SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય વર્ષે પાટલીપુત્રમાં શુંગરાજ્યને ઉદય થશે. આ પછી આઠ વર્ષ વીત્યા બાદ કાબુલના રાજા સિનેજરે ચઢાઈ કરી પંજાબ, સિંધ, સિંધુના દેઆબને જીતવા પૂર્વક રાજપુતાના અને સૌરાષ્ટ્રને પણ જીતી લઈ ત્યાં પોતાની સત્તા સ્થાપીયોન અને ક્ષહરાટ ક્ષત્રપોની મારફતે શાસન કરવા માંડયું હતું. મિનેન્ડરના મૃત્યુ પછી પણ એ ક્ષત્રપમાંનો ક્ષહરાટ ભૂમક તેના અનુગામીઓના તાબે મધ્યમિકામાં રહી સૌરાષ્ટ્રનું શાસન કરતું હતું, પણ જયારે પાર્થિયનેએ કાબુલના રાજા સ્ટેટ બીજા પાસેથી તક્ષશિલા લઈ લીધી ત્યારે એના વારસ ક્ષહરાટ નહપાણે પોતાનો સંબંધ મધ્યસ્થ સત્તા સાથે છુટી જતાં રવતંત્રતા રવીકારી લીધી અને સૌરાષ્ટ્ર ક્ષહરાટોના સ્વતંત્ર અમલ નીચે આવ્યું. આ નહપાણ રાજા મૃત્યુ પામે ત્યારે તેના રાજયને વારસ તેને જમાઈ શક ઉસવદાતા આવતાં સૌરાષ્ટ્રની ભૂમિ શોના હાથમાં ગઈ. આમ દેખીતી રીતે સૌરાષ્ટ્ર ઉસવદાતના શાસન નીચે ગયો, પણ સૌરાષ્ટ્રમાંના ક્ષહરાટ વિગેરે જાતિના ક્ષત્ર અને સત્તાહીન થયેલા જૂના વખતથી ચાલ્યા આવતા મૌર્ય જાગીરદારો નહપાણના અંકુશને ગણકારતા હતા તેવી રીતે બદલાયેલી પરિસ્થિતિમાં ઉસવદાસના અંકુશને ભાગ્યે જ ગણકારતા હશે. ગર્દભલ રાજાની બલવત્તર સત્તાની ફાચડ લાટ અને આનર્તના પ્રદેશમાં નડતાં શક્તિશાળી છતાં ય સેનાધિપતિ ઉસવદાત રાજા પિતાની રાજધાની જુરમાં રહી, જેવી રીતે પશ્ચિમઘાટના પૂર્વ અને પશ્ચિમ પ્રદેશમાં અંકુશ રાખી શકે તેવી રીતે સૌરાષ્ટ્રમાં ન જ રાખી શકે એ સ્વાભાવિક છે. અર્થાત; સૌરાષ્ટ્રના ક્ષેત્ર આશરે પચાસેક વર્ષથી હિંદી-શકસ્તાનમાં વસવાટ કરી રહેલા અને હિંદી સંસ્કૃતિથી સંસ્કારિત થયેલા શકોમાંના ઉસવદતથી સર્વથા સ્વતંત્ર કે લગભગ સ્વતંત્ર જેવા રહીને પોતપોતાના જિલ્લાઓમાં વિભક્ત રીતે સૌરાષ્ટ્રનું શાસન કરતા હશે. આવી સ્થિતિમાં થોડાંક વર્ષો વીત્યા બાદ, એટલે મ. નિ. ૪૦૭ ની ગ્રીષ્મઋતુના છેલ્લા દિવસોમાં (ઈ. સ. પૂ. ૬૦માં), સીસ્તાનના ૯૬ શાખી (શાહી) રાજાઓ શ્રી કાલકાચાર્યની દોરવણી નીચે પિતાના સમુહો સાથે સમુદ્રના માર્ગે પ્રયાણ કરતા સૌરાષ્ટ્રના કીનારે ઉતર્યા અને એમણે સૌરાષ્ટ્રના વિભક્ત નાના નાના શાસકે પાસેથી સહજમાં જ આખા સૌરાષ્ટ્રને જીતી લઈ ત્યાં ૯૬ વિભાગમાં, શ્રી કાલકાચાર્ય સીસ્તાનમાં જે શાહીના ત્યાં રહ્યા હતા તેને પિતાને વડે નીમવા પૂર્વક, શાસન કરવા માંડયું. આ શાહી શકાની સત્તા રાષ્ટ્રમાં આશરે ૭૬ વર્ષ રહ્યા બાદ પ્રતિષ્ઠાનપુરના આંધ્રરાજા શાલિવાહને સૈરાષ્ટ્રને જીતી લઈ પોતાના તાબે કર્યો. હું પૂર્વે જણાવી ગયો છે તેમ. એ અતીવ સમર્થ એવી પણ આંધ્રુસત્તા શિથિલ બની જતાં, તક સાધક ક્ષત્રપ ચષ્ટને મ. નિ. ૫૪૮ (ઇ. સ. ૮૧) પછીનાં વરસોમાં કયારેક સૌરાષ્ટ્રને જીતી લઈ તેણે તે પ્રદેશમાંથી રાજ્ય કરવા માંડયું હતું. તેની રાજધાની હાલના જૂનાગઢ શહેરની જગાએ આવેલા ગિરનગરમાં રખાઈ હતી. એનો રાજ્યવિસ્તાર કયાં સુધી લંબાયો હતો, એ વિવાદગ્રસ્ત વિષય હોઈ તે સંબંધમાં નિશ્ચયથી કહી શકાય તેમ નથી. જો કે તેનો પત્ર મહાક્ષત્રપ રુદ્રદામાં જૂનાગઢના શિલાલેખમાં આનર્ત, શ્વભ્ર, વિગેરેને પોતાના વીર્યથી મેળવેલા લખે છે, નહિ કે પાછા મેળવેલા; તે પણ સંભવ છે કે ચષ્ટનને રાજ્યવિસ્તાર લાટ અને દક્ષિણ રજપૂતાના સુધી–ભગુકચ્છ અને મધ્યમિકા સુધી-લંબાયો હોય અને તે પાછળથી કદાચ, પોતાની રાજધાની ગિરિનગરથી મધ્યમિકામાં લઈ ગયો હોય. મથુરાની પાસેના માટની દેવકુલિકામાંથી મળી આવેલા ચષ્ટનના પુતળા ઉપરથી આવી સંભાવના થઈ શકે છે, આમ છતાં એ ચષ્ટનના પુતળાનું નિર્માણ ગમે તે સંબંધથી દામાના રાજત્વકાલમાં થયું હોય તે તે એક જુદી વાત છે. આમ ચષ્ટનના રાજ્યાધિકારને હું મધ્યમિકા સુધી પણ લંબાવવામાં અનિશ્ચિત છું, જયારે કેટલાક સંશોધકે આ મહાક્ષત્રપને ઉજજયિનીમાં તેના વંશની સ્થાપના કરતે લખી રહ્યા છે. મિ. વિન્સેન્ટ સ્મીથ લખે છે કે –“શક રાજા ચટ્ટાને માળવામાં ઉજજયિનીમાં ઈશુ પછીના પહેલા સૈકાના અંત ભાગમાં બીજા ક્ષત્રપવંશની સ્થાપના કરી હતી”. ભારત પ્રાચીન રાજવંશના
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy