SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શાબપ્રદ્યુમ્ન ચરિત્ર સંબંધ ખરેખર યોગ્ય જ છે. વિધાતાએ પુરૂષમાં જેમ વસુદેવના રૂપનું નિર્માણ કર્યું છે, તેમ દરેક સ્ત્રીઓનાં રૂપમાંથી સાર તત્વ લઈને એક દેવકીનું નિર્માણ કર્યું છે. આ બંનેને સંબંધ બીજા કોઈની સાથે ના થાઓ, એમ વિચારીને બ્રહ્માએ દૂધસાકરની જેમ સરખે સરખી જોડી બનાવી છે. જ્યારે વિધાતાને આ બન્નેના સંબંધની જાણ થશે ત્યારે પિતાનો પ્રયત્ન સફળ થયાને સંતોષ થશે. વસુદેવ, તમે ઘણી વિદ્યાધરી કન્યાઓ પરણ્યા છે પરંતુ દેવકીના રૂપ આગળ તે બધી એનું રૂપ અંગુઠા માત્ર પણ નહી હોય !” આ પ્રમાણે નારદ વસુદેવને દેવકી પ્રત્યેનું આકર્ષણ કરાવીને હવે દેવકીને વસુદેવનું આકર્ષણ કેમ થાય, એમ વિચારે છે. દેવકીને વરના સાતે ગુણેથી યુક્ત પતિ મળવામાં કોઈ વિદને ઉપસ્થિત ના થાય ! અથવા વચ્ચે કોઈ ભેદ કરાવનાર ન બને, એમ વિચારી નારદ દેવકીને વસુદેવના ગુણેની જાણ કરવા માટે દેવકીના ઘેર ગયા. अभ्युत्थानादिभिर्गेहा-गतोऽसौ पूजितस्तया । विनयं नोत्तमे मुंचे-द्विशेषाद्गृहमागते ॥१६॥ तस्या आशीर्वचादाना-वसरे नारदेन तु । विवोढा वसुदेवस्ते, भूयादित्यभ्यधीयत ॥१७॥ आकण्ये ति तया पृष्टं, वसुदेवोऽस्ति का भुवि । सोऽवोचत्स दशार्होऽस्ति, दशमः खेचरीहितः ॥१८॥ वर्ण्यते बहुधा किं य-द्रूपापमानिताः सुराः । जानाना म्लानितामात्म-न्यदृश्यत्वमिवागमन् ॥१९॥ नारदा वर्णयित्वेत्यु-भयोहितविचिंतकः । तिरोदधे खविद्याभि-देवतेव क्षणादपि ॥२०॥ પિતાને ત્યાં આવેલા નારદઋષિને દેવકીએ અભ્યત્યાનપૂર્વક, આદરસત્કાર-પૂર્વક પૂજા કરીને સત્કાર્યા. ઉત્તમ પુરૂષ આંગણે આવેલાનું વિશેષ પ્રકારે આતિથ્ય કરે છે. આશીર્વાદ આપતા નારદજીએ દેવકીને કહ્યું -“તારો પતિ વસુદેવ થાઓ ! આ પ્રમાણેના આશીર્વચન સાંભળીને દેવકીએ નારદજીને પૂછયું -સ્વામિન! તે વસુદેવ કોણ છે? નારદજીએ કહ્યું -“દશમો દશાઈ વસુદેવ હજારો વિદ્યાધરીઓનો સ્વામિ છે. અરે દેવકી, વસુદેવના રૂપનું શું વર્ણન કરૂં! તેના રૂપથી અપમાનિત થએલા દેવે પ્લાનમુખવાલા બનીને પિતાની જાતને અદેશ્ય રાખે છે. બન્નેના હિતચિંતક નારદ વસુદેવના રૂપ-ગુણની પ્રશંસા કરીને પિતાની વિદ્યાથી દેવની જેમ ક્ષણમાત્રમાં અંતર્ધાન થઈ ગયા. (૧૬, ૧૭, ૧૮, ૧૯, ૨૦) क्रमेणाथ चलंतौ तौ, नगरी मृत्तिकावतीं । शौरिकंसौ समायातौ, न केनापि पराजितौ ॥२१॥ समाकर्ण्य समेतौ तौ, देवका वसुधाधिपः । संमदात्संमुखं गत्वा, प्रावेशयदिमौ पुरि ॥२२॥ गृहमानीय तैलांबु-स्नापितौ भोजितौ पुनः । समेतौ हेतुना केन, तौ भूपेनेत्यपृच्छचताम् ॥२३॥ कंसोऽवग्वसुदेवस्य, विवोढ़कुणशालिनः । उचितां देवकी कन्यां प्रदापयितुमागतः ॥२४॥ श्रुत्वेति देवकोऽवादी-नायं धर्मः सुभूस्पृशः । आकारणं विना कन्या-विवाहाय यदागमः॥२५॥ अहं स्वयंवरे कन्यां, प्रदास्ये देवकीमिमां । नापरस्मै मनुष्याय, सद्गुणभ्राजिनेऽपि च ॥२६॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy