SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૦ ૧૨૫ પ્રદ્યુમ્ન, પોતાની વિદ્યાશક્તિથી માતાને કરસંપુટમાં (હથેલીમાં) ગ્રહણ કરીને ભાખંડ પક્ષીની જેમ આકાશમાં ઉડ્યો. ત્યાં વિષ્ણુની રાજસભા ઉપર ક્ષણમાત્ર સ્થિર રહીને સભ્યોને જણાવવા માટે પડકાર ફેંક્યો. (અર્થાત્ બેલ્યો): “હે વીરો, રણમાં ધીર, સુખપૂર્વક રહેલા એવા હે સભાસદો, તમારા સ્વામી કૃષ્ણ મહારાજની પ્રાણપ્રિયા રુકિમણીનું હું અપહરણ કરી જાઉં છું. કરોડો યાદવ, રણશૂરા પાંડવો, તેમજ બીજા પણ કૃષ્ણ-વાસુદેવના પરાક્રમી સુભટ અને યશકીર્તાિના અભિલાષી બીજા પણ રાજાએ, જે તમને શરમ આવતી હોય તો મારી સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાઓ. હું એક છું, તમે અનેક છો. ભીષ્મ રાજાની રૂપરૂપના અંબાર સમી પુત્રી રુકિમણી કે જેને દમણ રાજાના પુત્ર શિશુપાલને હરાવીને લાવ્યા છે એવા કૃષ્ણ અને બલભદ્ર, એકાકી એવો હું તમારી એ રુકિમણીને લઈ જાઉં છું. તો સેંકડો યુદ્ધોને ખેલનારા એવા તમે મારી પાસેથી મુક્ત કરાવો. કેડોની સંખ્યામાં બેઠેલા વીરપુરુષોની હાજરીમાં એકાકી એ હું અપહરણ કરી જાઉં છું, તેની લજજા હોય તો મારી પાસેથી તેને છોડાવે. અને જે નહીં છોડાવી શક્યા તો લેકમાં તમારી નિંદા થશે. એવા નિંદનીય જીવિત વડે શું ?, માટે પોતાનું સ્વમાન જાળવવું હોય તો મારી સાથે યુદ્ધ કરીને રુકિમણીને મુક્ત કરાવો. બાકી, યુદ્ધ સિવાય એને મારા હાથમાંથી મૂકીશ નહીં. હું કઈ ડરપોક નથી કે લુંટારો નથી. મારે તે યુદ્ધવીર એવા તમારા પરાક્રમની પરીક્ષા કરવી છે. માટે એક વખત તમારું સઘળું સૈન્ય લઈને આવે અને તમારૂં પરાક્રમ બતાવી રુકિમણુને મુક્ત કરાવે. હું કઈ દેવ નથી, વ્યંતર નથી, અસુર નથી, નટ કે વિટ નથી, હું એક મનુષ્ય માત્ર છું. મારી પોતાની શક્તિથી એનું અપહરણ કર્યું છે. જે તમારે યુદ્ધ કરવાની ઈચ્છા ના હોય તો ધીર, વીર, પરાક્રમી એવા બધા સુભટ અને રામ-કૃષ્ણ મારી પાસે રુકિમણીની ભીખ માગે (યાચના કરે) તો હું એને મુક્ત કરૂં.” तस्याभिमानिक वाक्य-माकयेत्यच्युताग्रजः । वातक्षोभितपाथोधि-रिव प्रचलतां दधौ ।७२। तया मूर्छाजलेनालं, दृढचित्तोऽपि सान्वतः । मग्नस्तदा च सभ्यानां, स्फुटितो धैर्यपोतकः ॥ अतिधीरैस्तदा प्रोक्त, स्वस्थीकृत्योपचारकैः समस्तानां त्वमाधारो, धरसि क्षोभतां कथं ॥ नाथ व महे ताव-कीना अनुचरा वयं । एनं विद्वेषिणं दुष्ट, हनिष्यामः क्षणादपि ।।७५॥ तेषां वाक्येन चैषोऽपि, धैर्यालंबनमादधौ । धोरो हि धीरसान्निध्या-धीरतां दधतेऽधिकां ॥ यथा कृशानुनाध्मातं, रुप्यं रक्त प्रजायते । सान्वतो गौरवर्णोऽपि, रक्तः कोपादजायत॥७७॥ कृत्वा ललाटपट्टे स, भ्र वौ चक्रत्वसंयुते । बभूव भीषणः कोपा-द्विरुपो हि भवेन्नरः ॥७८॥ यावत्पांडुमहीशस्य, भीनादयश्च सूनवः । संग्रामायोत्थिताः सौवा, ऽऽसनेभ्यो भूरिकोपतः ७९। तावता धर्मपुत्रेण, बोधिताः संज्ञयैव ते। ज्ञायते शकुनाभावे, युष्माकं स्थिरता रणे ॥८॥ प्रकुप्यते भवद्भिः कि, मुधा निजाभिमानतः । ज्ञास्यते शत्रुसंयोगे, स्थिरत्वं धरताधुना।८१॥ केचिच्छल्यमिवाराति, जानते निजचेतसि । कर्षत इव तद्बाह्ये, जगदुर्दुष्टया गिरा ॥२॥ वराकोऽयं दुराचारः, कियन्मात्रोऽस्ति नः पुरः । प्रजल्पंत इति क्रोधात्, कर्तयामासुरोष्टकान् । भूपालतनया अन्ये, तारुण्यबलगविताः । कातरान् कंपमानांगान्, जरतो जहसुभृशं ॥८४॥ केचित्क्रधा निरुद्धाक्षा, युद्धे धृतमनोरथाः। मिथ आस्फालयामासु-रंधा इव दिनेऽपि च ॥८५॥
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy