SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ શાંબ–પ્રદ્યુમ્ન ચરિત્ર કૃષ્ણ વાસુદેવના પૂર્વભવન વૃત્તાનો [અચલ અને ગંગદત્ત નામના બે ખેડૂત ભાઈઓ હતા. એક વખત કોઈ કાર્ય માટે ગાડામાં બેસીને બહારગામ જતા હતા, રસ્તામાં સામેથી એક નાગણ દેડતી આવતી હતી. તેને જોઈને અચલે ગંગદત્તને બાજુમાં ગાડુ લઈ લેવાનું કહ્યું પરંતુ ગંગદત્ત મજામાં નાગણ ઉપર જ ગાડું ચલાવ્યું. નાગણ કચરાઈ ગઈ. તેના ચી-ચી અવાજથી ગંગદત્ત ખૂશ થયો. અચલને દુખ થયું. નીચે ઉતરી નાગણના મુખમાં પાણું મૂકયું. ગંગદત્તના ઉપર રોષે ભરાયેલી નાગણ તરફડીને મરી ગઈ. મરીને કઈ એક નગરના શ્રેષ્ઠીને ત્યાં યશોમતી નામની પુત્રી થઈ નગરશેઠના પુત્ર સાથે તેના લગ્ન થયાં. અચલનો જીવ ત્યાંથી મરીને યશોમતીની કુક્ષિમાં પુત્રપણે આવ્યો. તેને ઘણા વહાલપૂર્વક રાખે છે. ગંગદત્તનો જીવ પણ યશોમતીની કુક્ષિમાં આવ્યો. ગર્ભમાં આવતાની સાથે જ યશોમતીને ગર્ભ પ્રત્યે ધૃણા તિરસ્કાર અને દ્વેષ જો . ગર્ભને નાશ કરવા માટે ઘણા ઉપાયો કર્યા પરંતુ નિષ્ફળ ગઈ. પૂર્ણમાસે પુત્રને જન્મ આપે. જન્મતાની સાથે જ બાળકનું ગળું દબાવીને મારી નાખવા લાગી. તેવામાં દાસીએ તેના હાથમાંથી બાળકને ખૂંચવી લીધે, તેના પિતાને આપ્યો. પિતા ગુપ્તપણે બાળકને ઉછેરે છે. કોઈ પ્રસંગે પિતાએ બાળકને બહાર લાવી જમવા બેસાડ! યશોમતીએ જોતાની સાથે જ પૂર્વભવના દ્વેષથી પ્રેરાઈ સળગતું લાકડું લઈને તેને મારવા દોડી. ત્યાંથી ભાગી ગંગદત્ત તાપસના આશ્રમમાં ગયો. ત્યાં કુલપતિએ તેને આશ્વાસન આપ્યું. અચલ પણ ભાઈના મોહથી શોધતો શોધતો આશ્રમમાં ગયો. ત્યાં બન્ને ભાઈઓ તાપસ બની તપશ્ચર્યા કરતા જીવન વ્યતીત કરવા લાગ્યા. અનુક્રમે અચલ ત્યાંથી મરીને સાતમા મહાશુક નામના દેવલોકમાં દેવ તરીકે થયે. ભાઈના મૃત્યુથી ખેદ પામેલા ગંગદ અનશન કર્યું. નજીકના નગરના રાજા વિશાળ સૈન્ય સહિત દર્શનાર્થે આવ્યા. રાજાની સમૃદ્ધિ જોઈ ગંગદ નિયાણું કર્યું -“આ તપશ્ચર્યાનું કંઈ પણ ફળ હોય તો આવતા ભવમાં વિશાળ રાજ્યને અધિપતિ બનું! આ પ્રમાણે નિયાણું કરી મરણ પામી સાતમા મહાશુક નામના દેવલેમાં દેવ થયો. ત્યાંથી ચવી દેવકીની કુક્ષિમાં સાત સ્વપ્નથી સૂચિત કૃષ્ણ વાસુદેવ તરીકે ઉત્પન્ન થયા. નાગણનો જીવ અનેક ભવમાં ભટકી પ્રતિ વાસુદેવ જરાસંધ તરીકે થય] निरीक्ष्य देवकी स्वप्नान् ,स्वभर्तारं व्यजिज्ञपत् । स्वामिन्नद्य मया स्वप्ना,दृष्टाः सिंहादिका वराः ९९ निशम्य वसुदेवस्ता–नुवाच निजबुद्धितः । प्रिये स्वमानुसारेण, श्रेष्ठः पुत्रो भविष्यति ॥१०॥ साप्यवादीद्यदि स्वामिन् , सुतरत्नं भविष्यति । तद्रत्नं रक्षितुं कंसा-दावाभ्यां शक्यते कथं ॥१०१॥ वसुदेवोऽवदत्सुभ्र, चिंतां त्वं मा कृथा वृथा । स एव निजभाग्येन, चिंतयिष्यति जीवितः ॥२॥ - દેવકીએ સ્વપ્નો જોઈને પિતાના પતિ વાસુદેવને કહ્યું -સ્વામિન, મેં આજ રાત્રિએ સિંહ આદિ સાત મહાસ્વપ્નો જયાં! સાંભળીને વસુદેવે પિતાની મતિ અનુસાર કહ્યું -દેવી,
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy