SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ સગ-૪ ૧૩૧ નથી. વિલેપન કે ખાન પણ કરતી નથી. પરિવારની સાથે હોય કે એકલી હોય, ઉદ્યાનમાં હોય કે સરોવરમાં હોય, તે જલક્રીડા કે આરામ ક્રીડા કરતી નથી. જંગલમાં હોય કે મહેલમાં હોય, આખો દિવસ વિષાદથી ઘેરાયેલી રહે છે. કયાંય એને ચેન પડતું નથી. કશાયમાં એને આનંદ નથી. અલંકાર તે એને અંગારા સમાન લાગે છે. શરીર પર એક પણ અલંકારને પહેરતી નથી. કેઈ જાતના શણગાર સજતી નથી. જમીન ઉપર સૂઈ જાય છે. ભૂમિ ઉપર આળોટે છે. શરીર ધુળથી ખરડાયેલું રહે છે. રાત્રિ રાક્ષસીની જેવી ભયંકર લાગે છે. પૂર્ણિમાને ચન્દ્ર પણ તેને શિતલતા આપી શકતા નથી. વિયેગિની રૂકિમણીને દિવસે અન્ન રૂચિ થતી નથી અને રાત્રિએ ગિનીની જેમ નિદ્રા રૂચી થતી નથી. અર્થાત નિદ્રા આવતી નથી. ચક્રવાકી સૂર્યને જોઈને આનંદ પામે છે, ચકેરી ચન્દ્રને જોઈને આનંદ પામે છે તેમ આપના દર્શનથી જ તેને આનંદ થશે. સુખ થશે. આપ સિવાય કોઈ એને સુખ આપી શકે તેમ નથી. ધ્યાન-ધ્યેય વિગેરે બધું તેને માટે એક આપ જ છે. ખરેખર, રાજન, રુકિમણું ફક્ત આપના ધ્યાનથી જ જીવિત રહી શકી છે. તો મેઘ વડે જેમ લત્તા પલ્લવિત થાય તેમ આપ આપના દર્શન વડે તેને પલ્લવિત કરે. જલદીથી ત્યાં પધારીને તેના પર પ્રેમવારિનું સિંચન કરો. दूतप्रोक्तं वचः श्रुत्वा, शृण्वाने नीलवाससि । दूतं त्रिविक्रमः प्राह, वरीतुं तां यियासया ॥१२॥ श्रीकुंडिनपुरे तत्र, दूत व्रजाम्यहं कथं । कथंचिद्यदि गच्छामि, तदा सा मे मिलेत्कथं ॥१३॥ બલભદ્ર અને કૃષ્ણ દૂતનું કથન સાંભળીને રૂકિમણી સાથે પરણવાની ઇચ્છાવાળા શ્રીકૃષ્ણ કહ્યું : “દૂત, કુંડિનપુર કેવી રીતે જવું? ત્યાં આવું, પણ તે મને કેવી રીતે મળશે ?” इति पृष्टे मुकुंदेन दूतो, विज्ञपयत्यलं। श्रीकुण्डिनपुरोपांते, प्रमदाख्यं बनं महत ॥१४॥ सफलाः सहकाराश्च, सरसाः सुरपर्णिकाः। सुरंगा नागरंगाश्च, बकुला मातुलिंगकाः ॥१५॥ नागवल्लयः कदल्यश्च, कुवल्लयो गिरिमल्लिकाः।राजं तेऽनेकजातीया, वने तति शाखिनः ॥१६॥ प्रभूतैः पादपैस्तत्र, तमावृतः समंततः । अशोकनामधेयोस्ति, शाखी शोकविनाशकः ॥ १७ ॥ वैजयंती निबद्धास्ति, तस्योपरि महत्तमा । द्राक्त्वामाकारयंतीव, वायुना कंपनच्छलात् ।। १८ ॥ भूपालस्वसृपुत्रीभ्यां, पूर्वमेव नरायणात्वदर्थ स्थापिता तस्या-धस्तान्मूतिर्मनोभुवः ॥१९॥ उपकाररतेनाथ, तत्रागम्यं त्वया द्रुतं ।तस्या जीवितदानार्थ, स्थेयं गुल्मांतरालके ॥ २० ॥ कामा_पूजनव्याजा-त्स्वभ्रात्रादीन् प्रतार्य चारुक्मिण्यपि विभो तत्र, संकेतेनाऽऽगमिष्यति॥२१॥ युवयोनिर्भरं, स्वांत-स्नेहयोरुभयोरपि । मिलनं नाथ तत्रैव, भविष्यति सुखावहं ॥ २२ ॥ केनचित्कारणेनापि, यदि त्वं नागमिष्यसि।त्वद्वियोगेन सा बाला, मरणं तर्हि लप्स्यते ॥२३॥ ममोपरि कृपां कृत्वा, त्वदागमनसूचकादेहि देहि द्रुतं किंचि-द्यथा यामि निजे पुरे ॥ २४ ॥
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy