SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ સ-૧૦ કરાવ.' બ્રાહ્મણના વચનથી સ`તુષ્ટ થયેલી સત્યભામાએ રસાઇઆએને કહ્યું : ‘આચાર-વિચાર, જ્ઞાન અને બુદ્ધિથી બધા બ્રાહ્મણા કરતાં આ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. તા તેમને સારી રીતે ભેાજન કરાવા.' પછી બ્રાહ્મણને કહ્યુઃ ભૂદેવ, આપ રસાડામાં પધારો. જ્યાં બધા બ્રાહ્મણેા જમે છે, ત્યાં આપ શાંતિપૂર્ણાંક ભાજન કરો.’ તરત જ વિપ્રવેશધારી પ્રદ્યુમ્ને કહ્યું : ‘હું આ દ્વિજાતિ બ્રાહ્મણેા સાથે બેસીને ભાજન નહી કરૂં. શું હું આ દ્વિજાતિ બ્રાહ્મણા જેવા Ø ? કે તું મને એમની સાથે ભાજન કરવાનું કહે છે. આ બ્રાહ્મણેા તા પાખડી છે. બ્રાહ્મણ નામધારી, વેદશાસ્ત્રથી ભ્રષ્ટ, દુરાચારી, પરસ્ત્રી સેવન કરનારા અને વિષય-કષાયમાં આસક્ત છે. એ લોકાને તા પરલેાકના હિતની કઈ પડી જ નથી. ખાઇ ખાઇને અલમસ્ત માતેલા સાંઢ જેવા છે. બ્રાહ્મણેા તે એ જ કહેવાય કે જે વિષય-કષાયથી રહિત હોય, પેાતે તરે અને બીજાને તારવા માટે સમર્થ હોય. વેદોક્ત ક્રિયાને નહિ કરનારા નામમાત્રના બ્રાહ્મણથી બ્રાહ્મણપણું આવી જતું નથી. અને હું તે વેદિવદ્યાના જાણકાર, બ્રહ્મક્રિયાના આરાધક અને ભક્તજનાને સદાય સુખ આપનારા શ્રેષ્ઠ બ્રાહ્મણ છું. મને સાચા ભાવથી એક વખત પણ ભાજન આપવામાં આવે તેા સેંકડા પેઢી સુધી તેના વંશની વૃદ્ધિને કરનારૂ થાય. બીજા દ્વિજાતિય બ્રાહ્મણાને ક્રેાડા વખત જમાડવાનું જે ફળ મળે, તેનાથી અધિક ફળ મને એકલાને જમાડવાથી મળે છે.' તેના કહેવાથી સ`તુષ્ટ થયેલી સત્યભામાએ હસીને કહ્યું : ‘આચાર-વિચાર અને વેદશાસ્ત્રના જ્ઞાતા આ બ્રાહ્મણ વિશેષ રૂપે ભેાજન કરાવવા માટે ચેાગ્ય છે.’ પેાતાની સ્વામિનીના આદેશથી સેવાએ દ્વિજરાજ (કૃત્રિમ બ્રાહ્મણ) ને કહ્યું: ‘ચાલે, તમને ભાજન કરાવીએ. એ માટે પહેલાં તમારા ચરણ (પગ) પખાળીને આસન ઉપર પધારા.’ સેવક કહેતા રહ્યા અને બ્રાહ્મણ રૂપધારી પ્રદ્યુમ્ન સહુથી માટા બ્રાહ્મણુના આસન ઉપર ચઢીને, પેાતાના પગ પાણીથી ધાવા લાગ્યા. ત્યારે બીજા બ્રાહ્મણા તેના પ્રત્યે તાડૂકીને બાલ્યા : ‘અરે વિવેકહીન, તું આ શું કરી રહ્યો છે ? મોટાના આસન ઉપર નાનાના પગના સ્પર્શ પણ થવા ના જોઇએ, શું તું નથી જાણતા ?” તે એક્લ્યા : વૃદ્ધ કે લઘુ(નાના) ઉ‘મરથી નથી હેાતા. ગુણાથી વૃદ્ધ હાય તે સાચા અર્થમાં વૃદ્ધ કહેવાય છે. જેનામાં રમ્યગુણ્ણા હેાય તે ભલે નાના હાય તા પણ તે વૃદ્ધ છે. અને ઉંમરમાં વૃદ્ધ હૈાય પરંતુ ગુણ્ણાનું મીંડુ હોય તે તેને લઘુ જ કહેવાય છે.’ આ પ્રમાણે એકખીજા ચર્ચા કરી રહ્યા હતા ત્યારે કેટલાક વૃદ્ધ બ્રાહ્મણાએ પાતાના બ્રાહ્મણાને કહ્યુ : આવા અવિવેકી અને ઉદ્ધૃતની સાથે શા માટે વિવાદ કરવા જોઇએ ? મૂકા એનુ નામ.’ બ્રાહ્મણેા ખેલતા રહ્યા ને પ્રદ્યુમ્ન પગ ધાઇને બધાને અવગણી સહુથી મેાટામાં માટું આસન હતું એના ઉપર જઈને બેઠા. ત્યારે ક્રોધાતુર બનેલા બ્રાહ્મણેાએ કહ્યું : ૧૦૧ ‘આ દુરાત્મા-પાપીની સાથે અમે ભાજન કરવા નહિ બેસીએ. એને અહીં જ મૂકીને અમે બીજા સ્થળે જઈને ભાજન કરશું. આ શાની સાથે તે હરગીજ નહીં બેસીએ.’ આ પ્રમાણે કહીને બ્રાહ્મણા ખીજા રૂમમાં ગયા ત્યારે બ્રાહ્મણ રૂપધારી પ્રદ્યુમ્ન તેની પહેલાં ત્યાં જઈને બેઠા અને બધાં આસના પાણીથી ભીજવી દીધાં. સત્યભામા પણ આ બ્રાહ્મણનુ પરાક્રમ જોઈને સમજી ગઈ કે આ જ બ્રાહ્મણ ઝગડાખાર છે.' અત્યંત ક્રાધાતુર બનેલા બ્રાહ્મણા અરસ-પરસ કહેવા લાગ્યા : ‘આ આપણા બધાની અવજ્ઞા કરનારી પાખડી બ્રાહ્મણ છે. તે એને ખરાખરના મારા. વેદ-વિજ્ઞાનની હાંસી કરનારને મારવામાં કાઇ દૂષણ નથી.' આ પ્રમાણે આલાપ સ’લાપ કરતા બ્રાહ્માને જાણીને બ્રાહ્મણ વેષધારી પ્રદ્યુમ્ને કહ્યું : “આ ભામટા, તમારામાં વેદશાસ્રના જાણકાર કાણુ કાણુ છે ? હેામ બતાવનારા વેદના અર્થાને હું પૂછુ છું: તમે વેદશાસ્ત્રમાં કહેલુ કાય કરી છે કે નહી ? જે શાઓમાં અશ્વ અને એકડા આદિની હિંસાનું પ્રરૂપણુ હોય તે
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy