SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શાંખ-પ્રદ્યુમ્ન ચરિત્ર માતાનાં વચન સાંભળી પ્રદ્યુમ્ને કહ્યું: ‘મા, તુ' મને ખલભદ્રના માણસેાથી ડરાવ નહીં. જેમ સિ'હ આગળ હાથીએનાં ટાળાં ઊભાં રહી શકતાં નથી, તેમ તારી કૃપાથી મારી આગળ આવા સેંકડો બલભદ્ર આવે તે પણ તેમનું કંઇ ચાલવાનું નથી. તું નિર્ભીય અને નિશ્ચિત થઇને એસ.’ આ પ્રમાણે માતાને સ્વસ્થ કરીને પ્રદ્યુમ્ન પેાતાની વિદ્યાશક્તિથી પહાડ જેવી સ્થૂલ કાયાવાળા અને મોટા પેટવાળા બ્રાહ્મણનું ભયંકર રૂપ કરીને દરવાજા આગળ માકલ્યું. બે પગ પહેાળા કરીને દરવાજાની વચ્ચેાવચ તે સૂતા. તેટલામાં ખલભદ્રના સુભટો આવી ગયા. વિદ્યાશક્તિથી તેમાંથી એકને કહેવા માટે બાકી રાખીને બીજા બધાને ત્યાં ને ત્યાં થંભાવી દીધા. ત્યારે છૂટા રહેલા સૈનિક દોડીને વિષ્ણુની રાજસભામાં પહોંચ્યા અને બધી વાત બલભદ્રને કહી. ત્યારે ક્રોધથી ધુંઆપુ આ થયેલા ખલભદ્રે કહ્યું : ‘કાઇને પણ માનવામાં ના આવે, પરંતુ નક્કી આ રુકિમણી મ`ત્ર-તંત્ર અને કામદ્રુમણ કરનારી છે. કૃષ્ણને પણ મ`ત્રશક્તિથી વશ કરી દીધા છે. હવે હું જઇને જોઉં છું કે એનુ` મ`ત્રબળ કયાં સુધી ટકી શકે છે ?” રાજસભામાં આ પ્રમાણે કહીને બલભદ્ર રુકિમણીના ઘેર આવ્યા, અને હસીને મોટા સ્વરે રુક્મિણીને ઉદ્દેશીને ખેલ્યા : ‘તુ વિદ્યાસિદ્ધ થઈ છે. અથવા કાઇ યાગિનીને સાધી લાગે છે. મંત્ર-તંત્ર કરીને તે બળવાન એવા મારા ભાઈ ને તેં વશ કરી દીધા છે. યુદ્ધ કરવા આવેલા મારા સુભટાને પણ તે થંભાવી દીધા. હવે ચલાવ, મારા ઉપર તારી વિદ્યા ચલાવ. મને થંભાવી દે તા હું જાણું કે તારી વિદ્યા સાચી.' આ પ્રમાણે ખેલતા બાલતા બલભદ્ર રુકિમણીના મહેલના દ્વાર પર આવ્યા. ત્યાં તે બારણા વચ્ચેાવચ બે પગ લાંબા કરીને સુતેલા બ્રાહ્મણને જોયા. અન્નથી પેટ ભરીને ચારે બાજુથી માગ રાકીને સુતેલા બ્રાહ્મણને જોઇને કોપાયમાન થયેલા બલભદ્રે બ્રાહ્મણને કહ્યું : ‘અરે બ્રાહ્મણ, મારે ઘરમાં જવાની ઉતાવળ છે, માટે માર્ગોમાંથી હટી જા, સજ્જન પુરુષો ક્રાઇને એળંગીને જતા નથી, માટે જલ્દી હટ.' ત્યારે બ્રાહ્મણે કહ્યું : હે યાદવાત્તમ, સત્યભામાના ઘેર પેટપૂર્ણ જમીને હું હમણાં જ આવ્યા છું. અહીથી એક પગલું પણ ચાલી શકું તેમ નથી. શરત કરીને આકંઠ જમ્યા છું, માટે આપ કૃપા કરીને આ બાજુથી સરકીને જાવ. મને ઉઠાડવાના પ્રયત્ન ના કરો.' બલભદ્રે ખેલ્યા : ‘અર ઉદરભરી બ્રાહ્મણ, પેટ ભરવા માટે જ જન્મ્યા લાગે છે. આ રીતે પેટ ભરીને નવરા થઈને સુતા છે. મારે ઘણું કામ છે, વિલંબ શા માટે કરે છે ? મારી સામે આમ ચપચપ ખેલતાં તને શરમ નથી આવતી ? ધાન્ય પારકું હતું, પણ પેટ તેા પારકું ન હતુ ને? પેટ તા તારૂ હતું. આમ આક' પેટ ભરીને ખારા વચ્ચેાવચ અજગરની માફ્ક પડયો છે. ધાન્યથી તા પાત્ર ભરાય, કઈ પેટ ભરાય નહીં. તમે લેાકેા બ્રાહ્મણા ખાવાના એટલા બધા લાલુપી છે, એવા અધમ છે કે પાતાના પેટનુ પણ ભાન રહેતું નથી.’ આ સાંભળીને બ્રાહ્મણે કહ્યું : ‘તમે અધમ ક્ષત્રિય છે. બ્રાહ્મણેાનુ સ્વરૂપ જાણતા નથી, તેથી જ જેમતેમ ખેલા છે.' ત્યારે ક્રોધિત બનેલા બલભદ્રે કહ્યું : ‘હું તને સત્ય કહું છું. તું કદાગ્રહ ના કર. હવે એક વખત કહું છું કે તું અહીથી ઊભા થા. આટલું કહેવા છતાં નથી ઉઠતા તા હવે તારા કદાગ્રહનું ફળ ચખાડુ’ એમ કહીને બલભદ્ર તેના બે પગ પકડીને ઢસડવા જાય છે, ત્યાં તો બલભદ્ર પાતે જ પાછળ પટકાઈ ગયા, અને તેમનું શરીર ઘસડાવા લાગ્યું. આ પણ વિદ્યાના પ્રયાગ જાણીને ખલભદ્રએ રુકિમણીને કહ્યું : ‘મારી સાથે પણ તુ વિદ્યાની ચેષ્ટા કરે છે ? નક્કી, તું કેાઈ સામાન્ય સ્ત્રી નથી, પરંતુ કોઈ શાકિની લાગે છે. મને પણ તે ખાકી રાખ્યા નહી. બસ, હવે તેા તારે આ ઘર છેડવું જ પડશે. એક તે સ્ત્રીજાત, એમાં વળી ધણીની માનીતી અને વિદ્યાવાળી ! એટલે
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy