SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ કરેલી. હું વચનથી બંધાઈ ગયેલ. અમને બંનેને તેના કપટની જરાયે ગંધ આવી નહીં, ખેર, છતાં સારું થયું કે દેવકીના આગ્રહથી આ પુત્રને ગોકુલમાં નંદને ત્યાં મૂકી આવ્યો અને નંદની તરત જન્મેલી બાલિકાને લાવીને દેવકીની પાસે મૂકી. સવારે કંસે દેવકીની પાસે સાતમા ગર્ભ તરીકે બાલિકા જોઈ અને તેની અવગણના કરીને પુત્રીનું નાક છેદીને ચાલ્યો ગયો.” વસુદેવની વાત સાંભળીને સમુદ્રવિજય આદિ યાદવે આનંદ સાથે દુઃખી પણ થયા. बांधवान् यादवांश्चाथा-नुज्ञाप्य निखिलानपि ॥ समुद्रविजयोऽकर्षदुग्रसेनं तु पंजरात् ॥७५॥ उग्रसेननृपेणामा समुद्रविजयादिकाः । व्यापन्नकंसकृत्यानि चक्रिरे यमुनाजले ॥७६॥ कंसस्य जननी पत्न्यो, बांधवा स्वजना अपि । सशोका अप्यदु क-व्यवहाराज्जलांजलीन् ॥७७॥ હવે પિતાના બંધુવર્ગ તેમજ યાદવોની અનુમતિ મેળવીને સમુદ્રવિજયે ઉગ્રસેનને પાંજરામાંથી મુક્ત કર્યા. ઉગ્રસેન અને સમુદ્રવિજય આદિ સ્વજનેએ યમુના કિનારે કંસનું મૃતકાર્ય કર્યું. ત્યારબાદ કંસની માતા, બીજી પત્નીએ, ભાઈઓ, સ્વજનોએ તેમજ યાદોએ શેકપૂર્વક વ્યવહારથી કે સને જલાંજલિ આપી. त्रिखंडभरतेशस्य, जरासंघस्य तेजसा। हृदाहंकारतो जीव-यशास्तु प्रददौ न तान् ॥७८ ॥ गोपालहलिविष्णुभ्यां, समं तान् यादवानपि । प्रथमं भस्मासात्कृत्वा, पश्चाद्दास्ये जलांजलीन।॥७९॥ वदंतीति स्ववक्त्रेण, रुदती विरहातुरा। प्रवेक्ष्याम्यन्यथा वह्नौ, प्रतिज्ञामिति सा दधौ ॥८॥ प्रतिज्ञाय जरासंध-वस्तू राज्यं प्रकुर्वतः । प्राप्ता राजगृहद्रंग, सा देव विष्टपसन्निभं ॥८१॥ પર તુ ત્રણ ખંડના અધિપતિ જરાસંધી હું પુત્રી છું.” એમ અહંકારથી જ જવયશાએ જલાંજલિ આપી નહી. અને બોલી કેઃ “કૃષ્ણ, બલભદ્ર, ગોવાળે અને બધા યાદવોને ભસ્મીભૂત કરાવીને જલા લિ આપીશ જલાંજલિ નહી આપુ તે હું અગ્નિમાં પડીને ભસ્મીભૂત થઈ જઈશ”. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને રૂદન કરતી જીવયશા ત્યાંથી નીકળીને જરાસંધની રાજધાની રાજગૃહી તરફ ચાલી ગઈ अथो स केशवादेशात् , समुद्रविजयाधिपः । उग्रसेनं नृपत्वेना-स्थापयन्मथुरापुरि ॥८२॥ उग्रसेनापिता सत्य-भामा यौवनसंयुता। उपयेमे मुकुंदेन, क्रोष्टुकिदत्तवासरे ॥८३॥ હવે કૃષ્ણના કહેવાથી સમુદ્રવિજયે મથુરાપુરીનું રાજ્ય ઉગ્રસેનને આપ્યું, ઉગ્રસેન રાજાએ કાટુકિ (નિમિત્ત) આપેલા મુહૂર્ત પ્રમાણે સત્યભામાનું લગ્ન કૃષ્ણની સાથે કર્યું.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy