SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આટલી પ્રાથમિક સુચના કર્યા બાદ, હવે આ “અવન્તિનું આધિપત્ય ' લખવાને પ્રસંગ કેવી રીતે -કયા કારણથી ઉપસ્થિત થયો તથા આ આલેખનમાં અન્ય ઈતિહાસનાં આલેખન કરતાં શી વિશેષતા છે તે વિષે કંઈક સચન કરીશ. અહિં મારે સ્પષ્ટ કરવું જોઈએ કે કાંઈ ઈતિહાસવેત્તા, ઇતિહાસવિશારદ કે તેવી કોઈ પદવી ધરાવનારો ઈતિહાસને આગ અભ્યાસી નથી. ફક્ત, હું મારી જીંદગીનાં ઘણાં વર્ષોથી મને સ્વાભાવિક હાથ લાગતાં પુસ્તક અથવા નિબંધ કે લેખને, ભવિષ્યમાં ઇતિહાસ વિષે કંઈક લખવું પડશે એવી કલ્પનાના અભાવે કોઈ જાતની ગંધ લખી રાખ્યા સિવાય, વાંચનારે એક ઉપલક અભ્યાસી હતા; પરંતુ જયારે મને સમજાયું કે, અર્વાચીન ઇતિહાસ લેખક શ્રી મહાવીર નિર્વાણ પછીના સમયની પ્રાચીન ધટનાઓનું જે આલેખન કરી ગયા છે અથવા કરી રહ્યા છે તેની સંખ્યાબંધ હકીકતમાં અસંગત જેવું છે અને તે કાલગણના સંબંધી પ્રાચીન મતભેદના પરિણામ રૂપ છે, ત્યારે મારે એકવાર ફરીથી કેટલુંક ઐતિહાસિક સાહિત્ય જેઈ જવાન અને તેની નેંધ લેવાને પ્રસંગે ઉપસ્થિત થયે. ઘણી જ છેડી પણ જરૂરીયાતની એ નેધ પરથી વિચાર કરતાં મને લાગ્યું ; વિક્રમ સંવતની શરૂઆત ઘણી જ મોટી બહુમતિથી મ. નિ ૪૭૦ વર્ષે માનવામાં આવે છે તેના પરિણામ રૂપે જ તે સમયના-મહાવીર નિર્વાણથી છ વર્ષ અને તે પછીનાં પણ કેટલાંક સૈકાના ઐતિહાસિક આલેખનમાં અસંગતિ જન્મી છે, અને તેને નિવારવાના ઉપાય વિક્રમસંવતની શરૂઆત મ. નિ. ૪૧૦ થી માનવી એ સિવાય કેઈ નથી, જર્મન સંશોધક મી. હૅર્મન જેકોબી વિગેરેને પણ એમ જ સમજવામાં આવ્યું હતું. મી. જેકેબી વિગેરે પિતાની એ સમજના સમર્થનમાં આવશ્યક ચૂર્ણિકાર શ્રી જિનદાસગણિમહત્તર, શ્રી ભદ્રેશ્વરસૂરિજી અને શ્રી હેમચન્દ્રસૂરિજીના અમુક ઉલેખોને ટેકા રૂપે ટાંકે છે; પરંતુ એ મહાપુરુ ના ગ્રન્થગત ઉલ્લેખો અસ્પષ્ટ અને વૈકલ્પિક હોવાથી મને “મહાવીર નિર્વાણથી ૪૭૦ વર્ષે વિક્રમસં. વતની શરૂઆત થઈ’ એ અતિ વિસ્તૃત સંપ્રદાયના સંબંધમાં સંશય લાવવાનું ઉચિત ન લાગ્યું. આ પછી “હમવંત વાર? નામને ગ્રન્થ મારા જોવામાં આવ્યો, કે જેમાં તેના કર્તા યુગપ્રધાન શ્રી હિમવદાચાર્યે ભગવાન મહાવીર: પછીના સ્થવિરોની નેંધ લેતાં પ્રસંગોપાત કેણિક–અજાતશત્રુથી લઈ સંપ્રતિ સુધીના મગધ રાજાઓની, શેભરાયથી લઈ વિદુહરાય સુધીના કલિંગ રાજાઓની અને સંપ્રતિથી લઈ વિક્રમ સુધી અવન્તિ રાજાઓની પણ સલવારી સહ ોંધ લીધી છે. કેટલીક બાબતમાં મહત્વભરી ખાસ વિશેષતા ધરાવતી એ નોંધમાં હિમવદાચાર્ય વિક્રમને રાજ્યારે ભ સ્પષ્ટ રીતે મ. નિ ૪૧૦ વર્ષે જણાવ્યો છે, ઉપરોક્ત એ “હિમવંત થેરાવલી’ ગ્રન્થ પર મનન કરતાં મને સમજાયું કે, શ્રી મહાવીર નિર્વાણ અને વિક્રમ રાજ્યારંભ વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર છે,’ એ ચાલુ સંપ્રદાયની માન્યતા કરતાં એ બન્નેની વચ્ચે ૪૧૦ વર્ષના અંતરને જણાવનારી શ્રીહિમવદાચાર્યે નિર્દષ્ટ સંપ્રદાયની માન્યતા વધારે બલવત્તર અને વાસ્તવિક રીતે ઐતિહાસિક સંગતિને સાધનારી તથા સંશોધકોને ચોક્કસ નિર્ણય પર જવામાં મુશ્કેલી ઊભી કરનારી અનેક ગુંચવણોનો ઉકેલ કરનારી છે. મારી આવી સમજના સમર્થનમાં મેં આ “અવનિતનું આધિપત્ય' નામના ગ્રન્થનું સર્જન કર્યું છે. શ્રી મહાવીર નિર્વાણ અને વિક્રમ રાજ્યારંભ કે વિક્રમ સંવત એની વચ્ચે ૪૭૦ વર્ષનું અંતર સૂચવતા સાહિત્યગત ઉલેખને અનુસરી લખનારા સંશોધકને સાહિત્યગત અન્ય ઉલેખોથી સિદ્ધ થતી નવમો મહાપાનન્દ અને કલ્પકવંશીય શકટાળ વિગેરેની, મૌર્ય ચંદ્રગુપ્ત અને શ્રી ભદ્રબાહુ સ્વામિની તથા સમ્રાટ સંપ્રતિ અને શ્રી આર્ય મહાગિરિની સમાન કાલીનતાને અવીકાર
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy