SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય, २७७ (વા॰ પુ॰) ચત્રપણુ (પુલેામાવી શાતકર્ણ)ને પુલેમા તરીકે નેધતું મત્સ્ય પુ॰ તેનું રાજ્ય ૨૮ વર્ષ લખે છે, જ્યારે તેને શાતકણુ તરીકે નેધતું બ્રહ્માંડ પુ૦ ૨૯ વર્ષ લખે છે. વિષ્ણુ પુ॰ અને ભાગવત તેને અનુક્રમે પુલીમાન અને પુરીમાન એમ અશુદ્ધ રીતે નાંધી તેને રાજવકાલ લખતાં નથી. વાયુપુ૦ ૨૧ વર્ષ રાજવકાલવાળા ગૌતમી પુત્રને નાંધી તે પછીના પુàામા અને અન્ય બે રાજાઓને છેડી દઈ, અન્ય પુરાણામાં નોંધાયેલા ૨૯ વર્ષે રાજત્વકાલવાળા યજ્ઞશ્રી શાતકર્ણને નાંધે છે. મારી નોંધમાં મત્સ્યપુ॰ ને અનુસરી ૨૮ વર્ષ જ લખાયાં છે. આ ૨૮ વર્ષમાં ૧૧ વર્ષ સુધી તેનું અવન્તિ પર આધિપત્ય રહ્યુ હતું. એ આધિપત્ય તેણે શક રુદ્રદામાની સામે એક માટું યુદ્ધ લડવા પૂર્વીક છેવટે પરાજય પામીને ગુમાવ્યું હતું. આ સિવાય એક બીજું પણુ યુદ્ધ તે રુદ્રદામાની સામે લડયેા હતા, કે જેમાં તેણે અપરાંત આદિ દેશે। ગુમાવ્યા હતા. જૂનાગઢના લેખમાં રુદ્રદામાએ એ વાર શાતકણુિં (ચત્રપણ પુલેામાવી ) ને હરાજ્યેા હતેા, એમ જણાવ્યું છે; પરંતુ ત્યાં એ બે યુદ્ધનાં સ્થળ કે પૌર્વાપ ની ખાખતમાં સ્પષ્ટતા ન હાવાથી સમજી શકાતું નથી કે, તેમાંથી કયું યુદ્ધ પહેલાં લડાયું હતું અને કયુ. પાછળથી. બાકી, ચત્રપણુના તાષાના સૌરાષ્ટ્રને મેળવવામાં તે રુદ્રદામાને કાઈ યુદ્ધ લડવાની જ જરૂરીયાત પડી નથી. સંભવ છે કે, આનત આદિ મેળવતાં પણ તેને આન્ધ્રો તરફથી મજબૂત સામના નહિ થયા હોય. આ તરફની પ્રજાની સહાનુભૂતિ આન્ધ્રસામ્રાજ્યને ન હોય એ પણ કારણ આન્ધ્રાને રુદ્રદામાના મજબૂત સામના કરવામાં નડયું હશે; જ્યારે રુદ્રદામાને વિજય મેળવવામાં વૃદ્ધો સહિત બધા ય વર્ણની હાર્દિક સહાનુભૂતિ હોઈ, સામયિક પરિસ્થિતિ બહુ જ અનુકૂલ હશે એમ તેના પોતાના લેખ પરથી સહજ તારવી શકાય છે. કરતા સંશોધકે। અંધાઉ ( કચ્છ )ના લેખા પરથી માને છે કે, સં. પર, ઈ. સ. ૧૩૦ માં રુદ્રદામા પાતે અથવા ચષ્ટન અને રુદ્રદામા અને કચ્છમાં ક્ષત્રપ તરીકે રાજ્ય હાઈ, આન્ધ્રસામ્રાજ્યને આધીન હતા. મારી માન્યતા છે કે, આ સમયે રુદ્રદામાના પિતામહે ચષ્ટનની હયાતી હતી જ નહિ, કદાચ, તેના પિતા ક્ષત્રપ જયદામાં હયાત હેાય તે ના નહિ. વળી આ સમયે રુદ્રદામાના તાબામાં કચ્છ હતેા એ વાત ખરી છે; પરંતુ તે કચ્છમાં રહીને જ રાજ્ય કરતા હતા એમ તે સમયના કચ્છમાં મળી આવેલા લેખા પરથી કહી શકાય નહિ, વધારે સંભવિત વાત એ છે કે, તે આન્દ્રેસામ્રાજ્યના તાખામાં રહી સૌરાષ્ટ્રના ગિરિનગર (જૂનાગઢ) થી પાતાના કબજાના સૌરાષ્ટ્ર અને કચ્છનું શાસન કરતા હશે, કે જે શાસને સૌરાષ્ટ્ર અને તેની સમીપના પ્રદેશોની પ્રજાનાં હૈયાં હરી લીધાં હાવાથી તે રુદ્રદામાને સ્વતન્ત્ર રાજા તરીકે સ્વયં વરવા તૈયાર થઈ રહી હતી. આ સમયે યજ્ઞથી શાતકનું પ્રતાપી શાસન અસ્ત થયાને અને તેની જગાએ ચત્રપણનું શાસન શરૂ થયાને બે વર્ષ વીતી ચુકયાં હતાં. આપણે ચાક્કસ સાલ આપી શકતા નથી પરંતુ, સ'ભવ છે કે, આ પછીનાં બે ચાર વર્ષમાં જ રુદ્રદામાએ પોતાના વીય અને પ્રજાના સહકારથી સૌરાષ્ટ્ર પરની આન્ધ્ર સર્વોપરીતાને ફગાવી દઈ તેને સ્વતન્ત્ર કર્યા
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy