SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર सा जगौ त्वद्वियोगेन, दुःखमासीन्महन्मम । तदा जांबवती जाता, मददुःखेनैव दुःखिनो ।१४। मददःखेन विषादं सा, कों हर्षेण संमदं। वत्तंते जांबवत्येका, माम्कोनस्य शासने ॥१५॥ यदि दापयितुं हारं, शक्तिस्तव प्रवर्तते । तस्या एव त्वया दाप्य, उपायेन यथातथा ॥१६॥ किंतु तस्या विरोधोऽस्ति, समं नरकवैरिणा । कष्टेन दापनीयः स, भविष्यति त्वयांगज ।१७। अस्य हारस्य माहात्म्या-द्यदि तस्याः सुतो भवेत् । जातरूपस्य सौरभ्य-मेवान्यत्किमतः शुभं । मातुरेवं वचः श्रत्वा, गत्वा जांबवतीगृहं । नत्वा तच्चरणौ प्राह, प्रद्युम्नः कौतुकांकितः ।१९। तव चेन्मत्स्वरूपस्य, तनयस्य स्पृहा भवेत् । तदा ददामि मन्मातु-रिष्टायास्ते सुतं किल ॥ सा प्राह तनयो वत्स, यादृशस्तादृशोऽपि च । दुर्लभो वर्त्तते स्त्रीणां, कि पुनस्त्वादृशः सुतः ॥ पुनरप्याह सा सूनुः कथं त्वमर्पयिष्यसि । जनकेन त्वदीयेन, वैरुद्धयमस्ति सांप्रतं ॥२२॥ श्रुत्वेत्यूचेऽथ प्रद्युम्न-स्तां प्रति प्रीतिसूचकं । वचनं समये मातः, सर्व भावि शुभास्पदं ॥ स तस्याः कथयित्वेति, समेतश्च स्वमालयं । प्रपश्यन समयं तस्थौ, सामग्रीमिलनोचितं ॥ શુભ-અશુભ સમાચાર આપનારી “પ્રજ્ઞપ્તિવિદ્યા ના કહેવાથી સત્યભામાને પુત્ર માટે દેવે હાર આપ્યો. તે વિગેરે સમાચાર પ્રદ્યુમ્ન જાણી લીધા. જાણીને પોતાની માતા રૂકમણીને કહ્યું – માતા, તારે જે મારા જેવા બીજા પુત્રની ઇચ્છા હોય તે તને અપાવું.” રુકિમણીએ કહ્યું“વત્સ, હું તારાથી કૃતાર્થ છું. તે શૂકરની જેમ ઉદરને ભારભૂત બીજા પુત્રોથી સર્યું.' ફરીથી પ્રદ્યુમ્ને કહ્યું – “માતા, તારી જે ઈચ્છા ના હોય તે તારા પ્રત્યે પ્રેમ રાખનારી, તારી સાથે સખીભાવે રહેનારી બીજી કઈ કૃષ્ણની પટ્ટરાણી હોય તેને અપાવું. ત્યારે રુકિમણીએ કહ્યું:તારા વિશે જ્યારે હું દુઃખી હતી ત્યારે મારા દુઃખે દુઃખી થતી જાંબુવતીએ મને ઘણું આશ્વાસન આપ્યું છે. એટલું જ નહીં, મારું દુઃખ દૂર કરવા એણે ઘણે પ્રયત્ન કર્યો છે. હાલ મારૂં સુખ જોઈને તે રાજી રાજી થઈ ગઈ છે. એ જાંબુવતી દાસીની જેમ મારી આજ્ઞામાં છે. જે તારી શક્તિ હોય તો ગમે તે હું પાયે જાવાન અપાવ. પરંતુ એમ કરવા જતા કૃષ્ણની સાથે તારો વિરોધ થશે તે મેટી મુશકેલી ઊભી થશે. માટે સાવધાનીથી કામ લેજે. હારના પ્રભાવે જાંબવતીને તારા જેવા પુત્ર થશે તે આપણને સેનામાં સુગંધ ભળ્યા જેવું થશે. એનાથી વધીને બીજું શું સારું કહેવાય ?” માતાના વચન સાંભળીને કૌતુકી એ પ્રદ્યુમ્ન જાંબવતીના ઘેર ગયે. જાંબવતીના ચરણમાં નમસ્કાર કરીને કહ્યું – માતા. તારે મારા જેવા પુત્રની ઇચ્છા હોય તે મારી માતાને તું અધિક પ્રિય હોવાથી તેને અપાવું. ત્યારે જાંબવતીએ કહ્યું : “બેટા, જે તે પુત્ર હોય, તોયે હું મારું સદ્દભાગ્ય માનું. બાકી તારા જેવો પુત્ર તો મારા નસીબમાં કયાંથી હોય? વળી તું કેવી રીતે અપાવીશ? એમ કરવા જતાં તારા પિતાની સાથે તારે વિરોધ નહી થાય?” સાંભળીને પ્રધુને કહ્યું - “મા, તારે કંઇ ચિંતા કરવાની જરૂર નથી. વિદ્યાના પ્રભાવે સૌ સારૂં થશે સમય આવશે ત્યારે હું તને જણાવીશ.” એ પ્રમાણે જાંબવતીને સંતોષીને સમયની રાહ જોતા પ્રદ્યુમ્ન પોતાના સ્થાને ગયો. अन्यदा शाखिनां सार-पत्रपुष्पफलप्रदः । संतस्य समायातः समय: संमदप्रदः ॥२५॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy