SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર પ્રદ્યુમ્નના આવા ઉપહાસગર્ભિત વચન સાંભળીને અગ્નિમાં ઘી હોમાય તેમ કૃષ્ણને ધ વધુ પ્રજ્વલિત થયા. તેમણે ત્રીજું ધનુષ્ય લઈને બાણોની જોરદાર વર્ષા કરી દીધી. જેથી પ્રદ્યુમ્નના રથના ઘેડા, રથની ધ્વજા તેમજ સૈન્ય પલાયન થઈ ગયું ! પિતાના પલાયન થતા સૈન્યને જોઈ, પ્રદ્યુમ્ન વિદ્યાશક્તિથી બીજે રથ બનાવીને લડવા માટે ઉદ્યત થયો. કૃષ્ણ પણ વાયુવેગી અશ્વોવાળા રથ ઉપર આરૂઢ થઈને વિદ્યાથી મંત્રિત ‘વઢિય” નામનાં બાણને છોડયું. તેથી તરત જ ચારે દિશામાં ઝગારા મારતી વિદ્યુત જેવા દુસહ તણખાઓની વર્ષા થઈ. તે જોઈને પ્રદ્યુમ્ન પ્રતિપક્ષી “મેઘ” નામનું બાણ છોડયું. તેનાથી (મેઘથી) અગ્નિના તણખા શાંત થઈ ગયા. જેમ જેમ કૃષ્ણના બાણમાંથી તણખા ઉઠે છે તેમ તેમ પ્રદ્યુમ્નના મેધાસ્ત્ર બાણમાંથી પાણી વરસે છે ને અગ્નિ શાંત થઈ જાય છે. ત્યાર પછી કૃષ્ણ ભકારી એવું “વાયવ્ય” નામનું શસ્ત્ર છાડયું. તેનાથી ક્ષણમાત્રમાં મદોન્મત્ત હાથીઓ, અશ્વો, રથ અને સુભટો પાંદડાની જેમ ઉડવા લાગ્યા. ત્યારે તરત જ પ્રદ્યુમ્ન ‘તામસ” નામનું શસ્ત્ર મૂકયું. જેથી ચારે દિશામાં અંધકાર છવાઈ ગયો અને કૃષ્ણના સુમટો અંધ જેવા બની ગયા. આ પ્રમાણે વિવિધ જાતના આયુધથી પિતા-પુત્રને પ્રબળ સંગ્રામ ચાલતો રહ્યો. કોઈને પણ જય કે પરાજય થતો નથી. હવે કેધથી વ્યાકુળ બની ગયેલા કૃષ્ણ પ્રદ્યુમ્ન ઉપર બાણેની શ્રેણી છોડી તે પણ પ્રદ્યુમ્નના પુણ્યથી તેને પરાભવ થયો નહીં. આ પ્રમાણે કૃષ્ણનાં જેટલાં અમેઘ શસ્ત્રો હતાં તે બધાં એના ઉપર છોડયાંપરંતુ તે બધાં જ નિષ્ફળ ગયાં ! શસ્ત્રોની નિષ્ફળતાથી અને પોતાના સૈન્યના ક્ષયથી હરિ (કૃષ્ણ) વિચારમાં પડી ગયા : “આ બળવાન પાપી શત્રુ શસ્ત્રોથી તે જીતી શકાય તેમ નથી. હવે તે તેની સાથે મલ્લયુદ્ધ કરૂં તે જ જીતાય.” આ પ્રમાણે વિચારીને બળવાન કૃષ્ણ રથમાંથી નીચે ઉતરી કાયરોના કાળજાને કંપાવી મૂકે તે જમીન ઉપર પાદપ્રહાર કર્યો. (અહીંયાં કવિ કલ્પના કરે છે : “આ ધરતીમાં ઘણી ગુફાઓ (છિદ્રો) છે. તે કૃષ્ણના પાદપ્રહારને સહી નહીં શકવાથી કાયર પુરુષોને ધરતીમાં સમાવવા માટે જ જાણે ના હોય !) ક્રોધથી રૌદ્ર સ્વરૂપવાળા પિતાને રથમાંથી નીચે ઉતરેલા જોઈને, પ્રદ્યુમ્ન પણ મલ્લયુદ્ધ માટે તરત જ રથમાંથી નીચે ઉતર્યો. યશની ઈચ્છાવાળા બંને જણ નવા મલ્લની જેમ કાછાટા બાંધીને મલ્લયુદ્ધ કરવા તત્પર બન્યાં. तावन्मातृवधभ्यां तौ, विलोक्य युद्धकारको । विषादः प्रबलः प्राप्तो, मनश्चापल्यकारणं ।८८॥ एतौ प्रकुरुतो युद्धं, गणयंतौ न जीवितं । स्वभुजोजितशौर्यान्न, मानयंतौ किमप्यलं ॥८९॥ द्वयोरेकतरस्यापि, क्षयो यदि भविष्यति । अस्माकमेव रयिष्ट-दुःखिता भविता तदा ।९०। वैसंस्थौल्यमिति स्वांते, दधाते जननीस्त्रियौ । विचित्येत्यूचतुस्ते च, नारदं पार्श्ववतिनं ।९१॥ विद्यमाने त्वयि स्वामिन, संग्रामः पितपुत्रयोः । भवेच्चेन्न तदा भव्यं, तवावयोरपि ध्र वं ।९२॥ तयोरिति वचः श्रुत्वोप-कारकृतितत्परः । उत्थाय नारदस्तत्रा-गच्छत्स्वच्छमना रणे ।९३। तारुण्यात्तरुणो वृद्ध-वाक्यं प्रायो न मन्यते । विदन्निति मुनिविष्णु-समीपं प्रथमं ययौ ।९४। गत्वाऽभाषीष्ट भोशिष्ट ! सर्वापकृष्टकष्टभित् । विष्णो केन समं युद्धं, करोषि त्वमिहाकुलः । वैताढयाख्यगिरौ विद्या-भृत्कालसंवरेशितुः । कुले वृद्धिमवाप्यासा-वागतोऽस्ति सुतस्तव ।९६। लाभैः षोडशभिर्युक्त-स्तातं त्वां मिलितुं ह्ययं । स्वविद्यादर्शनार्थं चा-गतोऽस्ति भूरिभक्तिभाक् । तेन सार्धं त्वया देव, संग्रामो यद्धिधीयते । पुण्योत्तममनुष्यणां, युक्त शोभाकरं न तत् ॥९८॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy