SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૦ ૧૧૩ पतिर्यस्या न विद्यता-लये एकाकिनी तु सा। इयंतोऽमी बलीयांसो, विडंबिताः कथं तया ॥ इति हास्यवचो विष्णो-१ःनिशम्य सान्वतः । प्रजजल्प प्रकोपेन, हास्यं भ्रातः करोषि कि ।। पणः कृतस्तया कृत्वा, साक्षिणं यादवेषु मा। अधुना चकरोत्येषा, विरुद्धं कृत्यमीदृशं ।१५। अहमेव प्रदास्यामि, शिक्षा तस्याः किलोचितां । चालिताः कथयित्वेति, बलदेवेन मंत्रिणः ॥ तुष्टिवाक्यप्रदानेन, गृह्ण तो हलिनो गुणान् । सत्यभामागृहं जग्मु-मिष्टं वाकयं हि सौख्यकृत् ॥ રુકિમણીની પ્રશંસા સાંભળીને ઈર્ષ્યાથી સત્યભામા બેલી : “શાની તમે સાચાખેટા ગુણો ગાઈ રહી છે ? એમાંનો એક પણ ગુણ રુકિમણીમાં નથી. તમે દાસીઓ શું સમજો ?” એમ કહીને દાસીઓ સામે નજર પડતાં જ સત્યભામા છળી ગઈઃ “અરે, કે દુષ્ટ તમારા નાક-કાન છેદી નાખ્યાં ? તમારા બધાના માથાના વાળ કયાં ગયા ?” ત્યારે દાસીઓએ પોતાના હાથ ક-કાન અને માથા ઉપર ફેરવ્યા તે જે પ્રમાણે સત્યભામાએ કહ્યું તે પ્રમાણે જાણીને વિલાપ કરવા લાગી. અને છેદાયેલાં અંગોમાં વેદના થવા લાગી તેથી, અને પિતાનું મુખ અને મસ્તક કદરૂપું જોઇને અત્યંત રૂદન કરવા લાગી. પોતાના દાસ-દાસીઓને વેદનાથી પીડાતા અને વિલાપ કરતા જોઈને કોપાયમાન થયેલી સત્યભામાએ કહ્યું: “પણ કહો તો ખરા, તમારા શરીરની આવી દશા કોણે કરી ? તમે કયાં ગયાં હતાં ?” દાસીઓએ કહ્યું : “સ્વામિની, અમને કંઈ ખબર નથી. આપે રુકિમણીના કેશ લેવા માટે અમને મોકલેલાં, અમે તેના ઘેર ગયાં. રુકિમણીએ પણ સંતુષ્ટ થઈને હજામ પાસે કેશ ઉતરાવ્યા. અમે છાબડીઓ ભરીને આ કેશ લાવ્યાં છીએ. અત્યાર સુધી અમને કંઈ પીડા કે નાક-કાન ક્યાયા, માથે મૂંડન થયું, તેની કંઈ જ ખબર પડી નથી. જ્યારે આપે કહ્યું ત્યારે જ અમને ખબર પડી. અરેરે, લોકે અમને જોઈ જોઈને હસશે, અમારી વિડંબના કરશે. અમે શું કરીએ? ક્યાં જઈએ ? આ પ્રમાણે દાસીઓનું વિષાદપૂર્ણ કથન સાંભળીને સત્યભામાં ઈર્ષ્યાથી જલી ઉઠી. “બસ, આ બધા કારસ્તાન રુકિમણીનાં જ છે. નહીંતર કેઈની તાકાત નથી કે મારાં દાસદાસીઓને કઈ પરાભવ કરી શકે. પાપિણ એવી એણે ફક્ત મારાં દાસ-દાસીઓની વિડંબના નથી કરી, પરંતુ મારી પિતાની વિડંબના કરી છે. મારી ઈજજત એણે લૂંટી લીધી. આમાં તે મારી આબરૂને પ્રશ્ન છે. સેવકને સંતોષ આપ્યાથી તેના માલિકને સંતોષ આપ્યો કહેવાય, અને સેવકજનની વિડંબના એ માલિકની વિડંબના છે. અથવા આમાં રુકિમણીને કોઈ દોષ નથી. દેષ તે રામ-કૃષ્ણને છે. તે બંને તેના દૃષ્ટિરાગી બની ગયા છે, અને કૃષ્ણને તે તેણે કામણમણ કરીને વશ કરી લીધા છે..તો કૃષ્ણ પાસે ફરિયાદ કરું તો એ થોડો એને સજા કરવાનું છે? તેમ છતાં રુકિમણીએ કરેલા અન્યાયની વાત બલભદ્રને કહું તે એને બરાબરની સજા કરશે. આ પ્રમાણે વિચારીને સત્યભામાએ પિતાના અમાત્યને બોલાવીને કહ્યું : - “તમે બલભદ્ર પાસે જાવ. આ વિડંબના પામેલા પરિવારને સાથે લઈ જાવ... અને મારા વતી બલભદ્રને કહેજો કે કેશદાન (એક–બીજીના વાળ લેવા) માટે તમે તેમજ વિષ સાક્ષી રૂપ છો. ભાનુકુમારનો વિવાહ હોવાથી, શરત અનુસાર મેં મારા પરિવારને કેશ લેવા માટે રુકિમણુના ઘેર મોકલ્યો....ત્યારે એ પાપિણીએ મારા પરિવારની કેવી હાલત કરી છે તે તમે ૧૫.
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy