SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર સ્વયં પોતે દેડતી વાસગૃહમાં આવી. દુઃખદાયી એવા શબને જોઈને સત્યભામાં સ્તબ્ધ બની ગઈ. ક્રોધથી બેલી – “હે દુષ્ટ, પાપી તું અહીં કેમ આવ્યું છે? તને કોણે બોલાવ્યો છે? પારકી સ્ત્રીઓની સાથે બેસતાં તને શરમ નથી આવતી?” ત્યારે શાંબે કહ્યું – “માતા તને નમસ્કાર થાઓ. તે પોતે જ મને બોલાવ્યો અને મારો હાથ ઝાલીને તે તું મને નગરીમાં લાવી છે. મારા વચન ઉપર વિશ્વાસ ન આવતો હોય તે પૂછી જે બધા નગરવાસીઓને. અને અને તે જ સર્વલોક સમક્ષ આ કન્યાઓની સાથે મારે વિવાહ કરાવ્યો છે, અને હવે ફરી જાય છે? વાહ ધન્ય છે તારી ચતુરાઈને. ” વ્યાકુળ બનેલી સત્યભામાએ કૃષ્ણ સમક્ષ બલભદ્ર આદિ યાદવ રાજાઓ તેમજ નગરવાસીઓને ભેગા કરીને પૂછયું- “નગરજનો, તમે જે હોય તે સાચેસાચુ કહેજે-“શબને શું મેં નગરપ્રવેશ કરાવ્યું હતું? આ બધી કન્યાઓ સાથે શું મેં એના વિવાહ કરાવ્યો હતો?” ત્યારે નગરજનેએ હ્યું:- “હા, અમારા બધાના દેખતા જ સત્યભામાએ શાબકુમારને હાથ ઝાલીને નગરપ્રવેશ કરાવ્યો હતો, અને આ કન્યાઓ સાથે શાંબકુમાર વિવાહ પણ સત્યભામાએ જ કરાવ્યો છે.” નગરવાસીઓનું આ પ્રમાણેનું નિવેદન સાંભળીને સર્વ લેક સમક્ષ વિષ્ણુએ નવ્વાણું કન્યાઓ શાંબને આપી. કપટી, કપટથી મારી બધી કન્યાઓને પરણી ગયો” આ પ્રમાણે જોર જોરથી ગદગદસ્વરે બોલતી સત્યભામાં દુઃખી દુઃખી થઈ ગઈ. પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ થવાથી પ્રદ્યુમ્ન પણ નગરીમાં આવી શાંબકુમારને ધામધૂમપૂર્વક વિવાહ મહોત્સવ કરાવ્યો. ત્યારે રુકિમણી અને જાંબવતીને જેટલું આનંદ થયો તેના કરતા કંઈ ગણું વધારે દુઃખ સત્યભામાના દિલમાં થયું. पाणिग्रहणहर्षेण, वसुदेवं पितानहं । नमस्कर्तुं गतः सांबो, ह्य तमो विनयी भवेत् ॥८॥ नका पितामहं प्रोचे, युष्माभिर्गुणशालिभिः । चक्रे देशांतरे भ्राम, भ्रामं कांताविवाहनं ॥ मया त्वत्र स्थितेनैव, ता एकोनशतं द्रुतं । उद्वाहिता इति श्रुत्वा, सोऽवग्मा दर्शयाननं ।१०। पित्रा निर्वासितः कोपा-दनाहूतोऽपि कैतवात् । प्रविश्य द्वारिकामध्ये, कन्यास्त्वयोपयेमिरे॥ कूपदर्दुरतुल्यस्त्वं, वर्तसेऽद्यापि बालकः । पुर्यामितस्ततो भ्रांत्वा, पश्य मातृमुखं पुनः॥१२॥ अहं देशांतरे गत्वा, निजभाग्यं परीक्ष्य च । संग्राममुत्कटं कृत्वा, प्राज्याः पर्यणयं कनीः ।१३। भ्रात्रापमानितः किंचि-निःसृत्य रहसि स्वयं । वांछितः स्वजनैरागां,-कांतासमृद्धिपूरितः ॥ न पुनस्त्वमिवव्याजात्, प्रविष्टश्चौरवत्पुरि । तिरस्कारिवचः श्रुत्वा, जगौ सांबः कृतांजलिः ।। अज्ञानवशतः प्रोक्त, यन्मया बाल्यतोऽपि च । पितामहः समस्तं त-रक्षंतव्यं वत्सवत्सलैः । પાણિગ્રહણના હર્ષમાં શાંબકુમાર પિતામહ વસુદેવને નમસ્કાર કરવા માટે ગયે. ‘ઉત્તમ પુરૂષોમાં વિનય ગુણ સહજ હોય છે.” દાદાને નમસ્કાર કરીને પોતાની બહાદુરી બતાવતા કહ્યું: આપ તે મહા ગુણવાન છે. છતાં દેશ-દેશાંતરોમાં ભમી ભમીને આ સ્ત્રીઓને પરણ્યા, જ્યારે હું તે અહીંયા રહીને જ એકી સાથે નવ્વાણું કન્યાઓ પરણ્યો.” ત્યારે વસુદેવ ખીજાઈને બોલ્યા- “જા જા, તારું મોઢું બતાવીશ નહી. શાની તું બહાદુરી મારે છે? તારા પિતાએ તે તને દેશનિકાલ કર્યો હતો. બેલ,વ્યા વિના જ કપટથી દ્વારિકામાં પ્રવેશી ગયો, અને એજ કપટ
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy