SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય. પરિશિષ્ટ ૧ પુરાણે અને બૌદ્ધગ્રંથની વંશાવલીમાંના વંશક, અને ઉદાયી પછીથી લઈ નવમ નન્દ પૂર્વેના નક્તિવર્ધન અને નાગદાસ આદિ રાજાઓને રાજગૃહીના રાજા તરીકે આલેખી જૈન, બૌદ્ધ અને પૌરાણિક ઉલે બને સમન્વય સાધવા પ્રયત્ન થઈ જ ચૂક્ય છે. આ પરિશિષ્ટમાં એ રાજાઓને પાટલીપુત્રના સમ્રાટો તરીકે જ માની સમન્વય સાધતાં કેવી સ્થિતિ ઉભી થાય છે તેને ખ્યાલ આપવા પ્રયત્ન કરીશ. વિ. સં. પૂ. ૪૧૦, ઈ. સ. ૫ ૪૬૭ વર્ષે મહાવીરનું નિવણ થયું હતું. તે પછી ૭ વર્ષે એટલે મ. નિ. ૭ (વિ સં. પૂ. ૪૦૩, ઈ. સ. ૫ ૪૬) વર્ષે બુદ્ધનું પરિનિર્વાણ (મૃત્યુ) અને તે પૂર્વે ૧૫ કે ૧૭ વર્ષે એટલે મ. નિ. ૫ ૧૫ કે ૧૭ (વિ. સં ૫,૪૨૫ કે ૨૭, ઈ. સ. પૂ. ૪૮૨ કે ૪૮૪) વર્ષે બુદ્ધનું નિવણ (કૈવલ્ય) થયું હતું, એમ આ લેખની માન્યતા છે. સીન, બમાં સિયામ અને આસામના રાજગુરુઓ આ લેખમાંના નિવાંશુના સમયે પરિનિર્વાણને માની નિર્વાના સમયને ૨૨ કે ૨૪ વર્ષ તેથી પર્વે લઈ જાય છે. બૌદ્ધગ્રંથોના આધારે એ પરિનિર્વાણના સમયનો ઈ. સ. માં. આંક મુકતાં સંશોધકે ભિન્ન ભિન્ન મતે ચઢી ગયા છે. જેને ના ચાલુ સંપ્રદાય પ્રમાણે કાલગણનામાં ૬૦ વર્ષ વધારે હતાં મહાવીરનિર્વાણ ઈ. સ. પૂ. પર૭ આવે અને તેથી ૧૫ કે ૧૭ વર્ષ પૂર્વે બુદ્ધપરિનિર્વાણુ માનતાં બુદ્ધપરિનિર્વાણ ઈ. સ. ૫, ૫૪૨ કે ૫૪૪ આવે પરંતુ આ લેખમાં એ વધારાનાં ૬૦ વર્ષ ગણવામાં આવતાં ન હોવાથી મહાવીરનિર્વાણ ઈસ. પૂ ૪૬૭ વર્ષે અને તેથી ૧૫ કે ૧૭ વર્ષ પૂર્વે એટલે ઇ. સ. પુ. ૪૮૨ કે ૪૮૪માં બુદ્ધપરિનિર્વાણ આવે. બૌદ્ધ સાહિત્યમાં અજાતશત્રુ (કેણિક)ના રાજ્યાભિષેકના આઠમા વર્ષે બુદ્ધનું પરિનિર્વાણ થયું હતું, એમ કહેવાયું છે. આ હિસાબે અજાતશત્રુને રાજ્યાભિષેક મહાવીરના નિર્વાણથી પૂર્વે ૨૩ કે ૨૫માં વર્ષમાં એટલે વિ. સં. ૫. ૪૩૩ કે ૪૩૫, ઇ. સ. પૂ. ૪૯૦ કે ૪૯૨માં આવે. અજાતશત્રુના રાજ્યાભિષેકની સાલ અને બુદ્ધપરિનિર્વાણની સાલ, એ બે બૌદ્ધવંશાવલીના રાજ વકાલના માપનું કેન્દ્ર છે. એમાં અજાતશત્રુના રાજયાભિષેકની સાલથી બૌદ્ધવંશાવલી આ પ્રમાણે છે – પાટલીપુત્રના રાજ્યવર્ષ ચાલુવર્ષ ગતવર્ષ વિ.સં. પૂર્વે ગત ઈ.સ. પૂર્વે સમ્રાટે (૧૭ વર્ષ) અાતશત્રુ ૩૨ બુ.સં.૧૮-બુ.સં.૨૪ મ.નિ પૂ૨૫-મનિ.૭ ૪૩૫-૪૦૩ ૫૯૧-૪૬૦ ઉદયભદ્ર ૧૬ ૨૪-૪૦ ૭૯-૨૩ ૪૦૩-૩૮૭ ૪૬૦-૪૪૪ અનુદ્ધ-મુહ ૮ ૪–૪૮ ૨૩-૩૧ ૩૮૭-૩૭૯ ૪૪૪-૪૩૬ નાગદાસક ૨૪ ૪૮-૭૨ ૩૧-૫૫ ૩૭૯-૩૫૫ ૪૩૬-૪૧૨ સુસુનોગ ૭૨-૯૦ ૫૫-૭૩ ૩૫૫-૩૩૭ ૪૧૨-૩૯૪
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy