SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર કૃપણુતા ચાલી ગઈ છે એવા તે રાજાના બંને હાથ દાન ગુણ વડે નીરંતર શેલી રહ્યા છે. રજાનું અદ્ભુત સૌંદર્ય સાંભળીને અભિમાની એ કામદેવ સંગ વિનાને બની ગયો ! અર્થાત્ જર્જરિત થઈ ગયો! અરિજય રાજાની પ્રિયભાષિણી એવી પ્રિયંવદા નામની પટરાણી છે. તે જાણે બ્રહ્માએ બધી સ્ત્રીઓના રૂપની એક રેખા બનાવી ના હોય ! અર્થાત્ અતિરૂપવતી, પિતાના પતિમાં આસક્ત, પરપુરૂષથી વિરક્ત, ક્રરકર્મોથી રહિત અને સતીગુણથી યુક્ત પતિવ્રતા છે. ઈન્દ્ર ઈન્દ્રાણી સાથે જેમ ભેગસુખ ભોગવે છે, તેમ રાજા પટ્ટરાણી સાથે ભેગસુખ ભોગવે છે, અને સુખમાં સમય પસાર થઈ રહ્યો છે. એવા ગુણવાન રાજા વડે શોભતી અધ્યા નગરીમાં “સમુદ્રદત્ત નામનો પ્રસિદ્ધ શ્રેષ્ઠી વસે છે. સદાચારી, ધર્મકાર્ય કરનાર, પાપકાર્યથી વિરક્ત, મધુરભાષી, જૈનધર્મમાં રક્ત, શ્રાવકના આચારને પાળનાર, હસ્તિની જેમ દાનરૂપી સૂંઢને ધારણ કરનારે, અર્થાત દાનેશ્વરી, દીન અનાથને ઉદ્ધારક, જિનેશ્વર ભગવતે કહેલા જીવાદિતને સમજનારે અને તે મુજબ જીવન જીવનાર, યુદ્ધ સમ્યકત્વપૂર્વક બાર વ્રતને ધારણ કરનારે, એ ગૃહસ્થામાં અગ્રણી સમુદ્રદત્ત શેઠ છે. તે શેઠની ગુણવંતી, રૂપવતી, બુદ્ધિશાલિની, પતિપરાયણી, ચિત્તને આનંદ આપનારી, વિકારનું શમન કરનારી, પ્રીતિને કરનારી એવી “હારિણી' નામની પ્રિયપત્ની છે. અને તે પતિવ્રતા ધર્મને પાલનારી, પિતાના સ્વામિની આજ્ઞાનુસાર ધર્મકાર્યને કરનારી, ઘેર આવેલા અતિથિનું મેગ્ય સન્માન કરનારી, પિતાની અને પતિની શાન વધારનારી એવી હારિણદેવીથી સમુદ્રદત્ત શ્રેષ્ઠી ખૂબ પ્રસન્ન હતા. સંતાનસુખની ઇચ્છાવાળા તે શ્રેષ્ઠ દંપતી ભેગસુખને ભોગવતાં ધર્મકાર્યમાં તત્પર રહેતા હતા. પુણ્યશાળી પુરૂષના મને રથો પ્રાયઃ સફલ થાય છે. એ ન્યાયે અગ્નિભૂતિ-વાયુભૂતિ બે દેવાત્મા રવર્ગથી કવીને હારિણીની કુક્ષિમાં અવતર્યા, પૂર્ણમાસે બંનેને જન્મ થયો. પુત્રજન્મની વધામણી લાવનારને પિતાએ ઘણું દ્રવ્ય આપ્યું. માતાપિતાએ ઘણુ હર્ષપૂર્વક બે પુત્રને જન્મમહત્સવ કર્યો. દીન-અનાથ યાચકને ઘણું દ્રવ્ય દાનમાં આપ્યું. શ્રેષ્ઠીના દાનથી સંતુષ્ટ થયેલા યાચકોને રાજા પાસે યાચના કરવા જવાની જરૂર રહી નહી. કુટુંબીજને એ પણ પુત્રજન્મની ખુશાલીમાં યાચકને દાન આપી સંતુષ્ટ કર્યા. બારમે દિવસે સ્વજનેને બેલાવી, ભજન કરાવી, માતાપિતાએ નામકરણ વિધિ કરી. સર્વજન સાક્ષીએ પ્રથમ પુત્રનું નામ “મણિભદ્ર' અને બીજાનું પૂર્ણભદ્ર” રાખ્યું. સુખમાં કલ્પવૃક્ષની જેમ વધતા બંને ભાઈઓ આઠ વર્ષના થયા ત્યારે માતાપિતાએ અજ્ઞાનતાની નિવૃત્તિ માટે અને જ્ઞાનની પ્રાપ્તિ માટે મહત્સવ પૂર્વક ઉપાધ્યાયની પાસે ભણવા માટે મૂકયા. બુદ્ધિશાળી એવા બંને ભાઈઓએ વિનયપૂર્વક ઉપાધ્યાય પાસેથી અલ્પતાલમાં સર્વે કળાઓ પ્રાપ્ત કરી. અનુક્રમે યુવાવસ્થા પામ્યા ત્યારે પૂર્ણિમાના ચન્દ્રની જેમ સર્વે કલાઓ વડે શોભતા હતા. પિતાનું કર્તવ્ય સમજીને માતાપિતાએ પ્રેમથી બંનેને રૂપ અને લાવણ્યવતી કન્યાઓની સાથે પાણિ ગ્રહણ કરાવ્યું. ચેથાવર્ગ (મેક્ષ)ની અભિલાષાવાળા બંને ભાઈઓ ત્રણે વર્ગ (ધર્મ-અર્થકામની સાધના કરતાં પોતપોતાની પ્રિ સાથે વષયિક સુખ ભોગવી રહ્યા છે.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy