दग्निप्रक्षेपणाद्यथा । पुण्यस्यास्य तथा वह्नि-प्रक्षेपात्सा विधीयते ॥५१॥ इति तं प्रापयंस्तेऽग्नि-कंडस्य ज्वलतोंतिकं । तत्र प्राप्यग्रजः प्रोचे-ऽनुजाः शृणुत मद्वचः ॥५२॥ प्रविशेदग्निकुंडेऽत्र, साहसेन निजेन यः । चितितार्थं समादाय, स भवेद्धरणीधवः ॥५३॥ गत्वात्रापि परीक्षेऽहं, मत्पुण्यमिति चितयन् । प्रद्युम्नस्तस्य वाक्येना-विशत्तत्राविलंबतः ।५४। तत्र प्रज्वलतोंगारान, विद्यासिद्ध पुमानिव । हस्ताभ्यां समुपादाय, चिक्रीड लीलयैव सः ।५५।
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy