SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ–૧૦ साधायित्वा यथा वीरा-सनं भुक्ते नरोऽखिलं । तथायमपि निःशेष, मुक्तमभुंक्त निर्व्यथं ।६२। कोलाहलो महानासीत्, सत्यभामानिकेतने । अहो ब्राह्मणरूपेण, प्रेतोऽयमस्ति कश्चन ।६३। विवाहाय कृतं चान्य-दप्यन्नं गृहसंस्थितं । परिवेषितमेतस्य, जग्धं तत्सर्वमप्यहो ।६४। नितंबं स्तनयुग्मं च, घर्षत्यो योषितस्तदा। तं समालोकितुं हास्या-दौत्सुक्येन समागताः ।६५। तदा च सोऽवदगुरे, जनाः कथं समागताः। कृपणाः किममू कांता, दीयतां मम भोजनं ।६६। कोष्टागारे गृहे पात्रे, यद्धान्यं भवतां भवेत् । तत्समस्तं समानीया-कंठं कथं न दीयते ।६७। वर्तसे सत्यभामे त्वं, यद्यप्यच्युतकामिनी। तथापि भोजनं पूर्ण, कथं न प्रददासि मे ।६८। तेनेत्युक्ते हसंत्येके, केचिद्विचारमादधुः । सत्यभामापि चिताब्धि-पतिता व्याकुलाऽभवत् ।६९। पुनरप्यब्रवीद्विप्रः सत्यभामे त्वया यदि। अहं संपूर्णमेकोऽपि, न भोज्ये कृपणत्वतः ७०। तवान्नं तर्हि नो भोक्ष्ये, द्रुतं प्रतिगृहाण तत् । इत्युक्त्वावमदन्नं स, समस्तमपि तत्पुरः ।७१। अंगणं पूरयामास, तेनासौ विप्ररुपभाक् । आहस्तं सत्यभामा तु, निमग्ना तत्र तत्क्षणात् ।७२। समस्ता अपि भूदेवा,भोजनार्थं समागताः । न्यमज्जंस्तत्र कामिन्यो-ऽपि च भूरिविभूषणाः।७३। महानसं च वासौक-चंद्रशालोपकारिके । भांडागारं चित्रशालां, हस्तिशालां च मेदुरां ।७४। भूषणानां च वस्त्राणां, स्थानानि, सर्वमालयं । संपूर्य वमनेनासौ, ययौ हृत्वाखिलं जलं ७५। विनिर्गत्य बहिश्चित्ते-ऽचितयच्चतुरस्त्वयं । अथात्रावस्थितिर्माम-कीना समस्ति नोचिता।७६। વસુદેવના મહેલેથી નીકળીને આગળ ચાલતા ધજાપતાકાઓ તેમજ સુંદર મંડપ અને રંગોળીથી સુશોભિત એવા મહોત્સવવાળા મોટા પ્રાસાદ (મહેલ) ને જોઈને પ્રદ્યુમ્ન વિદ્યા આ કેને મહેલ છે ?' વિદ્યાએ કહ્યું: “સત્યભામાને રાજમહેલ છે. હાલ ભાનુકુમારને વિવાહમહોત્સવ ચાલે છે.” સાંભળીને પ્રદ્યુમ્ન ચૌદ મહાવિદ્યાના પારગામી એવા વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું. વેદોચ્ચાર કરતો બ્રાહ્મણ ભોજનના ન્હાને સત્યભામાના આવાસમાં ગયો. જે કારમાં પ્રવેશ કર્યો ત્યાં હાંસીપાત્ર એવી કુબડી દાસીને જોઈ. તેને વિસ્મય પમાડવા માટે કુબડીની પીઠમાં હાથથી ધબ્બો મારીને, તેને સપ્રમાણ અને સુંદર રૂપવાળી બનાવી દીધી. પિતાનું સુંદર સ્વરૂપ જોઈને હષિત થયેલી કૃતજ્ઞ દાસીએ પૂછ્યું: “નાથ, આપ શા માટે પધાર્યા છે ? બ્રાહ્મણે કહ્યું : હ ભોજન મેળવવા માટે આવ્યો છું.” દાસીએ કહ્યું : ‘હું સત્યભામાના ઘેરથી તમને ભોજન અપાવીશ. આપ હમણાં અહીં ઊભા રહે.” એમ કહીને દાસી મહેલમાં સત્યભામાની પાસે ગઈ. સુંદર રૂપવતી દાસીને જોઈને આશ્ચર્ય પામેલી સત્યભામાએ કહ્યું: “અરે કુબડી, તને કેણે આવી સુંદર બનાવી ? તારૂં કુબડાપણું આમ એકાએક કેવી રીતે ચાલ્યું ગયું?” તેણે કહ્યું: “સ્વામિની, અહી નીચે એક પરોપકારી બ્રાહ્મણ આવ્યો છે. તેણે મને સારી સુંદર બનાવી.” સત્યભામાએ કહ્યું : “દાસી, જા, જલદી જા, તે પરોપકારી પુરુષને લઈ આવ અને મને દર્શન કરાવ. જગતમાં પરોપકારી પુરૂષો વિરલ હોય છે. તેને અવશ્ય સત્કાર કરવો જોઈએ.” પિતાની સ્વામિની સાંભળીને દાસી દડતી ગઈ અને બ્રાહ્મણને બેલાવી સત્યભામા પાસે લઈ આવી. “સુંદર નેત્રવાળી, પતિના મનને ખુશ કરનારી, દુઃખને દૂર કરનારી એવી કૃષ્ણની પ્રાપ્રિયા, આપનું કલ્યાણ થાઓ.” આ પ્રમાણે આશીર્વાદ આપીને સત્યભામાએ આપેલા આસન ઉપર નિઃશંક બની વિદ્યાવાન એ
SR No.022712
Book TitleShamb Pradyumna Charitra Part 02
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1990
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy