SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર વિગેરે આપીને કનકમાલાને ખૂશ કરી. તેમજ તેમની સાથે આવેલા સ્વજને, વિદ્યાધરો અને સેવક વર્ગ, એ બધાને પણ યથાયોગ્ય ભેટ આપીને સંતુષ્ટ કર્યા. ત્યારબાદ પરિવાર સહિત કાલસંવર રાજાએ પ્રયાણ કર્યું. તેની પાછળ વિદાય આપવા માટે કૃષ્ણ અને રુકિમણી વિગેરે ચાલ્યા. તે બંને કેટલી ભૂમિ સુધી વળાવીને ઘેર પાછા ફર્યા. પરંતુ પ્રદ્યુમ્ન તે દૂર સુધી મૂકવા ગયો. કાલસંવર રાજા અને કનકમાલાએ અતિ આગ્રહ કરીને પ્રધુમ્નને પાછો મેકલ્યો. મહામહે. નતે પાછો ફરેલો પ્રદ્યુમ્ન, બંને પાલક માતાપિતાના ગુણોને યાદ કરતે દ્વારિકામાં આવ્યો. પ્રદ્યુમ્નની સંપત્તિ જોઈને સર્વે નગરવાસીઓ ખૂશ ખૂશ થયા. પ્રબળ પુણ્યશાળી પ્રદ્યુમ્નના ભાગ્ય-સૌભાગ્યની સંપત્તિ જાઈને કોને આનંદ ના થાય? નારદ ઋષિ, રુકિમણને પ્રબળ પુણ્યોદય જોઈને અને સત્યભામાનું દુઃખ જોઈને, પોતાની જાતને કૃતાર્થ માનતા ખુબ જ પ્રસન્ન થયા. (નારદ પોતાના મનમાં વિચારે છે કે હાશ, હવે સત્યભામાને મારા અપમાનને બદલો બરાબરને મળી ગયો !) જેણે જેવું કર્યું હોય તેને તેવા પ્રકારનું ફળ મળે છે.” આ પ્રમાણે મનમાં સંતોષ પામીને નારદજી સ્વસ્થાને ગયા. विषण्णा सत्यभामापि, कामपाणिग्रहोत्सवं । दृष्टाव निजतनूजार्थ-मन्यां कन्यामयाचत ।२०। मार्गयित्वा परां कन्या, विवाहस्य महोत्सवः । विशेषेण तयाकारि, स्वसुतस्यापि भूतये ।२१। परिणीय कनी प्राज्या-मभुक्त भानुरप्यलं । विराजत्परमं सौख्यं, नाकिनामपि दुर्लभं ॥२२॥ प्रद्युम्नौदार्यसौभाग्य-मयी कोतिर्मनोहरा । देशे देशे पुरे ग्रामे, प्रससाराभा इव ॥२३॥ संगमः पितृसुखावहो भवेत्. संकटादपि च यस्य देहिनः । प्राग्जनु नितधर्मजं फलं, __ ज्ञेयमाप्तपुरुषेण तस्य तत् ॥ विद्यालब्धिरनेकधा सुखकरी धर्माद्यशो निर्मलं, धर्मेण स्वजनप्रसंगभवनं धर्मेण संपत्तयः । संग्रामे विजयो भयोज्झितमतिविद्याधराः किंकराः, सहाय्यं सुकृतस्य सर्वमपि तत्संस्तूयमानोदयं इति पंडितचकचक्रवतिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीशांबप्रद्युम्नचरित्रे प्रद्युम्नस्य युद्धस्वजनसंगविवाहोत्सववर्णनो नामैकादशः सर्गः समाप्तः ।श्रीरस्तु। પ્રદ્યુમ્નને પાણિગ્રહણ મહોત્સવ જોઈને ખેદ પામેલી સત્યભામાએ પોતાના પુત્ર ભાનુકુમાર માટે બીજા રાજા પાસેથી રાજકન્યાની માગણી કરી. પુત્રને પાણિગ્રહણ મહોત્સવ પુત્રની આબાદી માટે બહુ સારી રીતે કર્યો. ભાનુકુમાર પણ રાજકન્યાને પરણીને માતાના પ્રતાપે દેવોને દુર્લભ એવા પ્રકારનું પરમ સુખ ભોગવવા લાગે. - હવે પ્રશ્નના દૌર્ય, ઔદાર્ય અને સૌભાગ્ય આદિ ગુણની સુવાસ દેશદેશ, ગામેગામ, અને નગરમાં સૂર્યના કિરણની જેમ પ્રસરી રહી. સંકટમાં પણ પ્રદ્યુમ્નને માતાપિતાનું સુખાકારી મિલન થયું, તેમાં તેના પૂર્વજન્મમાં કરેલા સુકૃતનું ફળ સમજવું. અનેક પ્રકારની વિદ્યા, લબ્ધિ, નિર્મલયશ, સ્વજનમિલન, અને સંપત્તિ–એ બધું ધર્મથી જ પ્રાપ્ત થાય છે. તેમજ યુદ્ધમાં વિજય, નિર્ભયપણું અને વિદ્યાધરો પણુસેવકરૂપે બન્યા, તે સર્વે પ્રદ્યુમ્નના પુણ્યનું ફળ સમજવું.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy