SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૦ ૧૨૭ પુત્ર સંગ્રામ માટે ક્રોધથી ધમધમતા આસન ઉપરથી ઊભા થઈ ગયા. ત્યારે યુધિષ્ઠિરે તેઓને ઈશારાથી સમજાવ્યું કે શકુનના અભાવે હમણાં સ્થિર રહો. અભિમાનમાં આવીને તમારે ફોગટ શા માટે ક્રોધ કરવો જોઈએ ? પહેલાં શત્રુને જાણ જોઈએ. ત્યાં સુધી સ્થિર રહેવામાં ડહાપણ છે.” કઈક શત્રુને પોતાના મનમાં શલ્યની જેમ જાણે છે. તેને બહાર ખેંચી કાઢવા માટે દુષ્ટ વાણીને પ્રયોગ કરે છે : “આ દુરાચારી આપણું આગળ શું માત્ર છે ?' આ પ્રમાણે ક્રોધથી બોલતા હોઠ કરડવા લાગ્યા. યુવાનીના મદમાં મસ્ત બનેલા કેટલાક રાજકુમાર ભયથી ધ્રુજતા કાયર પુરુષોને જોઈને હસવા લાગ્યા. કેટલાક યુદ્ધસિક ક્રોધથી ધુંઆપૂંઆ થતા અંધ માણસની જેમ દિવસે પણ પરસ્પર અથડાવા લાગ્યા. કેટલાક સૈનિકોએ ગદાની જેમ મોટી શિલાને હાથમાં ઉપાડી તો કેટલાએ મુદ્દગરની જેમ પથરના થાંભલાઓને પકડ્યા. કેટલાક રણશૂરા સૈનિકો ભાલાઓને નચાવતા તે કેટલાક મ્યાનમાંથી તલવાર ખેંચીને ચકની જેમ ભમાવવા લાગ્યા. આ પ્રમાણે સુભટના રૂદ્ર સ્વરૂપ જોઈને જીવનની ઈચ્છાવાળા કાયર પુરૂષે ભયભીત થઈને બોલવા લાગ્યા : “તમારા એકલાથી કંઈ આ શત્રુ જીતી શકાય તેમ નથી. એના કરતાં સંગ્રામ સૂચક રણભેરી વગડાવો. બધા સાથે મળીને જાવ તો કદાચ આપણે વિજય થઈ શકે. બાકી, શત્રુ કઈ દુર્જય લાગે છે.” બલભદ્ર તરત જ રણભેરી વગડાવી. તેના અવાજથી સૈનિકે યુદ્ધ કરવા માટે પોતપોતાના ઘેરથી નીકળી પડ્યા. ભયભીત બનેલી કેટલીક સ્ત્રીઓ યુદ્ધ કરવા જતા પિતાના પતિના હાથ તો કેટલીક પગ અને કેટલીક સ્ત્રીઓ વસ્ત્રનો છેડો પકડીને ઊપી રહી. ભયગ્રસ્ત બનેલી પિતાની પત્નીઓને આશ્વાસન આપીને પોતાની શુરતાનું પ્રદર્શન કરવા માટે શરીરે બખ્તર પહેર્યા વિના જ સૈન્યમાં આવી પહોંચ્યા. કેટલાક સૈનિકે બખ્તર ધારણ કરીને આવ્યા છતાં યુદ્ધ માટે એટલા ઉલ્લસિત બનેલા કે તેના બખ્તરો આપોઆપ તુટી પડયાં. ધનુષ્યબાણ, તલવાર, મુદ્રગરે અને ભાલા આદિ વિવિધ પ્રકારના શસ્ત્રોથી સજ્જ સુભટે હાથી, ઘોડા અને રથ ઉપર આરૂઢ થઈને રણભેરી આદિ રણવાજિંત્રોથી ગગનમંડળને ગજાવતા રાજમહેલના પ્રાંગણમાં આવીને ઊભા રહ્યા. જગમ (ચાલતા) પર્વત સમાન લાંબા અને સ્કૂલ દંતશૂલવાળા હાથીઓના મજલની વર્ષોથી ભૂમિ કાદવરૂપ બની ગઈ. તે જાણે કલ્પાંત કાળના પવનથી પ્રેરાઈને ચારે દિશાથી આવેલી માટી મેઘની ધારાથી શ્યામ બની ગઈ હોય, તેમ શોભતી હતી. કેદાળાથી ભૂમિને જેમ છે તેમ પોતાની તીવણ ખુરીઓ વડે ઉછળી રહેલી પૃથ્વીની રજકણેથી સૂર્યમંડળને આચ્છાદિત કરી નાખ્યું છે તેવા, મનોહર અશ્વો હષારવ કરવા લાગ્યા, તે જાણે બીજા પોતાના જાતભાઈઓ (અશ્વો) ને બેલાવવા માટે ના હોય ! શસ્ત્ર-સરંજામથી સંપૂર્ણ રથના ચાલવાને ચીત્કાર જાણે શત્રુઓનો સીત્કાર ના હોય ! કાયર પુરુષોને બેલાવતી ના હોય તેમ, વાયુથી ફરફર થતી qજાવાળા ચાલતા અદ્દભુત રથ તો જાણે સુવર્ણગિરિના નાના-નાના શિખરોની જેમ શોભતા હતા. કૃપાણ, ધનુષ્ય-બાણ, ભાથા, ભાલા, તલવાર, મુદગરે, ઢાલ આદિ શસ્ત્રોને હાથમાં ઉછાળતા પાયદળ સૈનિકે જંગમ ક૯૫વૃક્ષની જેમ શોભતા હતા. શત્રુથી પરાજિત થવાના અનેક નિમિત્તા જેવા છતાં ઉત્સાહથી વીર પુરુષો સંગ્રામ માટે પ્રયાણ કરી રહ્યા હતા. પાંડવો અને યાદવો વિચારણા કર્યા વિના જ પતંગિયાની જેમ સંગ્રામરૂપ દીપકમાં મરવાની ઈચ્છાથી જાણે પડવા ના હોય ! વિશાળ સૈન્યને જોઈને માતાને ક્ષોભ ના થાય તે માટે પ્રદ્યુમ્ન માતાને નારદજી પાસે મૂકી. રુકિમણી પણ સ્વસ્થ થઈને પુત્રવધૂ સાથે નારદ ઋષિ પાસે રહી. પ્રદ્યુમ્ન માતા અને મુનિને વિનયપૂર્વક પ્રણામ કરીને વિમાનમાંથી નીચે ભૂમિ ઉપર આવ્યો.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy