SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શાંબ-પ્રદ્યુમ્ન ચરિત્ર અમોઘ હોય છે એમ જાણતી રાજાની બેને એ વાતને પુષ્ટ કરવા માટે ફરીથી પૂછ્યું:કુલ-શીલ, પરિવાર, વિદ્યા, ધન,શરીર અને વય-એ સાતે વાને વરમાં જોવા જોઈએ, એ સાતે ગુણોથી યુક્ત હોય તે જ વર શ્રેષ્ઠ કહેવાય છે. તેવા વરને જ વિવેકી માતાપિતા પિતાની પુત્રી આપે છે. તે આપે જે નામ કહ્યું તે નામને પણ અમે જાણતા નથી. તે તેની કલ્યાણ કારી માતા કોણ છે ? હર્ષ આપનાર પિતા કોણ છે? તેનું શીલ, પક્ષ, વિવા, શરીર વય, ધન, સૈન્ય, બલ, શૌર્ય, દાન વગેરે કેવું છે? આ બધા પ્રશ્નોનું સમાધાન કરતા નારદે કહ્યું: દેવાંગનાઓ જેના ગુણગાન કરી રહી છે, એવી તે તેની માતા છે, દેવકુમાર સમાન તેના પિતા છે. શ્રી નેમિનાથ ભગવાન જેના ભાઈ છે, વળી જૈન ધર્મમાં રક્ત અને શુદ્ધ આચારનું પાલન કરનાર છે. જેના પક્ષમાં બલવાન એવા દશ દશાહે છે, હજારો કુટુંબીઓ તેમજ ક્રોડ યાદને અધિપતિ છે. વિનયપૂર્વક કલાચાર્ય પાસેથી પુરૂષની બહેતર કલાએ મેળવીને પારંગત થયો છે. ઘણા વૈભવશાળી, ઘણું દાન આપનાર એવા કૃષ્ણને દેવે પણ પિતાની શકિતથી સહાય કરનારા છે. વાષભનારા સંઘયણ અને સમચતુરસ સંસ્થાનવાળું તેજસ્વી તેનું શરીર છે. આ પૃથ્વીમાં તે મનુષ્ય હેવા છતાં દેવેની જેમ દેવાંગના સમાન રાણીઓની સાથે નીરંતર ભંગ સંગ કરનાર છે. જેના સૈન્યમાં શત્રુઓને નાશ કરનારા વીર પરાક્રમી બહાદૂર રાજાએ છે. શ્રેષ્ઠ હાથીઓ, જાતિવંત ઘોડાઓ તેમજ લાખે અને કોડોનું પદાતિ સૈન્ય છે. એટલું જ નહી પણ એકબાજુ એકલા કૃષ્ણ હોય અને એક બાજુ લાખો વીર સુભટો હોય, તો પણ રણસંગ્રામમાં જયલક્ષ્મી તો કૃષ્ણને જ વરે. આવા મહાબલી કૃષ્ણ બાલ્યાવસ્થામાં ગોવર્ધન પર્વતને બે હાથે ઉંચકર્યો હતે. પૂતના રાક્ષસી, ચાણમલ્લને જેણે સહજતાથી હણ નાંખ્યા હતા. યમુનાના અગાધ જલમાં કાલિનામના ભયંકર નાગને વધ કર્યો હતો તેમજ દુષ્ટ કેસનો શિરોચ્છેદ કર્યો હતે. અચલ એ સેનાને મેરુપર્વત કદાચ ચલિત થાય પરંતુ પુંડરિકા કૃષ્ણ પિતાના પૈર્ય અને વીર્યથી ક્યારે પણ ચલિત થઈ શકે નહિ. યુગલિકના મનોરથોને દશજાતિના પવૃક્ષો પૂર્ણ કરે છે. જ્યારે આ કૃષ્ણ એકલા જ અનેક યાચકના મને રથે પૂર્ણ કરે છે. કૃષ્ણ યાચકને એટલું બધું દાન આપેલું છે કે વાચકેના દિલમાંથી યાચક વૃત્તિ જ નાશ પામી ગઈ છે અને તે યાચકે પરદેશથી આવેલા બીજા યાચકને બંધુ સમાન માની તેમની દરિદ્રતાને દૂર કરે છે. કૃષ્ણને રહેવા માટે સુરેદ્રની આજ્ઞાથી કુબેરભંડારીએ સુંદર દ્વારિકા નગરી વસાવી આપી છે. આ બધી વાત લોકોના મુખેથી સાંભળીને મેં યત્કિંચિત કહી, પરંતુ કૃષ્ણના માહાસ્યનું વર્ણન કોઈનાથી પણ થઈ શકે નહી. તેના પૈર્ય, શૌર્ય આદિ ગુણોનું વર્ણન એક જીભેથી કહેવા માટે બ્રહ્મા પણ સમર્થ નથી.
SR No.022711
Book TitleShamb Pradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSulochanashreeji
PublisherAmitbhai S Mehta
Publication Year1988
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy