SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨ અવંતિનું આધિપત્ય. શ્રી ભદ્રબાહુના સમયે મધ્યદેશમાં એક ભયંકર અનાવૃષ્ટિને દુર્મિક્ષ પ્રવર્તતે હત. કંક સાધુ સાધ્વીઓએ અનશન કર્યા હતાં. અને કેક મધ્યદેશના મગધ વિગેરેમાંથી વિહાર કરી સમુદ્રકિનારાના નજીકના પ્રદેશમાં ચાલ્યા ગયા હતા શ્રીભદ્રબાહુએ આ વખતે બાર વર્ષને વેગ આદર્યો હતે.” * તિથ્થગાલીમાં ભદ્રબાહુના ગપ્રવેશને અને યોગસમાપ્તિને ચક્કસ સમય જણાવ્યું નથી. તે અનુક્રમે મ. નિ. ૧૫૮ અને ૧૬૬ વર્ષે હેઈ શકે એમ આગળ પર જણાવીશું. આ પછી અંગશ્રતના વિચારની અને તેના અનુસંધાન વિગેરેની હકીકત જણાવતાં પઈન્નયકાર કહે છે કે –“બારવર્ષ જેટલો દીર્ઘ સમય એ દુર્મિક્ષ વીત્યા બાદ જીવતા રહેલા શેષ સાધુઓ એક બીજાને મળ્યા ત્યારે સમજવું કે, અંગકૃતનું ઓછાવત્તા પ્રમાણમાં રકને વિમરણ થઈ ગયું છે, જ્યારે બારમા અંગ તરીકે દષ્ટિવાનું–ચૌદપૂર્વનું શ્રુત તે કોઈનામાં રહ્યું નથી. પરંપરાગત ચાલ્યા આવા અંગશ્રતની આ દશા જેમાં શ્રીશ્રમણસંઘ પાટલીપુત્રમાં એકઠા થયે. તેણે એકબીજાના અવગત પાઠનું અનુસંધાન કરી અગીઆર અંગને સંપૂર્ણ રીતે વ્યવસ્થિત કર્યા, પરંતુ પૂર્વેનું શ્રુત ધરાવનાર કેઈ ન હેવાથી તેને ચૌદપૂના જ્ઞાતા શ્રીભદ્રબાહુની આવશ્યકતા જણાઈ. આ વખતે ભદ્રબાહુ નેપાલના તલપ્રદેશમાં યોગના અંગભૂત મહાપ્રાણ નામના ધ્યાનની સાધનામાં રોકાયા હતા. શ્રીશ્રમણસંઘે તેમને નિમંત્રણ કર્યું. તેઓએ પ્રથમ તે વાચા આપવાના સંબંધમાં આનાકાની કરી, પણ અંતે શ્રમણસંઘના ખાસ આગ્રહને તાબે થવાની પિતાની ફરજ સમજી શ્રીસ્થૂલભદ્રાદિને સામયિક વાચના દેવાની તેમણે શમણુસંધને કબુલાત આપી. પાંચસો સાધુઓ એમની પાસે જઈ રહ્યા. શ્રીભદ્રબાહુએ સામયિક શરતી વાચના આપવા માંડી. એવી રીતે વાચના લેતાં શ્રીસ્થૂલભદ્ર સિવાય અન્ય સર્વ શ્રમણો આળસી ગયા અંતમુહૂર્તમાં સૌપૂર્વોનું પરાવર્તન કરી શકાય એવી અજબ શકિતને સમર્પતું શ્રીભદ્રબાહુએ આદરેલું મહાપ્રાણુ ધ્યાન જ્યારે સંપૂર્ણ થયું ત્યારે તેમણે શ્રી સ્થૂલભદ્રને શીવ્રતાથી વાચના દેવી શરૂ કરી. પરંતુ લગભગ દશપૂર્વેનું શ્રુત મળ્યા પછી શ્રી સ્થૂલભદ્ર જ્યાર યક્ષાદિ ભગિની સાધ્વીઓના વંદન પ્રસંગે સિંહના રૂપની વિમુર્વણા કરી ત્યારે એમને આગળ વાચના આપવી બંધ કરી. શ્રી ભદ્રબાહુને લાગ્યું કે, રાજકુલ સરીખા કુલમાં ઉત્પન્ન થનાર અને અપૂર્વ બ્રહ્મચર્યની શક્તિ ધરાવનાર તથા પિતાને મળતા નન્દના માનદ મન્ત્રી પદને તુચ્છ ગણી તેને ફેંકી દેનાર એવી વ્યકિત પણ પૂના આગળ પડતા શ્રતને ન જીવી શકે તે પછી અન્ય સામાન્ય જનને માટે તે કહેવું જ શું ? આમ છતાં સ્થૂલભદ્ર થઈ ગયેલી પિતાની ભૂલની માફી માગી તથા શ્રી શ્રમણ સંઘે થૂલભદ્રજીને અવશિષ્ટ ચાર પૂર્વની વાચના આપવાને શ્રી ભદ્રબાહુ સ્વામીને આગ્રહ કર્યો ત્યારે તેમણે અન્ય કોઈને અનુજ્ઞા ન આપવાની શરતે શ્રીસ્થૂલભદ્રને ચાર પૂર્વેની
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy