SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ અવંતિનું આધિપત્ય કુલ હોઈ બધા ય એ રાજાઓ સાતવાહન તરીકે ઓળખાવી શકાય. જેનગ્રન્થમાં (નં૦૫) સ્કંધસ્તશ્મિને અને ગાથાસપ્તશતીમાં હાલે પિતાને સાતવાહન તરીકે જ લખે છે. મસ્યપુ આદ્મજાતીય રાજા સિમુકથી આશ્વવંશની શરૂઆત કરે છે, પરંતુ તેનું રાજ્ય ક્યાં હતું, તેના રાજયને વિરતાર કેટલો હતો, તેનું રાજનગર કયું હતું, વિગેરે સંબંધી તેણે કાંઈ પણ લખ્યું નથી. ગ્રીક એલચી મેગેસ્થનીસના કથન મુજબ, મૌર્ય . ચન્દ્રગુપ્તના સમયમાં દક્ષિણ ભારતમાં મજબૂત લશ્કરી બળ ધરાવતું એક આધરાજ્ય હતું એમ જાણવા મળે છે. સમ્રાટ અશોકે તેના પર પિતાની અમુકાશે સર્વોપરીતા સ્થાપી હતી, પરંતુ તેના મૃત્યુ બાદ આધ્રોએ તેને ફગાવી દીધી હતી એમ અશકના વારસ સંપ્રતિએ આઘને ફરીથી જીત્યો હતો એવા જૈન ઉલ્લેખ પરથી સમજાય છે. સંભવ છે કે, મૌર્ય સર્વોપરીતાને ફેંકી દેવાનું એ કાર્ય સિમુકે જ કર્યું હોય. સિમુક આ પ્રજાતિનો હોઈ આદ્મદેશનો રાજા હતા. તેની રાજધાની કૃષ્ણાનદીને મળતી મુશીનદીના પ્રદેશમાં આવેલા મુષિકનગરમાં હતી. તેણે પશ્ચિમમાં પ્રતિષ્ઠાન સુધી પ્રદેશ જીતી લઈ પ્રતિષ્ઠાનમાં પોતાને સૂ ની હતે. આ સર્વ સંભવિત હકીકતની સામે કેટલાકે પ્રતિવાદ કરે છે કે, શરૂઆતના કહેવાતા આન્ધરાજાઓનું કાંઈ પણ ચિહ્ન આશ્વમાંથી મળી આવતું નથી, વિરુદ્ધ; તે મહારાષ્ટ્રમાંથી મળી આવે છે, તેથી સિમુક મહારાષ્ટ્રને રાજા હોઈ તેની રાજધાની પ્રતિષ્ઠાનમાં હતી. એ રાજા આમ્બ્રજાતિને કે આ પ્રદેશનો ન હતે છતાં એના વંશને આન્દ્ર તરીકે ઓળખાવાય છે તે પાછળથી એના વંશજોએ આન્ધ જીતી લીધો હતો તેને લઈને જ. નાનાઘાટના આધ્રોના લેખો પર મદાર બાંધીને જ ઉપરોક્ત પ્રતિવાદ કરવામાં આવે છે, પરંતુ એ લેખ સિમુકને વંશજ (નં.૩) શ્રીમલ (સાકર) મહારઠિ સરદારની કન્યા નાયનિકાને પરણ્યો તે પછીના કોતરાયેલા હોય તો એ પ્રતિવાદને કઈ અર્થ જ નથી. આ સિબુકના રાજ્યમાં છેલ્લાં વર્ષોમાં અથવા તેની પછી આવેલા તેના ભાઈ (નં૦૨) કૃષ્ણના રાજ્ય દરમિયાન મૌર્ય સમ્રાટુ સંપ્રતિએ આોને તાબે કરી તેમને મૌર્યોની સર્વોપરીતા સ્વીકારવાની ફરજ પાડી હતી. (નં. ૨) કુષ્ણ પછી (નં. ૩) શ્રીમહલ ગાદીએ આવ્યું. આધ રાજાઓની નેધ લેનારાં પુરાણ નં. ૩ ના આ% રાજાને શાતકર્ણિ કે શાતકર્ણ તરીકે લખે છે. ફક્ત મજ્યના એક પાઠાન્તરમાં તે “મલ શાતકર્ણિ” એમ વિશેષ નામ સાથે સેંધા છે. શાતકર્ણિનું પ્રાકૃત રૂપ “સાતકંનિ” છે, એમ હાથીગુફાના ખારવેલના અને નાનાઘાટના શિલાલેખથી જાણવા મળે છે. સંસ્કૃત સાહિત્યમાં “કણી' શબ્દ “ખભાથી વહન કરાતા વાહન” (પાલખી) ના અર્થમાં વપરાયેલો મળી આવે છે. “સાતવાહન” શબ્દમાં પણ “વાહન” એવા જ અર્થમાં હેઈ, સાતકર્ણિ એ કુલસૂચક સાતવાહનને પર્યાય શદ છે, પછી ભલેને, તે શબ્દ કેઈ આન્ધ રાજાની સાથે જોડાયેલે મળે કે કોઈની સાથે
SR No.022698
Book TitleAvantinu Aadhipatya Yane Mahavir Nirvan Pachi 605 Varsh
Original Sutra AuthorN/A
AuthorSiddhimuni
PublisherMafatlal Zaverchand pandit
Publication Year1953
Total Pages328
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size35 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy