SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૦ ૧૨૯ धर्मतो जनकमातृमोदनं, धर्मतः स्वजनबंधुसंगतिः । धर्मतो विजयलब्धिरद भुता, धर्म एव दिबुविधीयतां ॥३५॥ इति पंडितचक्रचक्रवत्तिपंडितश्रीराजसागरगणिशिष्यपंडितश्रीरविसागरगणिविरचिते श्रीशांबप्रद्युम्नचरित्रे श्रीप्रद्युम्नमातृमिलनसैन्यारोपणवर्णनो नामदशम् सर्गः समाप्तः ॥ પિતાની વિદ્યાશક્તિથી પ્રદ્યુમ્ન હાથી, ઘોડા, રથ, પાયદળ આદિ ચતુરંગી વિશાળ સેના તૈયાર કરી. કૃષ્ણની સેનામાં જેમ વાસુદેવ-બળદેવ આદિ સુભટો હતા, તેમ પોતાની સેનામાં પણ તેવા જ સુભટો બનાવ્યા. એ સેનામાં જેવા હાથી, ઘોડા, રથ વિગેરે હતા તેવા જ નામવાળા અને તેવા જ ચિહ્નોવાળા પોતાની સેનામાં બનાવ્યા. ત્યાં જેમ રણવાજિંત્રો વાગી રહ્યાં હતાં અને બંદીજને બિરદાવલી પોકારી રહ્યા હતા તેમ પોતાની સેનામાં પણ રણવાજિંત્રો અને બંદીજનાની બિરૂદાવલના દવન પ્રસાર્યો. પોતાના મહેલની અગાસી ઉપર રહેલા નગરવાસી નર-નારીઓ બંનેનું એક સરખું મહાત્ ઉત્કટ સૈન્ય જોઈને બેલવા લાગ્યા : કઈ કહે : નારાયણ (કૃષ્ણ) કદાગ્રહી છે. એક સ્ત્રીને માટે આવું ખૂનખાર યુદ્ધ કરવું વ્યાજબી નથી. કૃષ્ણના સૈન્યમાં જેવું બળ-પરાક્રમ, ઉત્સાહ દેખાય છે તેવા જ શત્રુના સૈન્યમાં પણ જણાય છે. શત્રુ પણ દુર્જય લાગે છે. પરસ્પર બંને સૈન્ય મળે તેમાં શત્રુની આગળ વિષ્ણુને વિજય દુઃસાધ્ય લાગે છે. કદાચ ભાગ્ય હેય ને વિજય મળી જાય એ જુદી વાત છે.' કઈ સ્ત્રી કહેઃ “મારે વીર પતિ ક્યારે પણ યુદ્ધમાં પરાજિત થયે નથી, પરંતુ આ યુદ્ધમાં મને શંકા લાગે છે. હું તો પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું કે આ બંનેનું યુદ્ધ ના થાય તો સારું. શાંતિથી સમાધાન થઈ જાવ.” કેઈ કામિની કહે છે : “સખી, મારો પ્રાણનાથ સર્વ કરતાં બળવાન છે, તેથી જ તેના મસ્તક પર છત્ર ધારણ કર્યું છે.” કોઈ કહે કે : “મારા ભર્તારનું એટલું બધું શૌર્ય છે કે દાનમાં અમારો ઉદ્ધાર કર્યો અને યુદ્ધમાં ખડગને ઉદ્ધાર કરનાર છે. કેઈ સ્ત્રી પોતાના પતિની ઓળખાણ કરાવતી કહે છે : “સખી, જેની બે બાજુ ચામર વીંઝાય છે તે મારો પતિ સઘળી આપત્તિઓનો નાશ કરનાર છે.” આ પ્રમાણે સ્ત્રીઓના મુખે બેલાતાં વચનને સાંભળતા સાંભળતા સુભટો સંગ્રામ માટે નગરના દરવાજા આગળ આવ્યા. કેટલાક જાણે વિચાર કરવા માટે દરવાજામાં રહ્યા અથવા શત્રુના તેજને સહન નહીં થવાથી ધીમે ધીમે નીકળતા હોય....આ પ્રમાણે રણઘેલા સુભટ કમસર નગરના દરવાજાથી બહાર દોડીને શત્રુના સૈન્યને ચારે બાજુથી વીંટળાઈને રહ્યા. પ્રતિહારી, અંગરક્ષક આદિ સ્વામીભક્ત સુભટ મહારાજાને યુદ્ધમાં નહીં ઉતરવા માટે મનાઈ કરતા હતા. બંને સૈન્યના હાથીઓની રણઘંટાના અવાજ, સૈનિકોને કોલાહલ અને ભેરીલંભા આદિ રણવાજિંત્રોના અવાજથી આકાશ-પૃથ્વી વ્યાપ્ત બની ગઈ અને લકેના કાન બહેરા થઈ ગયા. ગંગા-સિંધુના ધસમસતા જલપ્રવાહની જેમ ચાલી રહેલી ચતુરંગી સેનાથી ઉછળતી રજ વડે પ્રચંડ સૂર્યના પ્રખર કિરણે પણ ઝાંખાં થઈ ગયાં. અહીં કવિ કલપના કરે છે : “હું માનું છું કે એ ઉછળતી રજ-આ તમારે શત્રુ નથી, પરંતુ પુત્ર છે. તો આવો ગુસ્સે કરવો તે તમારે માટે નિરર્થક છે. આ પ્રમાણે યુદ્ધના નિવારણ માટે પ્રસરી રહી ન હોય ? ત્યારે મન્મત્ત હાથીઓના ગંડસ્થલમાંથી નીકળતે મદ, પિતાના વરસવાથી રજને દબાવી રહ્યો (અર્થાત્ રજને ૧૭
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy