SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૮ શબ-પ્રદ્યુમ્ન ચરિત્ર हते दुर्योधने तस्य, सैनिकाः स्वामिजिताः । भेजुहिरण्यनाभाख्यं, सेनानीत्वेन विश्रुतं ।४८। સમુદ્રવિયે શત્રુના સેનાપતિ હિરણ્યનાભને, સ્વિમિતે માલવનરેશ ભદ્રકને, અભ્યય. વાન અક્ષોભ્ય વસુસેનને, સાગરે મિત્રપુર નરેશ મિત્રેશ્વરને, લક્ષ્મીવાને ધૃષ્ટ્રને, હિમવાને અથી. એના દાતા ઘુમ્નને, ધરણેન્દ્ર જેવા તેજસ્વી ધરણે અંબરાષ્ટકને, ઈદ્રસમાન અભિચ શતધન્વાને, લેકનાં કલ્યાણકારક પૂરણે દ્રૌપદ રાજાને, સત્યનેમિએ મહાપદ્મને. સનેમિએ કુંભિજકને, દ્રઢમિએ શ્રીદેવને હણમાત્રમાં નિઃશસ્ત્ર કરી દીધા. અને તેમને શરણે લાવ્યા, તેમજ બીજા પણ પરાક્રમી યાદવેએ શત્રુ સેનાના અન્ય સુભટોને ઘાયલ કરી બંદીવાન બનાવ્યા. ચાલી રહેલા ભયંકર સંગ્રામમાં ભીમ, સુવર્ણની કાંતિસમાન અર્જુન, વેત દાંતની પંક્તિથી શોભતા રામ (બલભદ્ર) ની “તવદન” નામને પુત્ર અને બલભદ્ર... આ બધા ધૃતરાષ્ટ્રના પુત્રના સૈન્યનું વિદારણ કરતા હતા ત્યારે તે ધૃતરાષ્ટ્રના પુત્ર વાયુથી કંપાયમાન થયેલાં પાંદડાઓની જેમ ધ્ર જતા હતા. પક્ષીઓની જેમ ચારે બાજુથી બાણાની વર્ષોથી આકાશ આચ્છાદિત થઈ ગયું. તે જાણે વાદળોથી ઘેરાયેલા ટુર્દિનમાં જેમ મેઘના બિંદુઓ પડતા હેય તેમ ઘડાધડ પડતા બાણોની વર્ષો લાગતી હતી. જ્યારે અર્જુને પિતાનું ગાંડીવ ધનુષ્યને ખેંચીને બાણ છોડયા ત્યારે શત્રુઓના હાથનાં સ્થાન હાથ અને ધનુષ્યના સ્થાને ધનુષ્ય સ્તંભી જતાં હતાં. પિતાના બળથી ઉદ્ધત થયેલો પોતાની જાતને વિજેતા માનતે દુર્યોધન, અભિમાનથી હુંકાર કરીને યુદ્ધ કરવા માટે તત્પર થયે. યુદ્ધમાં શત્રુઓના માથાં, માથા વિનાના ધડ, છૂટા પડેલા હાથ પગના સમુહથી ત્રણ પ્રકારના જાણે ખાડા ના હોય, તેમ માથા, ધડ અને હાથપગના ઢગલા થયા. ચિત્રસેન, રામરાજ, જયદ્રથ, સૌવીરરાજા, સૂરસેન, જયસેન અને સેમક આદિ રાજાઓ સાથે મળીને બાણાવળી અર્જુનની સાથે યુદ્ધ કરવા લાગ્યા. શકુનિ સહદેવની સાથે, દુશાસન ભીમની સાથે, ઉલુક નકુલની સાથે, શલ્પક યુધિષ્ઠિત્ની સાથે, સત્યક દ્રપદની સાથે, રાહુલ ભૌપલની સાથે તેમજ શત્રુભાવને ધારણ કરનારા બીજા રાજાઓ કૃષ્ણના પુત્રોની સાથે ભયંકર યુદ્ધ ખેલી રહ્યા હતા. અર્જુને દુર્યોધન આદિ રાજાઓના બાણેની પંક્તિને પોતાના બાણોથી છેટા નાખી, તેમજ દુર્યોધનના સારથિ અને રથને પણ ક્ષણમાત્રમાં ભાંગી નાખ્યાં. ત્યારે ક્રોધાયમાન થયેલા બધા રાજાઓએ એકીસાથે અર્જુન ઉપર બાણને વરસાદ વરસાવ્યો. તે દશે શત્રુરાજાઓના બાણોને અગ્નિની જેમ અર્જુને ભસ્મીભૂત કરી નાખ્યા. શલ્યરાજાએ યુધિષ્ઠિરરાજાના રથ ઉપર રહેલી ધ્વજાને બાણોથી ઉડાડી મૂકી. ત્યારે યુધિષ્કિરરાજાએ પણ જાણે શલ્યની ચિકિત્સા કરતા ના હોય તેમ, શલ્યરાજાના ધનુષ્યબાણોને છેદી નાખ્યાં. ત્યારે ક્રોધાયમાન થયેલા શલ્યરાજાએ બીજા ધનુષ્યબાણ લઈને વેગપૂર્વક બાણની વર્ષોથી યુધિષ્ઠિરને ઢાંકી દીધા. તે જોઈને અર્જુને વિજળી ના ઝબકારાની જેમ શલ્ય ઉપર “શક્તિ” નામના શસ્ત્રને મૂકયું. તેથી ત્યાંને ત્યાં જ શલ્ય મરણને શરણ થયા. ત્યારે શલ્યરાજાની રક્ષા માટે પડખે રહેલા બીજા રાજાએ પોતાના જીવનની રક્ષા માટે ત્યાંથી નાસી છૂટયા. ખરેખર સે–સેવકભાવ ત્યાં સુધી જ રહે છે કે જયાં સુધી જીવિત હોય છે. દુર્યોધનને બંધુ દુશાસન કે જે વારંવાર જુગારમાં હારી ગયેલા પાંડેને યાદ કરાવી કરાવીને ચીડવતું હતું, તે દુશાસનને ભીમે ગદા પ્રહાર કરીને માર્યો. કપટયુદ્ધ કરવામાં કુશલ એવા (શકુનિ) ગાંધાર ઉપર સહદેવે જીવિતને નાશ કરનારૂં બાણ મૂક્યું. શકુનિના રથમાં પાછળથી આવતા તે બાણને દુર્યોધને તીક્ષણ છરીથી છેદી નાખ્યું. ત્યારે
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy