SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર ભક્તિપૂર્વક પ્રણામ કરી બાલતપસ્વીને બેસવા માટે આસન આપવા જાય છે તેટલામાં તે બાલતપસ્વી કૃષ્ણના આસન ઉપર નિર્ભયપણે બેઠા. રૂકિમણીએ વિનયપૂર્વક મધુર ભાષામાં કહ્યું : “સાધુ, તમે આ આસન ઉપર બેસે. એ આસન ઉપર તે કૃષ્ણ અથવા તેમને પુત્ર જ બેસી શકે. બીજો કઈ બેસે તે કુલદેવી તેને પરાભવ કરે. બાલ સાધુએ કહ્યું : “ભ, તું બાલસાધુના સ્વરૂપને જાણતી નથી. તેના તપના પ્રભાવથી કઈ દેવદેવીની તાકાત નથી કે તે તેને પરાભવ કરી શકે.” ત્યાર પછી રુકિમણીએ પૂછયું: “મુનિ, આ૫ શા માટે અહીં પધાર્યા છો ?” મુનિએ કહ્યું: “સોલ વર્ષ સુધી મેં ઉગ્ર તપ કર્યો છે. જન્મથી જ માતાનું સ્તનપાન કર્યું નથી. તેથી તેના પારણું માટે અહીં આવ્યો છું.” રુકિમણીએ કહ્યું: “આપ અસત્ય કેમ બોલો છો ? સોળ વર્ષ જેટલી તે આપની વય લાગે છે. તે આપે ઉપવાસ આદિની સેલ વર્ષની તપસ્યા કયાંથી કરી હોય ત્યારે તેણે કહ્યું: “તારે વિવાદ કરવાનું શું પ્રયોજન ? તારા ઘરમાં જે કંઈ હોય તે મને આપ.” ત્યારે રૂમિણીએ કહ્યું : “બાલમુનિ, મારા ઘરમાં તે હમણાં ખેદનું વાતાવરણ છે. મેં આજે કંઈ જ બનાવ્યું નથી.” મુનિએ કહ્યું: “ખેદનું શું કારણ?” રુકિમણીએ કહ્યું: “પુત્રના વિયેગનું મને ઘણું દુઃખ છે. મેં કુલદેવીની પૂજા-ઉપાસના વડે આજ સુધી આરાધના કરી, તે પણ મને મારા પુત્ર મળે નહી. પુત્ર વિયેગથી દુઃખી થયેલી હું મારા માથાનું બલિદાન આપવા જ્યારે જ્યારે તેયાર થઈ ત્યારે કુલદેવી મને કહે કે “વત્સ, તારે પુત્ર તને જરૂર મળશે.” મેં પૂછ્યું: “મહાદેવી, મને મારો પુત્ર કયારે મળશે ?' ત્યારે દેવીએ કહ્યું: “તારા ઉદ્યાનમાં રહેલું આમ્રવૃક્ષ ફળશે ત્યારે તને પુત્ર મલશે.” ત્યારની હું આમ્રવૃક્ષને જોઈ રહી છું. આજે આમ્રવૃક્ષ ફળોથી લચી પડયું છે. તે પણ મને પુત્ર મલ્યો નથી. માટે દેવીની વાણી પણ અફળ જતી લાગે છે. તેમજ સિમંધરસ્વામીએ કહેલા બધા જ ચિહ્નો મળવા છતાં પણ મને પુત્ર મળ્યો નહી. તે માટે હે બાલતપસ્વી, આપ કંઈ જેષ જુને. મને મારો પુત્ર કયારે મલશે ?” ત્યારે સાધુએ કહ્યું: “ભ, ખાલી હાથે જેષ જેવડાવાય નહી. અને તે સફળ થાય નહી.” ત્યારે રુકિમણીએ કહ્યું: “સાધુ, આપને ઇચ્છિત હોય તે આપવા તૈયાર છું. પરંતુ મને જલદી બતાવો કે મારે પુત્ર કયારે મલશે.” સાધુએ કહ્યું: “મારે કંઈ જોઈતું નથી. ફક્ત મને ભોજન કરાવ.” તેથી રુકિમણું ખાવા લાયક વસ્તુ જોવા માટે અંદર રૂમમાં ગઈ. પરંતુ પોતે ઉદ્વિગ્ન હોવાથી કંઈ પણ વસ્તુ હાથમાં આવી નહી, તેથી નવી રાઈ બનાવવા માટે અગ્નિ પટાવવા લાગી. પરંતુ વિદ્યાશક્તિથી પ્રદ્યુમ્ન અગ્નિને થંભાવી દીધી. ઘણી મહેનત કરવા છતાં ચૂલા સળગતો નથી. ત્યારે મુનિએ કહ્યું : “તું વિલબ કેમ કરે છે ? તારા ઘરમાં જે કાંઈ તૈયાર હોય તે આપન. નવું બનાવવાની કંઈ જરૂર નથી.” રૂકિમણીએ કહ્યું: “મુનિ, મારા ઘરમાં બીજુ કંઈ નથી. ફક્ત શુદ્ધ લાડુ તૈયાર છે. પરંતુ એ લાડુ તે કૃષ્ણ સિવાય કોઈ પચાવી શકે નહી. ત્યારે તમે તો તપસ્વી, કૃશ શરીરવાળા અને મંદ જઠરાગ્નિવાળા હોઈ તમને આપવાથી મને યતિહત્યાનું પાપ લાગે. તેથી એ લાડુ તમને આપી શકું નહી.” ત્યારે હસીને સાધુએ કહ્યું: “અમારા તપના પ્રભાવથી ગમે તેવા દુઃપાચ્ય (પાચન થઈ શકે નહી તેવા) હોય તે પણ અમને સુપાચ્ય બની જાય છે.” ત્યારે મુનિના કહેવાથી રુકિમણીએ એક લાડુ આપ્યો, ત્યારે માતાના હાથે આપેલ લાડુ પ્રદ્યુમ્ન તરત જ ખાઈ ગયો, પછી બીજ, ત્રીજે, ચોથે એમ જેટલા લાડવા આપ્યા તે બધાય એકેક કેળીયો કરીને ખાઈ ગયો. તેને આખોને આ લાડુ મેંઢામાં મૂકતો જોઈને દુઃખી હોવા છતાં પણ રુકિમણને ઘણું હસવું આવ્યું, અને બેલી : “મુનિ, તમે બલવાન લાગે છે હોં ! તમને જોઈ જોઈને મને ઘણે આનંદ થાય છે.” આ પ્રમાણે કહેતી રુકિમણી બાલતપસ્વીને અનિમેષ નયને જોઈ રહી. જેમ જેમ જુવે છે તેમ તેની રોમરાજી વિકસ્વર
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy