SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ સ-૧૦ ખલાસ થઈ જવાથી, ગાળ, ઘી, તેલ, ખાંડ, દૂધ, દહી, ઘઉં', ચેાખા, અડદ, મગ, ચણા, મસૂર, તુવેર આદિ પાકાં અને કાચાં ખાદ્ય, અને અખાદ્ય સ્વાદિષ્ટ કે અસ્વાદિષ્ટ જે કાંઈ માનવને ખાવા લાયક હતું તે બધું ખાઈ ગયા. ત્યાર પછી હાથી, ઘોડા, ગાય અને ભેસેાના માટે બનાવેલું ભાજન પીરસ્યું તે પણ ખાઈ ગયા ! રસેાડામાં અથવા કાઠારમાં નાના મોટા બધાં વાસણા ખાલીખમ થઈ ગયાં. એક પણ દાણા ખચ્યા નહી. ત્યાર પછી સત્યભામાના મહેલમાં રહેલા કુવા તળાવ, વાવ આદિનું બધું પાણી પણ પી ગયેા. ઘરમાં પાણીનુ એક બુંદ પણ બાકી રાખ્યું નહી. જેમ પુરૂષ વીરાસનને સાધીને સમસ્ત પૃથ્વીને ભાગવે તેમ સત્યભામાના સ્વજના અને પરીજનાએ જે જે મૂકયું તે તે બધુ હજમ કરી ગયા. લકામાં કાલાહલ થયા કે અરે, સત્યભામાના ત્યાં બ્રાહ્મણરૂપે કોઇ પ્રેત આવ્યા છે. તે વિવાહના માટે લાવેલા અન્નપાણી, પકવાન આદિ જેટલું પીરસ્યું તે બધું ખાઇ ગયા. ચાલે! ચાલેા જોઇએ તેા ખરા.' એ પ્રમાણે લેાકેાનાં ટોળે ટાળાં અને વિશેષ તા સ્ત્રીએ પેટ દાખીને હસતી હસતી જોવા માટે આવી. મોટા બાજોઠ ઉપર પલાંઠી વાળીને બેઠેલા બ્રાહ્મણને જોઈને, બધા હસવા લાગ્યા. ત્યારે બ્રાહ્મણે કહ્યું : ‘અરે માણસા, તમેા હસેા છેા છેમ ? આ બધી સ્ત્રીએ કૃપણ છે. ઉભી શુ` રહી છે ? મને ભેાજન તેા કરાવા. કાઠાર, ઘર કે વાસણામાં જે કાંઈ હોય તે લાવીને મને આકંઠ ભાજન કરાવેા.’ સત્યભામાને કહ્યું : ‘સત્યભામા, તું કૃષ્ણની અગ્રમહિષી હાવા છતાં મને પૂર્ણ ભેાજન કરાવી ન શકી ? મારા પેટના એક ખૂણા પણ હજુ ભરાયા નથી ’ ત્યારે ત્યાં રહેલા બધા લોકો હસવા લાગ્યા. સત્યભામા પણ ચિંતારૂપી સમુદ્રમાં ડુબી ગઈ. વ્યાકુળ બની ગઇ. ફરીથી બ્રાહ્મણ બાલ્યેા : ‘સત્યભામા, તું કેટલી કૃપણ છે ? મારા જેવા એકને પણ તું પુરતું ભાજન કરાવી શકતી નથી. તારી કૃપણુતાની તા કઈ હદ છે ? ખેર, તારે ભાજન ના કરાવવુ. હાય તા કઇ નહી, લે તારૂ' અન્ન પાછું' એમ કહીને તેણે સત્યભામાની સામે વમન (ઉલ્ટી) કર્યુ.. હસતે જાય અને વમન કરતા જાય. એટલી ઉલ્ટી કરી કે તેનું આંગણુ' આખું ભરાઈ ગયું. સત્યભામા તેમજ ભાજન માટે આવેલા બ્રાહ્મણા, સારા વસ્ત્ર, આભૂષણા પહેરેલી સ્ત્રીએ વગેરે તેની ઉલ્ટીમાં ડુબવા લાગી. રસેાડા, શય્યાગૃહ, અગાસીએ, ઝરૂખા, ભાંડાગાર, ચિત્રશાળા, હસ્તિશાળા તેમજ વસ્ત્ર-આભૂષણા મૂકવાના સ્થાને... વગેરે અને આખા રાજમહેલ વમનથી ભરી દીધેા. તેમજ થાડું ઘણું પાણી બચ્યું હશે તે પણ વિદ્યાશક્તિથી હરીને બહાર નીકળી ગયા. મનમાં વિચાર્યું" કે ‘હવે અહી' ઉભા રહેવુ તે ચેાગ્ય નથી.’ એમ વિચારીને બ્રાહ્મણરૂપે પ્રદ્યુમ્ન ત્યાંથી રવાના થઇ ગયા. विचार्येति ततोऽगच्छ - द्यदा तदैव वर्त्मनि । प्राज्योत्सवजनोपेतं स ददर्श निकेतनं ॥७७॥ मत्तंगजहयद्वीपि - व्याघ्रकेशरिशालया । विराजितं गृहं दृष्ट्वा, विद्यां सोऽपृच्छदादरात् ।७८। एतत्कस्य गृहं स्नेह - संपादकं प्रवर्त्तते । साप्यवोचदिदं गेहं रुक्मिण्या मातुरस्ति ते । ७९ । तदाकर्ण्य कृतं तेन, रूपं बालतपस्विनः । दंतुरं कृशतायुक्तं, विरूपं भीषणाकृति ॥ ८० ॥ लक्षण रहितः शुष्क - कायो दुर्गंधवक्त्रभृत् । कृष्णदंतः पुनर्लंब - ग्रीवः संकुचिताननः । ८१ । दीर्घा हि स्वपाणिश्च कुटिलांगुलिसंयुतः । शुष्कजंधोऽर्तिनिद्यश्च भग्नोरुपृष्टकोदरः । ८२ । दंडधारी पात्रधारी, यतिवेषयुतो द्रुतं । विवेश जननीगेहं देहशुश्रूषयोज्झितः । ८३ । चंद्राश्मसारसूर्याश्म-रत्नैरचितभित्तिभिः । नाशिताशेषभूच्छायं, गवाक्षैः परिमंडितं ॥८४॥ भेरीदुंदुभिशंखौघ - झल्लरीपटहस्वनैः । संपुरितांगणं सोऽपि यावन्मध्यगृहं ययौ ॥८५॥ ૧૦૩
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy