SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૩ वसुदेवमदनवेगा-सुतोऽनाधृष्णिनामकः । वीरंमन्यस्तदाकर्ण्य, प्राचलन्निजगेहतः ॥४२॥ अध्वन्यागच्छता तेन, समेतं नंदगोकुले। तत्र रामहरी दृष्ट्वा -वासैकां रजनीं मुदा ॥४३॥ आरुह्य स्पंदनं व्युष्टे [पृष्टे], विसृज्य हलिनं पुनः । विष्णुमेकाकिनं सार्ध, लात्वा स मथुरामगात्४४ सकीणे पादपैरध्व-न्यभून्न्यग्रोधपादपः। लग्नस्तत्र रथोगंतुं शक्तो नोपायकोटिमिः ॥४५॥ तावन्नारायणेनाशु, मूलादुन्मूल्य तं वटं । अध्वा स्पंदनयानाय, प्रांजलो जनितः क्षणात् ॥४६॥ बलं तस्य समालोक्य, तं चारोप्य रथे स्वयं । अनावृश्णिश्चमत्कारं, बिभ्रत्तेनाध्वनाचलत् ॥४७॥ उत्तीय यमुनातो द्वा-वप्येत्य मथुरापुरी। शाङ्ग पूजोत्सवास्थान-मागातां भूपपूरितं ॥४८॥ सत्यभामाचितुं मुक्ता, समीपे शाङ्गधन्वनः । यस्या यस्माद्भवेत्कृत्यं, सैव तत्परिवारिणी ॥४९॥ अनाधृष्णिहरी वीक्ष्य, त्यक्तवा तत्रादिमं गुरुं। मनसा सा परिवत्रे, विष्णुं स्त्री लघुवांछिनी॥५०॥ પિતાની જાતને વીર માનતો વસુદેવની મદ-વેગા રાણુનો અનાવૃષ્ણિ નામને પુત્ર પિતાના ગામથી મથુરા જવા માટે નીકળ્યા. ત્યાં જતા રસ્તામાં આવેલા વૃંદાવનમાં આવ્યો. ત્યાં કૃષ્ણ અને બલભદ્રને જોઈને એક રાત રોકાયે. રથ ઉપર ચઢેલા બલભદ્રને નીચે ઉતારી એકલા કૃષ્ણને સાથે લઈ મથુરા તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં આવેલા વૃક્ષોને દૂર કરતો રથને આગળ ચલાવવાની કેશિષ કરે છે પરંતુ એક મોટું વડવૃક્ષ વચમાં પડેલું. કેમે કરી રથ આગળ ચાલે નહી. તેટલામાં કૃષ્ણ નીચે ઉતરી વડવૃક્ષને મૂળમાંથી ઉખેડીને દૂર ફેંકી દીધે અને રથને માર્ગ સરળ બનાવી દીધો. કૃષ્ણનું આવું અચિંત્ય બલ જોઈને અનાવૃષ્ણિ આશ્ચર્ય પામ્યા! યમુના નદી ઉતરી બને ભાઈએ મથુરાપુરી આવી પહોંચ્યા. જ્યાં અનેક રાજાઓ આવેલા છે તેવા શાધનુષ્યના પૂજામહોત્સવમાં આવ્યા. ધનુષ્યની પાસે પરિવાર સહિત રહેલી સત્યભામા, જે જે સ્થાને મૂકવા ગ્ય હોય તે તે સ્થાને પૂજા સામગ્રી મૂકે છે. નવા આવેલા અનાવૃષ્ણુિ અને કૃષ્ણને જોઈ રહી. મુગ્ધ બનીને કૃષ્ણને મનથી વરી ચૂકી. સ્ત્રીઓ પ્રાયઃ નાનાને ઈચ્છે છે.” धनुरारोपणे याव-दनाधृष्णिः समुद्यतः । पपातांग्रे करौ कृत्वा, मिथ्यादृशां प्रणामवत् ॥५१॥ वीक्षमाणेषु भूपेषु, पतितोऽयं क्षितौ द्रुतं । शरीरेऽस्य तदस्माभिः, सौस्थ्येन स्थीयते कथं॥५२॥ मौलिमौलेः पपातेति, हारस्तुत्रोट कंठतः । द्वेधापि कटकैः पाणे-बेभंजे चुक्षुभेऽपरैः ॥५३॥ कांतभोगार्तकांताव-द्भष्ट शृंगारभूषणं । तत्स्वरूपं निरीक्ष्येशाः, सत्यभामादयोऽहसन् ॥५४॥ અનાવૃષ્ણિ ધનુષ્ય ચઢાવવા માટે તૈયાર થઈ જ્યાં બે હાથે ઉપાડવા જાય છે તેટલામાં જ તે સાષ્ટાંગ દંડવત્ પ્રણામની જેમ નીચે પડી ગયું. “રાજાઓના દેખતા પિતાના માલિકને જમીન ઉપર પડી ગયો જાણી, અમારે શરીર ઉપર સ્વસ્થ થઈને કેમ બેસી રહેવાય?” આ પ્રમાણે જાણે ના હોય તેમ મસ્તક ઉપરથી મુગટ, કંઠમાંથી હાર પડી ગયા અને બે હાથમાં રહેલાં
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy