________________
સર્ગ–૧૦
૧૦૯
तयेति कथिते सोऽपि, ग्रहीतुं मौलिकुंतलान् । अवाहयत् क्षुरंस्त्रीभि-रधश्च पटली धृता ७६। तदा विद्याप्रभावेण, स्वकीय नक एव सः। क्षुरप्रं वाहयामास, छिन्ननक्रश्च सोऽभवत् ७७। ततस्तत्रागतानां स, क्रमेणांगुलिकर्णयोः । छेदंचकार विद्यायाः, प्रभावाद्ग्रहिलीव सः ७८। दासीनां मध्यतस्तासां, प्रेषितानां च भामया। महत्याश्च शिरःकेशां-श्चिच्छेद नापितः पुनः॥ निःशेषान् सदृशान् कर्तुं,सार्थे याः पुरुषस्त्रियः। तासामपि तथाच्छेत्सीत्, ताभितिं यथा न वा॥ कुतूहलविलोकाय, तत्पुरो मानवांगनाः । ताश्च तांश्चेदृशान् वीक्ष्या-हसन्मिथः शनैः शनैः ।। केशानां पटली भृत्वा, हृष्टा दास्यो यदा गताः । तदा मार्गेऽपि ता दृष्ट्वा, हसंति मानवाः समे॥ हसतस्तान् समालोक्य, दास्योऽजानन स्वचेतसि । अस्माकं रूपसंपत्ती-दृष्ट्वा हसंति नागराः॥ अहो धन्या सलावण्या, मान्यापि नरकद्विषः । सौजन्यात्प्रददौ केशान्, वाचं पालयितुं निजां ॥ गायंत्य इति रुक्मिण्या, मुदा गुणगणावलि । नृत्यंत्यश्चातिहर्षेण, प्राप्ता भामानिकेतनं ।८५। सत्यभामाभणदासी, रे रे कस्याः स्तुति मुखे । जनयंत्योऽतिहर्षेण, यूयमागच्छथालयं ।८६। रुक्मिण्या याशी दृष्टा, सौजन्यगुणसंततिः। न तादृश्यपरस्त्रीणां, विलोकिता मनागपि ।८७। एका तु वल्लभा विष्णो-रन्यत्सौजन्यसद्गुणाः। तृतीयं तद्गिरो भृष्टा, वर्ण्यतेऽसौ ततो भृशं ॥ अस्माभिस्त्वद्वचोयोगा-दुक्मिणीमंदिरे गतं । स्ववचः पालनार्थ सा, विनयात्प्रददौ कचान् ॥
[બાલસાધુના રૂપે પ્રદ્યુમ્ન માતા રુકિમણી પાસે બેસીને આનંદપૂર્વક વાત કરી રહ્યા છે, ત્યારે સત્યભામાને ત્યાં શું બની રહ્યું છે, તે આપણે જોઈએ.]
ધૂર્ત બ્રાહ્મણરૂપ પ્રદ્યુમ્ન રૂપ અને સૌભાગ્ય વધારવા માટે સત્યભામાને વિધિવિધાન બતાવ્યા હતાં તે પ્રમાણે સત્યભામા માથે મુંડન, જીર્ણશીર્ણ વસ્ત્રમાં આખા શરીરે મલી લગાડીને “ફુડબુંડુ જાપ કરતી એકાંત રૂમમાં ધ્યાનમાં બેઠી છે, ત્યારે દાસીઓએ આવીને સત્યભામાને નિવેદન
સ્વામિની, આપણું વનપાલકો અને ઉદ્યાનપાલકે ભયભીત બનીને કહી રહ્યા છે કે ભાનુકુમારના વિવાહ માટે આપણું વન અને ઉદ્યાન નવપલ્લવિત કર્યું હતું તે કઈ દુષ્ટ પાપીએ આવીને ફળ-ફૂલ વિનાનું સાવ ઉજજડ બનાવી દીધુ છે.” તેટલામાં વાવની રક્ષક દાસીઓ આવીને કહેવા લાગી : “હે સ્વામિની, આપણી સુંદર વાવ જલથી પરિપૂર્ણ હતી, તે કઈ પાપીએ આવીને બધું પાણી હરી લીધું છે. વાવને તૃણ વિનાની અને જલ વિનાની શુષ્ક પત્થર રૂપ બનાવી દીધી છે. તેવામાં જલાશોના રક્ષકોએ પણ ફરિયાદ કરી કે જલાશયો પણ પાણી વિનાના શુષ્ક ખાડા બનાવી દીધા છે. તેમાં વળી કઈ દાસે આવીને કહ્યું: “આપના ભાનુકુમારને કઈ દુષ્ટ પાપીએ અશ્વ ઉપરથી નીચે પટકી દીધું છે. એમને ખૂબ વાગ્યું છે.” ત્યારે માલણે અને મંગલકલશ લેવા માટે ગયેલી દાસીઓએ પણ આવીને ફરિયાદ કરી. આ રીતને દાસદાસીઓને કેલાહલ સાંભળીને ધ્યાનમાં બેઠેલી સત્યભામા વિચાર કરે છે : “મને બ્રાહ્મણે કહ્યું હતું કે “જાપમાં અને ધ્યાનમાં દુષ્ટ દેવદેવીઓ આવીને ઉપદ્રવ કરશે માટે તમે દૃઢ રહેશે તો જ તમારું સૌભાગ્ય વધશે.” તેથી બ્રાહ્મણના કહેવા મુજબ મને ધ્યાનમાંથી ચલિત કરવા માટે જ દાસદાસીરૂપે દેવો ઉપદ્રવ કરી રહ્યા છે. આ પ્રમાણે વિચારીને સત્યભામાં ધ્યાનમાં અડગ રહીને જાપ કરવા લાગી. ત્યાં ભાનુકુમાર આવીને કહેવા લાગ્યો : “મા-મા-તું કયાં છે ! તું આ શું કરી રહી છે ? તું બહાર