SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ » નમઃ શ્રી પાર્શ્વનાથાય પ્રસ્તાવના (૧) પૂ. 3. સિદિમુનિજી મહારાજ ઈતિહાસના સારા અભ્યાસી અને તે વિષયના ચિંતનશીલ છે, તેની ખબર તે મને હું આજથી પાંચ વર્ષ ઉપર મારા સનેહી શ્રીમૂળચંદભાઈને ત્યાં માણસા ગયે ત્યારે હું તેમને મળે અને તેમની આસપાસ પથરાયેલ ઇતિહાસનું વિવિધ સાહિત્ય અને તેમનું લેખન જોયું ત્યારે જ પડી. તેમણે કાલગણના અને અવંતિના આધિપત્ય ઉપર ખૂબ ઊંડે વિચાર કર્યો હતો, તે અંગે વિવિધ ઐતિહાસિક સાહિત્ય અને ધાર્મિક સાહિત્યનું વાંચન કર્યું હતું અને તે બધાના નિષ્કર્ષ રૂ૫ વર્ષોની મહેનત બાદ એક ગ્રંથ તૈયાર કર્યો હતે. આ ગ્રંથને તેઓશ્રી મુદ્રણ કરવાની ઈચ્છા રાખતા હતા પણ તેના મુદ્રણ પહેલાં મને જેઈ જવાનું કહ્યું. હું આખું પોટલું લાવ્યોને મેં વાંચવા પ્રયત્ન કર્યો. વાંચ્યો પણ મારે આ વિષય જ ન હોવાથી હું બહુ સમજી શકે નહિ. પૂ. ઉપાધ્યાયજી મહારાજને છેલ્લા થોડા વર્ષથી દાંતની પીડા હતી અને તબીયત સારી રહેતી ન હતી. તેમની ઈચ્છા આનું જલદી મુદ્રણ થાય તેમ હોવાથી આ ગ્રંથ જે લખ્યો હતો તે તેમની જ નિશ્રામાં છપાવવામાં આવ્યો છે. એમણે આ ગ્રન્થમાં જે જે વાત કહી છે તે આધાર પૂર્વક કહી છે એટલે આમાં બીજાના સંશોધનની ખાસ આવશ્યકતા પણ બહુ રહેતી ન હતી. આ ગ્રંથ પાછળ ઉપાધ્યાયજી મહારાજને પરિશ્રમ, ચિંતન અને સંકલના કેટલી છે તે હું કહું તે કરતાં ગ્રંથ જ સ્વયં વાંચકેને કહેશે. કોઈપણ વિષયના ગ્રંથ લેખન કરતાં ઇતિહાસ ઉપર મૌલિક ગ્રંથ લખો તે અતિ કઠિન છે તેમાં પણ જે વાત સેંકડો હજારો વર્ષથી દઢ થઈ હોય તેથી ભિન્ન વિચારશ્રેણિ રજુ કરનારને તે ઘણું જ ચિંતન, અભ્યાસ, પરિશ્રમ અને બુદ્ધિનું પરિપકવપણું આવશ્યક રહે છે. સામાન્યરીતે અભ્યાસક કે વિદ્વાનો બધાયે પરિપાટીમાં આવેલ વસ્તુને સંમત સંગત અને દૃઢ સમજી આગળ ચાલ્યા જતા હોય છે ત્યારે ભિન્ન વિચારશ્રેણિ રજુ કરનાર સમર્થ પુરાવા, દલીલ અને બંધ બેસે તેવા પ્રસંગો રજુ કર્યા સિવાય અક્ષર પણ લખી શકાતો નથી. બીજા વિષયમાં તે માણસ નિરાધાર દલીલ ઉપર પીઠિકા બાંધી ઇમારત રચે પણ ઇતિહાસના વિષયમાં કેઈ નિરાધાર દલીલ ચાલતી નથી. તેમજ આગળ પાછળની અનેક ગુને તેણે ઉકેલવી પડે છે. વિક્રમ સંવત, શકસંવત અને ઈસવીસન ,આ ત્રણ કાળ ગણનાઓ આજે ભારતભરમાં પ્રસિદ્ધ છે. વિક્રમ સંવતની શરૂઆત કારતક સુદિ ૧ થી થાય છે તેને બેસતા વર્ષ તરીકે ભારતભરના માનવીઓ ઉજવે છે. ભિન્નભિન્ન ધર્મો અને ભિન્ન ભિન્ન રીત રીવાજો ભારતમાં હોવા છતાં આ દિવસને સૌ કોઈ માનવી વ્યાપક પર્વ દીવસ તરીકે ઉજવે છે. શક સંવત ચૈત્ર સુદિ ૧ થી શરૂ થાય છે. આ સંવતને અનુ
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy