SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૬ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર કર્મબ ધનું અને કર્માિયનું કારણ ગુરૂમુખે સાંભળીને રાજાએ કહ્યું - “સ્વામિન, આપ જીવમાત્ર પ્રત્યે દયાભાવ રાખનારા છે, મેં જે જે પૂછ્યું તે સર્વે' આપે કહ્યું. ખરેખર, સંસારમાં પ્રીતિ-અપ્રીતિ રવાભાવિક સ્વાર્થમૂલક જ હોય છે. સુખ-દુઃખ પણ પાધિક છે. માટે તે બધુ ઈચ્છવા લાયક નથી. પાંચવર્ષીય ઈન્દ્રધનુષ્યના જે સ્વજન વર્ગને સંગ છે. રાત્રિની વિજળીના ચમકારાની જેમ સંપત્તિ ફાણિક છે. પાંચ ઇકિયેના વૈષયિક ભેગો રોગાદિકને નોતરવાવાળા છે. સાંસારિક સંબંધીઓને પ્રેમ તેમજ આ શરીર પણ ક્ષણભંગુર છે. અલ્પકાલિન સુખ લાંબાકાળ સુધી દુખને આપનારું છે. આવા સંસારના સ્વરૂપને જોઈને હે ભગવત, હું હવે આ સંસારથી ઉદ્વિગ્ન બન્યો છું. લેકવ્યવહારને અનુસરી મારા પુત્રને રાજ્યાભિષેક કરી હું આપની પાસે દીક્ષા અંગીકાર કરીશ.' રાજાની વાત સાંભળી આચાર્ય ભગવંતે કહ્યું :–“રાજન, તમને સુખ ઉપજે તેમ કરો. સારા કાર્યમાં વિલંબ કરે જોઈએ નહીં. એક દિવસના પણ ચારિત્ર પાલનથી જીવ મેક્ષમાં જાય છે, અથવા અવશ્ય વૈમાનિક દેવપણું પ્રાપ્ત કરે છે. તેમાં કેઈ સંશય નથી. સંસાર સ્વરૂપને સમજનાર વિરક્ત એ મુમુક્ષુ આત્મા પણ જૈનીદીક્ષા લીધા વિના મોક્ષ પામી શકતું નથી. ગુરૂભગવંતની અમૃતતુલ્યવાણી સાંભળી વૈરાગી બનેલે રાજા ગુરૂચરણે વંદના કરી રાજમહેલમાં ગયે. મહામહેત્સવપૂર્વક પુત્રને રાજ્યાભિષેક કરીને બીજા રાજાઓ તેમજ સ્વજનવગની સાથે આચાર્ય ભગવંત પાસે તેણે ચારિત્ર અંગીકાર કર્યું. રાજાની દીક્ષા જોઈને અને ગુરૂભગવંતના વચનથી વૈરાગી બનેલા સમુદ્રદત્ત શેઠે પણ કુટુંબને ભાર બંને પુત્રને સોંપીને મોક્ષ સુખની પ્રાપ્તિ માટે પરિવાર સહિત પ્રજા અંગીકાર કરી. શ્રેષ્ઠીપુત્રે મણભદ્ર અને પૂર્ણભદ્ર ગુરૂચરણે નમસ્કાર કરીને પૂછયું -“ભગવંત, હમણું અમારી ચારિત્ર ગ્રહણ કરવાની શક્તિ નથી, તે અમારા ઉપર કૃપા કરીને અમને ગૃહસ્થધમં બતાવો.” મુનિભગવંતે પણ તેઓને સુખદાયી એ ગૃહસ્થ ધર્મ કહ્યો. તે આ પ્રમાણે-પ્રથમ મિથ્યાત્વનો ત્યાગ કરી ને સમ્યકત્વને ગ્રહણ કરવું. સમ્યકત્વના પાંચ દુષણે ત્યાગી, પાંચ ભૂષણે અપનાવવાં. યથા શક્તિ વિવેકપૂર્વક વ્રત -નિયમ અંગીકાર કરવા અને સ્વીકારેલા વ્રત-નિયમનું નિરતિચારપણે પાલન કરવું. ન્યાયપાર્જિત ધનનું સાતે ક્ષેત્રમાં દાન કરવું, તેમજ દીન-અનાથ માનવેને ઉદ્ધાર કરે. શિષ્ટાચારનું પાલન કરવું. સમાન કુલ શીલવાળી અન્યગોત્રીય કન્યા સાથે વિવાહ કર. તેમજ અક્ષુદ્રતા, સૌમ્યતા, મધ્યસ્થતા, સૌમ્યનેત્ર, સત્કથા, ગુણાનુરાગ, દાક્ષિણ્યતા, વિશેષજ્ઞતા, સુપક્ષ, દીર્વાદશીપણું, અક્રૂરતા, લોકપ્રિયતા, લજજાળુપણું, દયા, પાપભીરુતા,વૃદ્ધાનુસારિતા, વિનય, લબ્ધલક્ષતા, કૃતજ્ઞતા, પરહિતચિંતા અને શરીરની સુંદરતા આ એકવિશ ગુણોથી યુક્ત પુરુષ ગૃહસ્થ વાસમાં હોવા છતાં બાર વ્રત પાળી શકે છે. અને તેની સગતિ થાય છે.” ગુરૂભગવંતનું પાપથી મુક્ત કરાવનારૂ વચન સાંભળીને ખૂણે થયેલા બંને ભાઈ એએ સમ્યકત્વમૂલક બાર વ્રત ધારણ કર્યા. વ્રતને સ્વીકારી ગુરૂ ચરણે નમસ્કાર કરી પિતાની જાતને કૃતકૃત્ય માનતા પિતાના આવાસે ગયા,
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy