SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ અવંતિનું આધિપત્ય ૨૫૫ ઉપાધિ આદિને જણાવનારાં કેટલાંક નામ ઘુસી ગયાં છે અને પુમાવીનાં રાજ્યવર્ષ ૩૬ ને ત્યાં ૧૮+૧૮=૩૬, ૧૮+૩+૪=૩૬ એમ અસ્તવ્યસ્ત બેવડાઈ દેવાયાં છે, કે જે બધાં ય ગણતરીમાં લેતાં વિકમાદિત્ય અને હાલની સમાનકાલીનતાને જણાવનારાં અન્ય સાધનોથી વિરુદ્ધ જતાં અસંગત છે. વાયુપુત્ર પુમાવીનાં ૨૪ વર્ષ લખે છે તે પણ એવી કે ગરબડ થયાનું જ પરિણામ છે. મસ્ય૦ની નોંધની જેમ મારી નેંધમાં પણ ઢીપિ (સાક, પુલોમાવી) પછી ( ગૌ) અરિષ્ટ (સાકા) નોંધાયો છે. તેણે ૨૫ વર્ષ રાજ્ય કર્યું છે. કીપિ પછી તેને પુત્ર હાલ ગાદી પર આવવું જોઈએ, પરંતુ તે રાજા સગીર હોવાને લઈ અરિષ્ટ રાજય કર્યું હોય એમ લાગે છે. અરિષ્ટ દીપિને કેવી રીતે સગે થતો હતો એ જણાયું નથી. સંભવ છે કે, તે તેનો ભાઈ, ભત્રીજે કે નજીકને પિતૃવ્ય થતો હશે. મેં ટીપ્પણમાં મય પુદમાંની આદ્મવંશાવલીને મૂલપાઠ આપે છે, તેમાં આ રાજાનું નામ અરિષ્ટક લખાયું છે, પરંતુ મત્સ્યની અન્ય પ્રતિઓમાં તે રિક્તકણું, સિક્તવણું અને વિકૃષ્ણ નામે નોધા છે. વાયુ વિગેરે પુરાણ તેને નેમિકૃષ્ણ, ગૌરકૃષ્ણ, અરિષ્ટકર્મા, અનિષ્ટકર્મા, વિગેરે નામે પણ નેધે છે. લાગે છે કે, એ બધાં અરિષ્ટનાં નામાન્તર અને અશુદ્ધ રૂપે છે. નાશિક જિલ્લાના જંગલખીગામમાંથી સત્રપ રાજા નહપાણ ક્ષહરાટના સિક્કાઓ મળી આવ્યા છે તેમાંના ૩ પર ગૌતમીપુત્ર સાતકણિએ પિતાનું મહેરું માર્યું છે. વળી નાશિક જિલ્લાની લેણમાં ગૌતમીપુત્ર સાતકર્ણિના રાજ્યના ૧૮ મા વર્ષમાં તેના નામે અને તેના રાજ્યના ૨૪મા વર્ષમાં તેના અને જીવસુતા રાજમાતાના એમ ઉભય નામે, જે બે ફરમાન કોતરાયેલાં છે, તેમાં પહેલામાં જણાવ્યું છે કે, “બેન્નાટકને રાજા ગૌતમી પુત્ર સાતકર્ણિ વૈજયન્તી (વનવાસી, ઉત્તર કનડા જીલ્લાના સિરસી તાલુકામાં) ની વિજયી છાવણીમાંથી ગેવરધન પ્રાન્ત (નાશિક જિલલા) ના અમાત્યને ફરમાવે છે કે, ઉસવદતની માલીકીનાં “ખેત વિગેરેનાં દાનને કાયમ રાખવાં.” બીજા ફરમાનમાં પણ પહેલા ફરમાનને લગતી જ હકીકત છે. તેમાં રાજમાતાનું નામ સાથે હેવાથી તે ફરમાન બેકટકથી કાઢેલું હશે અને તે તેના જીવનના છેલ્લા દિવસોમાં રાજમાતાએ કહેલું હશે, એમ લાગે છે. આ ગૌતમીપુત્ર સાતકણિ મારી નંધમાને (નં.૯) અરિષ્ટ છે અને બીજા ફરમાનમાંની મહાદેવી વસુતા રાજમાતા એ કીપિની રાણી તથા વિદ્યમાન પુત્રવાળી જન્મથી રાજા હાલની માતા છે. ઉપરક્ત જેગલથેમ્બીથી મળેલા સિક્કાઓ અને નાશિક જિલ્લાના લેખોથી એ સિદ્ધ હકીકત છે કે, અરિષ્ટની રાજધાની બેન્ના કટકમાં જ હતી અને નાશિક જિલલાને પ્રદેશ તેના તાબામાં હતો. આ રાજાને એક ત્રીજે લેખ, તેને રાજ્યના ૧૮ મા વર્ષમાં કાઢેલા ફરમાનવાળો, કાર્લેમાં કોતરાયલે મળી આવે છે તેથી તે પુના જિલ્લાના પ્રદેશને પણ
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy