SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૨ ૧૫૫. આવીને સર્વ પ્રથમ કૃષ્ણને નમસ્કાર કર્યા અને પછી ઉચિત સ્થાને બેઠા. શાંબ, પ્રદ્યુમ્નની પાસે અને સુભાનુ ભાનુકુમાર પાસે બેઠે. બંનેને જોઈને સભાસદો ખૂબ આનંદ પામ્યા. ત્યારે રાજસભામાં બલભદ્રની સાથે પાંડવો જુગાર રમી રહ્યા હતા. તેજસ્વી બંને બાળકોને જેઈને, પાંડવો અને બલભદ્દે જુગાર રમવા તેઓને બોલાવ્યા. ત્યારે શાંબે પ્રદ્યુમ્નની સામે જોઈને પોતાની બુદ્ધિથી કહ્યું -“જ્યાં વૃદ્ધ પુરૂષો રમતા હોય ત્યાં બાળકોથી ના રમી શકાય.” તેમ છતાં પાંડવોએ ખૂબ આગ્રહ કર્યો ત્યારે પ્રદ્યુમ્ન અને ભાનુકુમારે કહ્યું – “કઈ શરત મૂકાય તે જ આ બંનેને રમાડી શકાય.” ત્યારે સભાજનેએ કહ્યું -“બહુ સારૂં. એ વાત બરાબર છે. કેઈને કઈ શરત મૂકવી જોઈએ.” સભાજનોએ વિચારીને એક કરોડ નૈયાની શરત કરી. (જે હારે તે વિજયીને કરોડ સેનામહોર આપે) સાક્ષીરૂપે કૃષ્ણ વગેરે યાદવોને રાખ્યા. સુભાનની સાથે સ્વેચ્છાપૂર્વક રમતા સર્વ લોકેના તાં, ક્ષણમાત્રમાં શાંખકુમાર જીતી ગયો. ત્યારે શાંબે કહ્યું – “પહેલાં મને મારી જીતેલી કરોડ સોનામહોરો લાવી આપે, પછી બીજીવાર રમીશ.” ત્યારે ભાનુકુમારે સત્યભામા પાસેથી કરોડ સેનૈયા લાવીને શાંબને આપ્યા. તરત જ શાંબકુમારે તે કરાડ સેનૈયા યાચકોને દાનમાં આપી દીધા. ત્યાર પછી સત્યભામાએ એક બલવાન કુકડો મોકલ્યો, અને કહેવડાવ્યું કે “આ કુકડાને શબકુમારને કુકડે જીતી લે તો બે કરોડ સેનૈયા આપું.” ત્યારે પ્રધુને વિદ્યાશક્તિથી બનાવેલો કુકડો શાંબને આપ્યો. બુદ્ધિશાળી શાંબે સુભાનના કુકડાને ક્ષણવારમાં હરાવી દીધા. બે કરોડ સેનામહોરો જીતીને મેળવી. શાબે તે બે કરેડ સોનામહે પણ યાચકને દાનમાં આપી દીધી. ત્યાર પછી સત્યભામાએ ઈર્ષ્યાથી એક સુંદર ફલ મેકવ્યું અને કહ્યું – “આ ફલથી બીજું ચઢીયાતું સુંદર ફલ શાબ લાવી આપે તો તેને ચાર કરોડ સેનૈયા આપું.” પ્રદ્યુમ્નની વિદ્યાશક્તિથી શાંબે સુભાનુના ફલને જીતી લઈ ચાર કરેડ સેનૈયા મેળવ્યા. એ પણ યાચકોને દાનમાં આપી દીધા. ત્યાર પછી ચડસાઈથી સત્યભામાએ સુંદર બે વસ્ત્ર મોકલીને કહેવડાવ્યું : “આ બે વસ્ત્રને જીતે તે આઠ કરોડ નૈયા આપું.” પ્રદ્યુમ્નના કહેવાથી શબે વસ્ત્રયુગલને અગ્નિના કુંડમાં નાખી, તેને સુવર્ણના તંતુરૂપે બનાવી, તેને પાછું આપી ક્ષણમાત્રમાં આઠ કરોડ નૈયા મેળવી લીધા. વિલખી થઈ ગયેલી સત્યભામાએ એક હાર મોકલીને સેળ કરોડ સોનૈયાની શરત મૂકી. ત્યારે પ્રદ્યુમ્ન આપેલા હારથી શાં સત્યભામાના હારને જીતી લઈ, સેળ કરેડ સેનૈયા પ્રાપ્ત કર્યા. ત્યાર પછી બે કુંડલો મોકલીને બત્રીસ કરોડ સેનૈયાની શરત કરી. પ્રદ્યુમ્નની સહાયથી શાંબે એ પણ જીતીને બત્રીસ કરોડ સોનૈયા પ્રાપ્ત કર્યા. ત્યાર પછી સત્યભામાએ કૃષ્ણની રાજસભામાં “કૌસ્તુભમણી” મૂકીને ચેસઠ કરોડ સેનૈયાની શરતે મૂકી. શાંબે કહ્યું -“સારૂં સારૂં, તારે જે શરતે મૂકવી હોય તે મૂકી શકે છે.” એમ કહીને પ્રદ્યુમ્નના પ્રભાવથી ૬૪ કરોડ સેનયા જીતી લીધો. તેનાથી બમણું એનેયાની શરત કરીને સત્યભામાએ એક સુંદર અશ્વ મોકલ્યો. પ્રદ્યુમ્નની વિદ્યાથી વિકલા અશ્વથી શાંબે એના અશ્વને જીતી લઈ બમણું દ્રવ્ય પ્રાપ્ત કર્યું ! અને તે બધું દ્રવ્ય શાંબકુમારે યાચકને દાનમાં આપી દીધું. યાચક શબકુમારનો જયજયકાર કરવા લાગ્યા. “ખરેખર, દાતાર કોને પ્રિય ના લાગે ?” શાંઘકુમારને જીતવા માટે ભાનુ, સુભાન અને સત્યભામાએ જે પ્રયાસો કર્યા તે તે બધા જ નિષ્ફળ ગયા. મોક્ષ માટે દિગમ્બર. સ્ત્રીઓના પ્રયાસ જેમ નિષ્ફળ જાય તેમ શાંબ માટે સત્યભામાનો પ્રયાસ ફેગટ જવાથી સત્યભામાં ખૂબ જ વિષાદ પામી. એક દિવસે પ્રદ્યુમ્નને રાજસભામાં બેઠેલો જાણીને; “સત્યભામાએ શબકુમારને જીતવા માટે મોટું સૈન્ય મોકલીને કહેવ
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy