SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શાંબ–પ્રદ્યુમ્ન ચાસ્ત્રિ જીવે છે. અને તે દ્વારિકામાં સુખપૂર્વક રાજ્ય ભોગવી રહ્યા છે. આ પ્રમાણે કહીને પોતાની પ્રતિજ્ઞા જરાસંધને કહી. પોતાની પુત્રીની દુખપૂર્ણ વાત સાંભળીને ક્રધાતુર બન જરાસંધ, પુત્રીને આશ્વાસન આપીને બોલ્યો -“પુત્રી, તું રૂદન કરીશ નહી. તારા પતિનું તે હજુ ઘણું પુણ્ય છે કે તેના ગુણોથી આકર્ષાયેલા, તેને યાદ કરનારા અને તેના માટે દુઃખથી રૂદન કરનારા ઘણા છે જબરે મારા અપરાધી એ બે શેવાળીયા અને યાદવને એવો નાશ કરી નાંખીશ કે તેના વંશનું નામનિશાન નહી રહે. એટલું જ નહિ, તેમને યાદ કરનારા કે તેના માટે બે આંસુ પાડનાર કોઈ નહી મળે. માટે બેટા, તું જરા પણ ચિંતા ના કરીશ. તારૂં દુઃખ દૂર કરવા માટે હું હમણુ જ રણભેરી વગાડું છું. મારા પર વિશ્વાસ રાખ. સત્યપ્રતિજ્ઞાવાળો જરાસંધ ત્યારે જ તારે જાણે કે જ્યારે એ બધાની રાખને ઢગલે તારી પાસે કરીશ.” આ પ્રમાણે પુત્રી જ યશાને આશ્વાસન આપીને તેણે જોરથી રણભેરી વગડાવી. पेलयित्वा चमं सर्वा स प्राह युद्धकारणं ! बाह्योत्साहोऽ भवत् सो तच्छ त्वा हि क्षीणधीः क्षये। वीरा अपि महाशौर्याः, सहदेवादयोंगजाः । षण्मासायुर्धरा देवा, इव चुक्षुभिरे हृदि ॥२५॥ चेदिराजः शिशुपालो, योद्धा हिरण्यनाम । दुर्योधनोऽपरेऽपोशाः, सर्वे मूका इवाभवन् ।२६। इत्याद्ये मिमिते सैन्ये, वार्यमाणोऽपि मंत्रिभिः। युयुत्सुः स्वयमेवाशु, जरासंधोऽभवद्यदा ॥ मौलेस्तदापतन्मौलि-हरिश्च कंठपीठतः । कुंडले पतिते तूर्णं, स्खलितास्यगतिस्तथा ॥२८॥ क्षुतमग्रेऽभवत्तस्य, विण्मूत्रमकरोत्करिः । पवनः प्रतिकूलोऽभूत्, पस्पंदे वामलोचनं ॥२९॥ अभ्रमन् गगने गृद्धा, मांसभक्षणलोलुपाः । इत्यादयोऽपशकुना, बभूवुस्तत्प्रयाणके ॥३०॥ तथापि न जरासंधो, युद्धकृत्यान्न्यवर्तत। पूरणार्थं प्रतिज्ञायाः, सुनिबद्धकमानसः ॥३१॥ मिलित्वा कटकेऽशेष, चलिते पुरतः पथि । तुमुलस्तादृशो जातो, येन न श्रूयते श्रुतौ ॥३२॥ कंपयन् वसुधापोठ-मारुह्य गंधहस्तिनं। चचाल पश्चिमामाशां. जरासंधः क्रुधारुणः ॥३३॥ જરાસંધની રણભેરીના અવાજથી ચારેબાજુથી સૈન્ય ભેગું થયું. સૈનિકોએ યુદ્ધનું કારણ પૂછયું ત્યારે જરાસંધે કહ્યું- “યાદવને સંહાર કરવા માટેનું આ યુદ્ધ છે.” સાંભળીને મહાપરાક્રમી એવા જરાસંધના સહદેવ આદિ પુત્ર, પોતાનું છ માસનું આયુષ્ય બાકી જાને જેમ દે હતોત્સાહ બની જાય તેમ હસાહ બની ગયા. તેમજ ચેરીરાજ શિશુપાલ, હિરણ્ય નામને પરાક્રમી સેનાપતિ તેમજ દુર્યોધન આદિ બીજા રાજાએ પણ મનમાં ક્ષોભ પામીને મૌન બની ગયા. મંત્રીઓએ ના પાડવા છતાં જરાસંધ પોતે જ યુદ્ધ કરવા માટે તત્પર બન્યો. પ્રયાણની તૈયારી કરતા જરાસંધના મસ્તક ઉપરથી મુગટ નીચે પડી ગયો. ગળામાંથી હાર તૂટી પડયો, કાનમાંથી કુંડલો પડી ગયાં, તેમજ જેવો પગ ઉપાડે છે ત્યાં ઠોકર ખાધી. તેની આગળ છીંક થઈ, પટ્ટહસ્તિએ વિષ્ટા-મુત્ર કર્યા. પવન પ્રતિકૂળ થયો, તેનું ડાબું નેત્ર કુરાયમાન થયું. તેમજ આકાશમાં માંસભક્ષી પક્ષીઓ ભમવા લાગ્યાં. આ રીતે જરાસંધના યુદ્ધ પ્રયાણ સમયે અનેક અપશુકન થવા છતાં પોતાની પ્રતિજ્ઞામાં દ્રઢચિત્તવાળા જરાસંધ પાછો વળ્યો નહીં. ખરેખર વિનાશકાળે વિપરીત બુધિ થાય છે. રસ્તામાં ચાલતા સમસ્ત સૈન્યને એટલે બધો કલા
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy