SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ સગ–૧૩ ૧૮૫ કૃષ્ણના સમસ્ત સૈન્યમાં જયજયારવને પ્રચંડ શેષ સાંભળીને જરાસંધના સૈન્યમાં એકદમ ભ વ્યાપી ગયો. જરાસંધના ચક્રવ્યુહ અને કૃષ્ણના ગરૂડભૃહ-એ બંને વ્યુહની આગળ રહેલા સુભટો રણુતાંડવને ખેલતા જાણે આનંદથી નૃત્ય કરતા ના હોય તેમ લાગતા હતા. બંને પક્ષના સુભટો અનેક પ્રકારના શસ્ત્રો લઈને કલ્પાંતકાળના મેઘની જેમ શસ્ત્રોની વર્ષા કરવા લાગ્યા. છતાં બંનેમાંથી એક પણ વ્યુહને જરાપણ ભેદી શક્તા નથી. જેમ મહાન તાર્કિક (નૈયાયિક) એક બીજાની યુક્તિ-પ્રયુક્તિને ભેદી શકે નહીં. તેમ એક પણ વ્યુહ ભેદી શકાતો ન હતો. ત્યારે જરાસંધના મુખ્ય સેનાપતિ હિરણ્યપ્રભરાજાએ, હક્કાર કરીને કૃષ્ણના સૈન્યની મેખરે રહેલા સુભટને હાંકી મૂક્યા. ગરૂડવ્યુહની આગળ રહેલા પરાક્રમી અને દૌર્યવાન એવા સર્વ સુભટ અને ગરૂડધ્વજની પતાકાને ઉછળતી જોઈને પડખે રહેલા મહાનેમિ અને પાર્થ, તેમજ મધ્યમાં રહેલા અનાવૃષ્ણિ તરત જ સામે આવીને ઉભા રહ્યા. મહાનેમિએ અદ્ભુત શંખ ફૂંકીને સિંહનાદ કર્યો. અનાવૃષ્ણિએ અર્જુન અને દેવદત્ત નામનો શંખ ફૂકો. તેમજ બીજા કરોડો યાદવોએ પણ જોરથી રણવાજિંત્રો વગાડયાં. વાજિંત્રોના અને ત્રણે શંખના ભયંકર અવાજથી જરાસંધની સેનામાં એકદમ ક્ષોભ વ્યાપી ગયો. મહાનેમિ, અનાવૃષ્ણિ અને ધનંજય-એ ત્રણે દુર્જય યોદ્ધાઓએ કલ્પાંતકાલના અગ્નિના ગોળાની જેમ બાણની વર્ષા વરસાવી. અને ત્રણેના નામથી અકિત ના હોય તેમ ચક્રવ્યુહના ત્રણ સ્થાનને ભેદી, વચમાં માગ કરી, ત્રણે સુભટોએ ચકવ્યુહમાં પ્રવેશ કર્યો. તરત જ જરાસંધના સૈન્યમાં રહેલા દુર્યોધન, રૂકિમકુમાર અને રૂધિરરાજા, પોત પોતાના સૈન્ય સહિત યુદ્ધ માટે સામે આવીને ઉભા રહ્યામાત્સર્યભાવથી દુર્યોધને ધનજયને, રૂધિરરાજાએ અનાવૃષ્ણિને અને રૂકિમકુમારે મહાનેમિને રોકી રાખ્યા. એ છએ રાજાઓનું યુદ્ધ અને બીજા પણ અભિમાની સુભટોનું રથ સાથેનું ભયંકર રથ-યુદ્ધ જામ્યું. મહાનેમિએ પોતાની જાતને વિમાની માનતા રૂઝિમરાજાને રથ અને શસ્ત્રો વિનાને કરી નાખ્યા. વધસ્થાને રહેલા શસ્ત્ર-અસ્ત્ર વિનાના રૂઝિમરાજાની રક્ષા કરવા માટે તરત જ શત્રુતપન આદિ સાત રાજાઓ યુદ્ધ કરવા માટે આવ્યા. તે સર્વેએ એકીસાથે બાણેનો વરસાદ વર્ષાવ્યો, પરંતુ મહાનેમિએ તેમના ધનુષ્ય બાણને ક્ષણમાત્રમાં છેદી નાખ્યાં. આ પ્રમાણે લાંબુ યુદ્ધ ચાલવા છતાં, મહાનેમિનો ક્ષય નહીં થવાથી શત્રુતપન રાજાએ પ્રગટપ્રભાવી શક્તિ નામનું ભયંકર રાસ્ત્ર છોડયું. ચારે બાજુ અગ્નિની જવાલાઓ છેડતી શક્તિને આવતી જોઈને યાદવોની સેનામાં ક્ષોભ વ્યાપી ગયો. હાહાકાર કરતા યાદવોએ શક્તિને તેડવા માટે ચારે તરફથી હજારો બાણેની વર્ષા વરસાવી. પરંતુ શક્તિ શસ્ત્રની આગળ તે બધા બાણે આગના તણખાની જેમ ઉડી ગયા. ત્યારે યુદ્ધવિશારદ માતલિ સારથીએ ભગવાન નેમિનાથને કહ્યું – “પ્રભે, આ શક્તિ મહાનેમિના પ્રાણ લઈ લેશે, તે એના બચાવ માટે વા સિવાય બીજુ કંઈ શસ્ત્ર કામમાં નહીં આવે. આપ કૃપા કરીને શક્તિને તેડવા બાણમાં વજને સંક્રમાવે.” ભગવાન નેમિનાથે કહ્યું – “તું જ વજનું સંક્રમણ કરીને બાણ મૂક.” ભગવાનના આદેશથી માતલિ–સારથિએ તરત જ બાણમાં વજને મૂકયું, વજે શક્તિને તોડીને જમીનમાં ઘૂસાડી દીધી. રાજાના ધ્વજા સહિત રથને અને તેના છત્રને છેદી નાંખ્યું. તેમજ તેની સાથે રહેલા છએ રાજાના બાણને ક્ષણવારમાં છેદી નાખ્યાં. ત્યારે ભ્રકુટિ ચઢાવીને ક્રોધે ભરાયેલો રૂઝિમરાજા બીજા રથ ઉપર આરૂઢ થઈ, શત્રુંજય આદિ આઠ રાજાઓની સાથે મહાનેમિની સાથે યુદ્ધ કરવા તત્પર થયા. રૂકિમરાજા આદિ આઠે રાજાઓ જે જે ધનુષ્યબાણ ચઢાવે છે, તે તે બાણેને સમુદ્રવિજયને પરાક્રમી પુત્ર મહાનેમિ ક્ષણમાત્રમાં છેદી નાખે ૨૪.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy