SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૧ ૧૩૯ वर्तामहे वयं धन्या, यद्विभोरीदृशः सुतः । तुष्यंत एवमन्येऽपि, प्रणता वसुधाधवाः ॥३३॥ प्रद्युम्नरूपमालोक्य, सर्वेऽतुष्यंश्च पार्थिवाः । प्रमोदते न को मर्त्यः, कामरूपविलोकनात् ।३४। प्रभूतमर्त्यसंघाता-दितो निःसृत्य भानुकः । अगच्छत्सत्यभामाया, अविलंबं निकेतनं ।३५। वजित्वा तत्र वेगेन, यावन्मातुः स भाषते । प्रद्युम्नागमनं चित्त-शल्यवद् दुःखदायकं ।३६ । तावता वाटिकावापी-वनानां स्यंदनस्य च । कन्याहरणपुष्पाणा-मपराधाः समागताः ।३७। तान् श्रुत्वा सत्यभामाया, यादृशी दुःखवेदना । शक्यते गदितुं नैव, ज्ञानिनाऽपि च तादृशी ।३८॥ લાંબા સમય સુધી પુત્રને આલિંગન આપી રહેલા શ્રીકૃષ્ણને હિતસ્વી એવા નારદજી, પ્રથમ પ્રદ્યુમ્નને ઉદ્દેશીને બોલ્યા :- “વત્સ, પ્રથમ તે જેમ વન ઉદ્યાન ઉજજડ કર્યા હતાં તેમ નગરીની પણ હાલ તેવી સ્થિતિ થઈ છે. તો હવે જલદીથી નગરીમાં જવું જોઈએ. તમારૂં આગમન નગરવાસીઓ ઈચ્છી રહ્યા છે. માટે તમારે બંનેને હાલ દ્વારિકામાં જવું જરૂરી છે. ત્યારે કૃષ્ણ નિસાસા મૂકીને ગદ્દગદ્દ સ્વરે બોલ્યા :–“સ્વામિ, બાંધવ અને સૈન્ય વિના નગરીમાં પ્રવેશ કેવી રીતે થઈ શકે? પહેલાં મને પુત્ર વિયોગનું દુઃખ શલ્યની જેમ ખૂંચતું હતું, હવે મારા સદભાગ્યે પુત્રનું મિલન થયું પરંતુ મારા માટે બંધુ વિના દિશાએ શૂન્ય, સૈન્ય વિનાનો હું શૂન્ય અને પત્ની વિનાનું ઘર શૂન્ય છે. તે નગરમાં પ્રવેશ કેવી રીતે કરી શકાય? ફક્ત અમે બંને રહ્યા છીએ. એમાં કેણ સ્વામી અને કેણ સેવક? કેણ છત્ર ધારક અને કેણ ચામર વિંઝનાર થશે ? નારાયણની દીનવાણું સાંભળીને પ્રમોદથી નારદજીએ કહ્યું – “હરિ, તું ખેદ ના કર. તમારો બંધુ જીવંત છે, સમસ્ત સૈન્ય પણ કુશલ છે. તેમજ ભાર્યા પણ સુખમાં છે. તમારે ભાગ્યોદય મહાન છે. જેને પ્રદ્યુમ્ન જેવો બલવાન પુત્ર છે, તેને લોકનિંદાકારી કેઈ ન્યૂનતા નથી. જેણે પિતાને દ્રોહ કરનાર એવા શત્રુને પણ હર્યો નથી, તે ગુણનિધાન શું પોતાના બંધુ અને સૈન્યને વિઘાતક બને? તારા પુત્રે આ બધી વિદ્યાને ચમત્કાર બતાવ્યો છે! નથી કેઈ હાથી ને અશ્વને કે સૈનિકને માર્યો! એક રૂધિરનું બિંદુ પણ તેણે પાડ્યું નથી. બધુ સલામત છે. માટે ગોવિંદ, જરાયે ચિંતા કરશે નહી. આ પ્રમાણે નારદે મધુરવાણીથી કૃષ્ણને સંતોષીને પ્રદ્યુમ્નને કહ્યું – “વત્સ, હજુ પણ ક્રીડા કરે છે.? મોટા પુરૂષની લાંબા સમય સુધી હાંસી કરવી તે સારું નહી. તેમાં પણ જગતમાં પૂજ્ય એવા પિતાની તે હાંસી ન જ કરવી જોઈએ. વિદ્યાથી ઉત્પન્ન કરેલી આ સમસ્ત માયાને સંહરીને જમીન પર પડેલા સઘળાયે સુભટને ઉઠાડ. વિદ્યાવડે મૂર્શિત કરેલા સઘળાંયે વીરપુરૂષોને ઉઠાડીને દુઃખી થયેલા તારા પિતાના હૃદયને સંતોષથી ભરી દે.” કરૂણાવંત કુલીન પુત્ર મુનિના વચનને અવશ્ય માન આપે છે.” નારદના વચનથી પ્રદ્યુમ્ન માયાને સંહરી મૂર્છામાંથી બધાને મુક્ત કર્યા, જે ધ્યાનથી મનુષ્યો નિદ્રિત થાય છે, તે જ ધ્યાન જાગતાની સાથે આવે છે. તેમ ઉંઘમાંથી (મૂછમાંથી) ઉઠતાની સાથે જ સંભ્રમથી બલભદ્ર આદિ સુભટો બાલવા લાગ્યા :- “ પકડે, પકડ, શત્રુને પકડો.' સંગ્રામના ધ્યાનથી આ પ્રમાણે બોલતા બલભદ્ર આદિને પિતાના પુત્રની વિદ્યાશક્તિને જાણતા માધવ બોલ્યો – ભે, ભે, તમે ઉભા રહો ! ઉભા રહો ! તમારું અને મારૂં અતુલ બળ મેં બરાબર જાણી લીધુ છે ! મારા એક જ પુત્રે તમને બધાને હરાવ્યા. સર્વવિદ્યાવિશારદ આ પુત્રે તમારા બધાને પરાજય કરીને એક રમત બતાવી છે! ખરેખર, આપણે બધા માટે લજજાકારી છે. વૈતાદ્યપર્વતથી પ્રદ્યુમ્ન આપણને
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy